________________
૧૩૪૬
પ્રતિમાશતક | શ્લોક : ૯૦ સત્ત ૨ વર્મપ્રવૃતિસળ્યાં - અને કર્મપ્રકૃતિસંગ્રહણીમાં કહેવાયું છે –
“TRUIRમfમ . સવ્વસુ” | ગ્રહણ સમયમાં જીવ સર્વ કર્મપ્રદેશોમાં સ્વપ્રયત્નથી સર્વ જીવથી અનંતગુણ ગુણોને રસના અવિભાગોને, ઉત્પન્ન કરે છે.
૩માજને થોવોચારિ - આયુષ્યને થોડો ભાગ આપે છે. અહીં ઇત્યાદિથી કર્મપ્રકૃતિસંગ્રહણીની ‘ગાડયમ થોવો'એ ગાથાનો વિશેષ અંશ ગ્રહણ કરવાનો છે. કર્મપ્રકૃતિસંગ્રહણીની ઇત્યાદિથી કહેલ ગાથા આ પ્રમાણે છે – "आउयभागो थोवो नामे गोए समो तओ अहिगो ।
आवरणमंतराए सरिसो अहिगो व मोहे वि" ।। કર્મપ્રકૃતિની “ સમયષિ નીવો .....” એ પૂર્વગાથામાં કહ્યું કે ગ્રહણ સમયમાં જીવ સર્વ કર્મપ્રદેશમાં સ્વપ્રત્યયથી સર્વ જીવથી અનંતગુણા રસના અવિભાગોને ઉત્પન્ન કરે છે. ત્યારપછી તે કર્મોની કઈ રીતે વહેંચણી કરે છે, તે “ગાડયમનો થોવો ...” એ ગાથામાં બતાવે છે – કર્મપ્રકૃતિસંગ્રહણીની ગાથાનો ગાથાર્થ:
આયુષ્યનો ભાગ થોડો છે, નામ અને ગોત્રકર્મનો તેનાથી અધિક અને પરસ્પર તુલ્ય છે, અને આવરણ=જ્ઞાનાવરણ અને દર્શનાવરણ તથા અંતરાયને તેનાથી અધિક અને પરસ્પર તુલ્ય, અને તેના કરતાં મોહનીયને અને સર્વોપરિ વેદનીયને અધિક ભાગ મળે છે.
વિશેષાવશ્યક ગાથા-૧૯૪૩ના અંતમાં કહ્યું કે જીવ જે પ્રમાણે આહારને શુભ અથવા અશુભપણા રૂપે પરિણાવે છે, તે દષ્ટાંતને વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૧૯૪૪થી સ્પષ્ટ કરે છે – વિશેષાવશ્યક ગાથા-૧૯૪૪નો ગાથાર્થ :
“રિમાસ .... પુvyપરિણામો” તુલ્ય પણ તે બેનો આહાર તુલ્ય પણ ગ્રહણ કરાયેલો ગાય અને સાપનો દુગ્ધાદિ આહાર, પરિણામ અને આશ્રયના વશથી જે પ્રમાણે ગાયને દૂધ થાય છે અને સાપને વિષ થાય છે, તે પ્રમાણે જીવને પરિણામ અને આશ્રયના વશથી આશ્રયના સ્વભાવથી, પુણ્ય અને પાપનો પરિણામ થાય છે. વિશેષાવશ્યક ગાથા-૧૯૪પનો ગાથાર્થ :
“નર વેરીરિ..... વિમા” ત્તિ અથવા જે પ્રમાણે વિશિષ્ટ પણ આહાર એક શરીરમાં સારઅસાર પરિણામ પામે છે, તે પ્રમાણે કર્મનો શુભાશુભ વિભાગ છે.
ત્તિ શબ્દ વિશેષાવશ્યક ગાથાના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ૯૦
છ વિશેષાવશ્યક ગાથા-૧૯૪પમાં પ્રતિમાશતક ગ્રંથમાં હીરો છે ત્યાં વિશેષાવશ્યક ભાષ્યમાં વધારો પાઠ છે અને વીછાર ૩પ અર્થમાં છે.