________________
૧૩૨૮
પ્રતિમાશતક | શ્લોક : ૯૦ પોતાની વિપરીત માન્યતા વડે કેટલાક જીવોને તેણે વ્યર્ડ્સાહિત કર્યા છે=શાસ્ત્રથી વિપરીત માન્યતામાં સ્થિર કર્યા છે, અને પાર્જચંદ્રથી બુઢ્ઢાહિત થયેલા મૂઢ જીવોની પર્ષદામાં મદથી માથું ધુણાવતો પાર્જચંદ્ર તેમને કહે છે કે શાસ્ત્રીય પદાર્થોનો હું અપૂર્વ અર્થ બતાવી શકું છું.
વસ્તુતઃ આ પ્રકારનો તેનો મદ કર્મરૂપી વ્યાધિનું કાર્ય છે; કેમ કે જો પાર્જચંદ્રને કર્મરૂપી વ્યાધિનો ઉપદ્રવ થયો ન હોય તો ભગવાનના વચનથી વિપરીત અર્થ પોતાનાથી ન કહેવાય, તેવી સાવધાનતાપૂર્વક જ તે પ્રરૂપણા કરે. તેના બદલે પોતે કાંઈક શાસ્ત્રના પરમાર્થને જુવે છે, એ પ્રકારના મદને વશ થઈને લોકોને હું કાંઈક અપૂર્વ પદાર્થ બતાવું છું, એવી બુદ્ધિથી માથું ધુણાવીને પોતાની વિપરીત માન્યતાવાળા પદાર્થો પોતાનાથી વાસિત મતિવાળા એવા મૂઢ જીવો આગળ કરીને સ્વ-પરનો વિનાશ કરે છે.
તેથી જો પાર્જચંદ્રને દુરત સંસારનો ભય હોય તો દ્રવ્યસ્તવને મિશ્ર કહેવાના વિષયમાં તેણે મૌન જ રહેવું જોઈએ. ટીકા :
अत्रेयमुक्तमहाभाष्यवाणी कुमतपाशकृपाणी प्रगल्भते - "न य साहारणरूवं कम्मं तक्कारणाभावा" [विशेषावश्यक गाथा-१९३४ उत्तरार्धः] न च साधारणरूपं कर्म तत्कारणाभावात्]
न च साधारणरूपं संकीर्णस्वभावं पुण्यपापात्मकमेकं कर्मास्ति तस्यैवंभूतस्य कर्मणः कारणाभावात् । अत्र प्रयोगः, नास्ति संकीर्णोभयरूपं कर्म, असंभाव्यमानैवंविधकारणत्वाद् वन्ध्यापुत्रवदिति । ટીકાર્ય :
સત્ર .... સ્મતે - કુમતના પાશને છેદવારી=પાર્જચંદ્ર સ્થાપન કરેલા કુમતના પાશથી બંધાયેલા જીવોના કુમતના પાશને છેદનારી, આ=આગળમાં કહેવાય છે એ, ઉક્ત મહાભાષ્યની વાણી છેકપૂર્વશ્લોક-૮૯માં કહેવાયેલ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની મહાભાષ્યવાણી પ્રગલભને પામે છે સ્થાન પ્રાપ્ત કરે છે.
“ .... તારે માવા” અને સાધારણરૂપ કર્મ નથી; કેમ કે તત્કારણનો અભાવ છેÚસાધારણ કર્મબંધના કારણનો અભાવ છે.
સાધારણરૂપ કર્મ નથી, એ અર્થને વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૧૯૩૪ના ટીકાના ઉત્તરાર્ધથી સ્પષ્ટ કરે છે - વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૧૯૩૪ના ઉત્તરાર્ધનો ટીકાર્ચ -
ન રે .... ઝારVTમાવત્ | સાધારણરૂપ સંકીર્ણ સ્વભાવવાળું પુણ્ય-પાપ સ્વરૂપ એક કર્મ નથી; કેમ કે તેના–આવા પ્રકારના કર્મના=સંકીર્ણ સ્વભાવવાળા એવા કર્મના, કારણનો અભાવ છે=સંકીર્ણ સ્વભાવવાળા એવા કર્મબંધના કારણભૂત જીવના પરિણામનો અભાવ છે.