________________
પ્રતિમાશતક | બ્લોક : ૯૧
૧૩૬૯
ટીકા :
अहावरे तच्चस्स ठाणस्स मीसगस्स विभङ्गे एवमाहिज्जइ-इह खलु पाइणं वा ४ संतेगइया मणुस्सा भवन्ति, तं जहा अप्पिच्छा, अप्पारंभा, अप्पपरिग्गहा, धम्मिया, धम्माणुआ जाव धम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति । सुसीला, सुव्वया, सुप्पडिआणंदा साहु एगच्चाओ पाणाइवायाओ पडिविरता जावज्जीवाए, एगच्चाओ अप्पडिविरया, जाव जेयावण्णे तहप्पगारा सावज्जा अबोहिया कम्मंता परपाणपरियावणकरा कज्जति तओवि एगच्चाओ अप्पडिविरया (जावज्जीवाए एगच्चाओ पडिविरया।) से जहाणामए समणोवासगा भवन्ति, अभिगयजीवाजीवा उवलद्धपुण्णपावा समणोवासगवण्णओ, जाव अप्पाणं भावेमाणा विहरंति, ते णं एयारूवेणं विहारेणं विहारेमाणा बहुइं वासाइं समणोवासगपरिआयं पाउणेति २ आबाहंसि उप्पण्णंसि वा अणुप्पण्णंसि वा बहुई भत्ताई पच्चक्खाएंति २ बहुइं भत्ताई अणसणाए छेदेति २ त्ता, आलोइयपडिक्कंता समाहिपत्ता कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोगेसु देवत्ताए उववतारो भवन्ति तं० महड्ढिएसु, महज्जुइएसु जावमहासुक्खेसु। सेसं तहेव जाव एस ठाणे आरिए, जाव एगंतसम्मे, साहु, तच्चस्स ठाणस्स मीसगस्स विभङ्गे एवमाहिए त्ति । ટીકાર્ચ -
મહાવરે તઘરૂં ..... વમહિપત્તિ | હવે ત્રીજા સ્થાનરૂપ મિશ્રપક્ષનો વિભંગ=વિભાગ, આ પ્રમાણે કહેવાય છે. અહીં=સંસારમાં, પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં, ઉત્તર દિશામાં અને દક્ષિણ દિશામાં વિદ્યમાન કેટલાક મનુષ્યો હોય છે. તે આ પ્રમાણે - અલ્પઇચ્છાવાળા, અલ્પઆરંભવાળા, અલ્પપરિગ્રહવાળા, ધાર્મિકો, ધર્મની અનુજ્ઞા કરનારા, થાવત્ ધર્મથી જ વૃત્તિને=આજીવિકાને, કરતા વિહરે છે. સુશીલવાળા, સુવ્રતવાળા, સુપ્રત્યાનંદવાળા=સારા આનંદવાળા, સાધુ, એક એવા સ્થૂલ પ્રાણાતિપાતથી જાવજીવ પ્રતિવિરત, એક એવા સૂક્ષ્મ પ્રાણાતિપાતથી અપ્રતિવિરત, જે આ અને અન્ય તેવા પ્રકારના સાવઘવાળા, અબોધિવાળા, કર્મઅંતવાળા, પરપ્રાણના પરિતાપને કરનારા છે. તેનાથી પણ એક ભાગમાં સૂક્ષ્મ ભાગમાં, અપ્રતિવિરત તે યથાનામવાળા શ્રમણોપાસક છે.
તે શ્રમણોપાસક કેવા હોય છે તે સ્પષ્ટ કરે છે –
જીવ-અજીવને જાણનારા, પુણ્ય-પાપના સ્વરૂપને જેમણે જાણ્યું છે એવા, શ્રમણોપાસક વર્ણવાળા યાવત્ આત્માને ભાવતા=સાધુધર્મથી ભાવતા, વિહરે છે. તેઓ આવા પ્રકારના વિહારથી=આચારથી, વિચરતા બહુ વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયને પાળે છે, શ્રમણોપાસક પર્યાયને પાળીને આબાધા ઉત્પન્ન થયે છત કે ન થયે છતે બહુભક્તોનું=આહારનું, પચ્ચક્ખાણ કરે છે અને બહુભક્તનું પચ્ચખાણ કરીને બહુ ભક્તોને અનશનથી છેદે છેઃ સર્વથા આહારનો ત્યાગ કરે છે. અનશનથી બહુભક્તનો આહારનો ત્યાગ કરીને આલોચિત અને પ્રતિક્રાંત થયેલા થયેલા પાપોની આલોચના કરેલ અને પાપથી પાછા ફરેલ, સમાધિને પામેલા અનશન સ્વીકારે છે. કાળમાસમૃત્યકાળે. કાળ કરીને અન્યતર દેવલોકમાં દેવપણા વડે ઉત્પન્ન થનારા થાય છે. તે આ પ્રમાણે - મહાઋદ્ધિવાળા, મહાવૃતિવાળા થાવત્ મહાસુખવાળા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. શેષ તે પ્રકારે જ યાવતું આ સ્થાન આર્ય છે, યાવત્ એકાંતે સમ્યફ છે, સાધુ છે. ત્રીજા સ્થાન મિશ્રનો વિભંગ=વિભાગ, આ પ્રમાણે બતાવ્યો છે.
ત્તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.