________________
૧૩૩૨
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૦ तु भावकरणे=भावयोगे शुभाशुभरूपो मिश्रभावो नास्ति, निश्चयनयनदर्शनस्यैवागमेऽत्र विवक्षितत्वात्। न हि शुभान्यशुभानि वाऽध्यवसायस्थानानि मुक्त्वा शुभाशुभाध्यवसायस्थानरूपस्तृतीयो राशिरागमे क्वचिदपीष्यते, येनाध्यवसायरूपेषु भावयोगेषु शुभाशुभत्वं स्यादिति भावः। तस्माद् भावयोगे एकस्मिन् समये शुभोऽशुभो वा भवति, न तु मिश्रः, ततः कर्मापि तत्प्रत्ययं पृथक् पुण्यरूपं पापरूपं वा बध्यते न तु मिश्ररूपमिति स्थितम् । વિશેષાવશ્યક ગાથા-૧૯૩૬નો અવતરણિકાર્ય :
પ્રેર: પ્રહ - પ્રેરક કહે છે - પૂર્વમાં વિશેષાવશ્યકના ગ્રંથકારશ્રીએ કહ્યું કે એક સમયમાં મિશ્રયોગ નથી, માટે મિશ્ર કર્મબંધ નથી. ત્યાં કોઈ પ્રશ્નકાર કહે છે – વિશેષાવશ્યક ગાથા-૧૯૩૬નો ગાથાર્થ :
નy ... મરમિ ‘નનુ' શબ્દ પૂર્વપક્ષીની શંકામાં છે. મન, વચન અને કાયાના યોગો એક રામયમાં શુભ-અશુભ પણ દેખાય છે.
પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી વિશેષાવશ્યક ગાથા-૧૯૩૦ના ઉત્તરાર્ધમાં કહે છે –
દ્રવ્યમાં દ્રવ્યયોગમાં મિશ્રભાવ છે, પરંતુ ભાવકરણમાંeભાવયોગમાં નથી મિશ્રભાવ નથી. વિશેષાવશ્યક ગાથા-૧૯૩૬નો ટીકાર્ય :
નનું ........ સમય િત્તિ, ‘નનુ' શબ્દ પૂર્વપક્ષીની શંકામાં છે. મન, વચન અને કાયાના યોગો શુભાશુભ અર્થાત્ મિશ્ર એક સમયમાં દેખાય છે, તેથી કેવી રીતે એક સમયમાં શુભ અથવા અશુભ મન, વચન અને કાયાના યોગો છે, એ પ્રમાણે કહેવાય છે? આ પ્રમાણે “નનું' થી પૂર્વપક્ષી શંકા કરે છે અને શંકાકાર એક સમયમાં મન, વચન અને કાયાના યોગો મિશ્ર દેખાય છે, તે તથાઢિ થી બતાવે છે –
તથાદિ ..... માયથોડા: તિ | કાંઈક અવિધિથી દાનાદિનું વિતરણ=દાનાદિ આપવાનું ચિતવન કરતા શુભાશુભ=મિશ્ર મનોયોગ છે, અને કાંઈક પણ અવિધિથી જ દાનાદિ ધર્મનો ઉપદેશ આપતા શુભાશુભ મિશ્ર વચનયોગ છે. અને કાંઈક પણ અવિધિથી જ જિનપૂજા-વંદનાદિ કાયચેષ્ટાને કરતા શુભાશુભ=મિશ્ર કાયયોગ છે. ‘તિ' શબ્દ તથદ થી પ્રારંભ કરેલ કથનની સમાપ્તિ સૂચક છે.
તવેતન્... વ્યંમ રૂત્ય ! તે આ=પૂર્વમાં ‘નથી શકાકારે એક સમયમાં મન, વચન અને કાયાના યોગો મિશ્ર બતાવ્યા તે આ, અયુક્ત છે; કેમ અયુક્ત છે ? એથી વિશેષાવશ્યક ગાથા-૧૯૩૬ના ઉત્તરાર્ધમાં ‘બંગ' ઇત્યાદિથી કહે છે.
વિશેષાવશ્યક ગાથા-૧૯૩૦ના ઉત્તરાર્ધના કથનથી શું કહેવાયું છે, તે વિશેષાવશ્યક ગાથા-૧૯૩૬ની ટીકામાં બતાવતાં કહે છે –
મુવતં મત - તે આ કહેવાયેલું થાય છે - ફુદ ..... માવાત્મયોગો ! અહીં=સંસારી જીવોમાં બે પ્રકારનો યોગ છે : (૧) દ્રવ્યથી અને (૨) ભાવથી. ત્યાં બે પ્રકારના યોગમાં, મન, વચન અને કાયાના યોગમાં પ્રવર્તક દ્રવ્યો=જીવ મનથી વિચારને અભિમુખ પરિણામવાળો થાય છે ત્યારે મનોવર્ગણાનાં પુગલોને ગ્રહણ કરે છે, તે મનોયોગ પ્રવર્તક દ્રવ્ય છે, જીવ જ્યારે બોલવાને અભિમુખ