________________
૧૩૭૨
પ્રતિમાશતક | શ્લોક : ૯૧
ટીકા :___ अत्र हि मिश्रपक्षो मिथ्यादृशाम् अधर्मपक्ष इव सम्यग्दृशां श्राद्धानामपि स धर्मपक्ष एवेति व्यक्त्या फलतः प्रतीयते, साधुश्राद्धमार्गयोः सर्वदुःखप्रक्षीणमार्गत्वात्, यथा च मिथ्यादृष्टेर्द्रव्यतो विरतिरपि सम्यक्त्वाभावादविरतिरेव बालशब्दव्यपदेशनिबन्धनं स्यात्तथा सम्यग्दृष्टेधर्मकर्मणि द्रव्यतोऽविरतिरपि विरतिकार्यांशिकपाण्डित्यव्यपदेशप्रतिबन्धिका न स्यात्, द्रव्यतयैव निष्फलत्वादिति सूक्ष्ममीक्षणीयम्, अविरतिविषयाणामष्टादशानामपि स्थानानामेकतरांशस्य सत्वेऽपि तत्प्रतिपक्षस्य धर्मांशस्योत्कटत्वे धर्मपक्ष एव विजयतेऽन्यथाऽविरतसम्यग्दृष्टिः कस्यापि पक्षस्य स्थानी न स्यात् ततश्च यनिष्कृष्योक्तम्-"तत्थ णं जे से पढमस्स ठाणस्स अहम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ-तत्थ णं इमाइं तिन्नि तेवट्ठाइं पावादुअसयाइं भवंति त्ति मक्खायं तं० किरियावाईणं अकिरियावाईणं अण्णाणियवाईणं वेणइअवाईणं"त्ति तद्विमर्श परस्य गगनमालोकनीयं स्यादत्र हि कुतीर्थिकदृष्ट्यनुगत आचारोऽधर्मः स्वसमयानुगतश्च धर्मः प्रतीयते इति ।।११।। ટીકાર્ય :
મત્ર ... ક્ષીર” અહીં=સ્થાનાંગ સૂત્રનો સાક્ષીપાઠ આપ્યો એમાં, મિથ્યાષ્ટિનો મિશ્રપક્ષ અધર્મપક્ષ છે, તેની જેમ સમ્યગ્દષ્ટિ શ્રાવકોને પણ તે=મિશ્રપક્ષ, ધર્મપક્ષ જ છે, એ પ્રકારે વ્યક્તિથી=અભિવ્યક્તિથી, ફળથી પ્રતીત થાય છે; કેમ કે સાધુ અને શ્રાવકના માર્ગનું સર્વદુ:ખ પ્રક્ષીણ માર્ગપણું છે; અને જે પ્રમાણે મિથ્યાષ્ટિની દ્રવ્યથી વિરતિ પણ સમ્યક્ત્વનો અભાવ હોવાને કારણે બાળશબ્દ વ્યપદેશનું બાળશબ્દ તરીકે કથનનું, કારણ એવી અવિરતિ જ છે, તે પ્રમાણે સમ્યગ્દષ્ટિની ધર્મકાર્યમાં દ્રવ્યથી અવિરતિ પણ વિરતિના કાર્યરૂપ આંશિક પાંડિત્યના વ્યપદેશની=કથનની, પ્રતિબંધિકા ન થાય; કેમ કે દ્રવ્યપણું હોવાને કારણે જ નિષ્ફળપણું છે ધર્મકાર્યમાં વર્તતી દ્રવ્યથી અવિરતિનું નિષ્ફળપણું છે, એ પ્રમાણે સૂક્ષ્મ જોવું.
સમ્યગ્દષ્ટિની ધર્મકાર્યમાં દ્રવ્યથી વર્તતી અવિરતિ નિષ્ફળ કેમ છે? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે -
વિરતિ .... , અવિરતિના વિષયભૂત અઢારે પણ સ્થાનોના એકતર અંશનું સત્વ હોવા છતાં પણ તેના પ્રતિપક્ષ=અવિરતિના પ્રતિપક્ષ, ધમશનું ઉત્કટપણું હોવાને કારણે ધર્મપક્ષ જ વિજય પામે છે; અને એવું માનો તો=અઢારપાપસ્થાનકમાંથી કોઈપણ સ્થાન હોવા છતાં ધમશનું ઉત્કટપણું હોવાને કારણે ધર્મપક્ષમાં અંતર્ભાવ પામે છે એવું ન માનો તો, અવિરત સમ્યગ્દષ્ટિ કોઈપણ પક્ષનો સ્થાની નહિ થાય.
તાડ્યું . સવતમ્ - અને તેથી=પૂર્વમાં કહ્યું કે મિથ્યાષ્ટિની દ્રવ્યથી વિરતિ પણ અવિરતિ જ છે અને સમ્યગ્દષ્ટિની ધર્મકાર્યમાં દ્રવ્યથી અવિરતિ પણ આંશિક પાંડિત્યના વ્યપદેશમાં પ્રતિબંધક નથી તેથી, નિષ્કર્ષ કરીને જે કહેવાયું છે –