________________
૧૩૮૪
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૨ તે વસ્તુતઃ મહાનિશીથ સૂત્રની ગાથામાં કહેલ છે કે અકૃત્નસંયમવાળા વિરતાવિરતને આ દ્રવ્યસ્તવ યુક્ત છે, અને જેઓ કૃમ્નસંયમને જાણનારા છે અર્થાત્ કૃત્નસંયમને પાળનારા છે, તેઓ પુષ્પાદિને ઇચ્છતા નથી. આમ કહીને સર્વવિરતિધર સાધુ પુષ્પાદિથી પૂજા કરતા નથી, તેમ મહાનિશીથસૂત્રમાં કહેલ છે. આમ છતાં પોતાની માન્યતાને પુષ્ટ કરવા માટે સ્વરુચિ અનુસાર મહાનિશીથસૂત્રનો અર્થ કરીને શ્રાવક પુષ્પાદિના પરિહારથી પૂજા કરે છે, તેમ કાપુરુષે સ્થાપન કરેલ છે; અને તેની પુષ્ટિ માટે તે યુક્તિ બતાવે છે કે ઇન્દ્રનો અભિષેક કરવામાં દેવતાઓ ઔદારિક જલ, પુષ્પાદિથી પૂજા કરે છે, તે આરંભ-સમારંભરૂપ છે, પરંતુ જિનપૂજા તે પ્રકારના ઉપચારથી કરતા નથી. આનાથી પૂર્વપક્ષી એ સ્થાપન કરવા ઇચ્છે છે કે ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસા થાય તે રીતે પૂજા કરવી ઉચિત નથી.
વળી, પોતાની વાતની પુષ્ટિ કરવા માટે કાપુરુષ કહે છે કે દેવતાઓ સુરપુષ્પથી ભગવાનની પૂજા કરે છે. તે સુરપુષ્પમાં ત્રસ જીવોનો અસંભવ છે અને અમ્યાનપણું છે. તેથી અચિત્ત પુષ્પોથી જ દેવતાઓ ભગવાનની પૂજા કરે છે. માટે હિંસાનો પરિહાર થાય એવો ધર્મ કલ્યાણ માટે છે.
વળી, સમવસરણમાં દેવતાઓ ભગવાનની આગળ વૈક્રિય પુષ્પો વિદુર્વે છે અને મણિ આદિની રચના કરે છે તે પણ અચિત્ત જ કરે છે, અને તેની પુષ્ટિ માટે રાજપ્રશ્નીય ઉપાંગની સાક્ષી આપી. તેનો અર્થ એ છે કે ભગવાનના સમવસરણમાં દેવતાઓ યોગ્ય એવાં વાદળાંઓને વિકુર્વે છે. તેનાથી પૂર્વપક્ષીને એ કહેવું છે કે દેવતાઓ પુષ્પવાળાં વાદળાંઓ વિક્ર્વીને પુષ્પવૃષ્ટિ કરે છે તે અચિત્ત પુષ્પોની વૃષ્ટિ છે. માટે પણ ભગવાનની ભક્તિ સચિત્ત પુષ્પોથી થઈ શકે નહિ. આથી વિવેકી શ્રાવકો સચિત્ત પુષ્પોથી ભગવાનની પૂજા કરતા નથી.
વળી ભગવાન જ્યારે વિહાર કરે છે ત્યારે દેવતાઓ સુવર્ણના નવ કમળોની રચના કરે છે, તે કમળોની રચના પણ અચિત્ત જ છે. તેથી પણ નક્કી થાય છે કે અચિત્ત પુષ્પોથી ભગવાનની ભક્તિ થઈ શકે, સચિત્ત પુષ્પોથી ભગવાનની ભક્તિ થાય નહિ.
વળી, પ્રતિમાના વંદનના અધિકારમાં પાંચ અભિગમો સાચવવાના કહ્યા છે, તેમાં સચિત્ત દ્રવ્યનો ત્યાગ કહેવાયો છે. તેથી પણ નક્કી થાય છે કે સચિત્ત એવા પુષ્પાદિથી પૂજા થાય નહિ. માટે દેશવિરત એવા શ્રાવકને નિરવઘ જ પૂજા સંભવે છે.
() સર્વવિરત :- જે જીવોએ પાંચ મહાવ્રતો સ્વીકાર્યો છે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓથી જેઓ યુક્ત છે, પરિષહ-ઉપસર્ગમાં પણ ચલાયમાન ન થાય તેવી અંતરંગ શક્તિવાળા છે, વળી સર્વ આરંભપરિગ્રહનો જેમણે ત્યાગ કર્યો છે, સદા નિરવદ્ય ઉપદેશ આપનારા છે, વાણીમાત્રથી પણ સંસારની સાવદ્ય ક્રિયાનું કે સાવઘમિશ્ર એવી પૂજાની ક્રિયાનું અનુમોદન પણ કરતા નથી, અને તત્ત્વને જોવા માટે અત્યંત ગંભીર ચિત્તવાળા છે, ભવના પારને પામેલા છે, તેઓ સર્વવિરત છે=સર્વ પાપોથી વિરત છે.