________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૭
૧૩૦૫
અહીં પાર્શ્વચંદ્ર કહે કે નિહ્નવોનો શ્રદ્ધાનથી અનુગત આચાર જ જો દૃષ્ટિપદાર્થ હોય તો પ્રસ્તુત કથનમાં નિગ્રંથરૂપ સાત દૃષ્ટિઓ સંસારનું મૂળ છે, એમ કહેવું જોઈએ, પરંતુ તેમ કહેલ નથી. તેથી ‘નિર્પ્રન્યરૂપે’ એ તૃતીયાનો પ્રયોગ ઉપલક્ષણના અર્થમાં છે, પરંતુ નિગ્રંથરૂપ દૃષ્ટિઓ નથી; અને આ સાત દૃષ્ટિઓ જે નિયત ઉત્સૂત્ર રૂપ છે, તે દુરંત સંસારનું કારણ છે, એમ માનવું ઉચિત છે. તેના સમાધાન રૂપે ગ્રંથકારશ્રી બીજો હેતુ
કહે છે –
निर्ग्रन्थरूपेण આશ્રયાત્, ‘નિર્પ્રન્યરૂપેળ' એ પ્રકારના પ્રસ્તુત ઉદ્ધરણ પ્રયોગમાં, ‘ધાન્યરૂપે ધન છે' એની જેમ અભેદ અર્થમાં તૃતીયાનો આશ્રય છે.
.....
અહીં પાર્શ્વચંદ્ર કહે કે ‘નિર્પ્રન્યરૂપે’ એ પ્રકા૨ના તૃતીયાના પ્રયોગમાં અભેદ અર્થમાં તૃતીયા વિભક્તિ ગ્રહણ કરીને અર્થ ક૨વો કે તૃતીયા વિભક્તિને ઉપલક્ષણરૂપે ગ્રહણ કરીને નિયત ઉત્સૂત્ર રૂપને જ દૃષ્ટિ તરીકે ગ્રહણ કરવી, તેમાં વિનિગમક કોણ ? અર્થાત્ કોઈ વિનિગમક નહિ હોવાથી ‘નિર્પ્રન્યરૂપેળ' અભેદ અર્થમાં તૃતીયા છે એમ કહી શકાશે નહિ. તેના સમાધાન રૂપે ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે
ટીકાર્થ ઃ
विषदि કૃતિ વિન્ । વિષ-ગરાદિ અનુષ્ઠાનોનો અધર્મપણારૂપે જ અનેકવાર નિષેધ છે= શાસ્ત્રમાં નિષેધ છે, એ પ્રમાણે દિશાસૂચન છે.
-
ભાવાર્થ :
શ્લોક-૮૨માં કહેલ કે ચા૨ પક્ષથી પૂજામાં મિશ્રપણું ઘટતું નથી, તે બતાવવાનો પ્રારંભ કરાય છે. ત્યાં પ્રથમ બે પક્ષને આશ્રયીને પૂજામાં મિશ્રપણું કેમ ઘટતું નથી, તે બ્લોક-૮૬ સુધી બતાવ્યું. હવે ભાવ અધર્મગત અને ક્રિયા ધર્મગત એમ સ્વીકારીએ તો એ ત્રીજા પક્ષ પ્રમાણે ભગવાનની પૂજામાં મિશ્રપણું પ્રાપ્ત થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે
જો ભાવ અધર્મગત હોય અને પૂજાની ક્રિયા ધર્મગત હોય તો તે પક્ષને ભાવના અનુરોધથી અધર્મ જ કહેવો પડે; કેમ કે દુષ્ટ ભાવપૂર્વક શાસ્ત્રમાં વિહિત એવી ક્રિયા અનર્થનું કારણ હોવાને કારણે અધર્મરૂપ જ છે. માટે જો પૂજામાં ભાવ હિંસાનો છે અને ક્રિયા ભગવાનની ભક્તિની છે, તેમ સ્વીકારીએ તો તે પૂજાને મિશ્ર કહી શકાય નહિ; કેમ કે જ્યાં ભાવ અધર્મરૂપ હોય તે ક્રિયાને ધર્મરૂપ કહી શકાય નહિ, અને તેની પુષ્ટિ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે
-
શાસ્ત્રમાં નિષ્નવોના નિગ્રંથરૂપ ચારિત્રને દુરંત સંસારનો હેતુ હોવાને કારણે અધર્મરૂપ કહેલ છે. તેથી એ ફલિત થાય કે નિષ્નવોનો ભાવ અશુભ છે, તેથી તેઓની ચારિત્રની આચરણા પણ ધર્મરૂપ નથી. તેથી જો પૂજામાં ભાવ હિંસાનો છે અને પૂજાની ક્રિયા ભક્તિની ક્રિયા છે તેમ સ્વીકારીને પાર્શ્વચંદ્ર પૂજામાં ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ કહે, તો તેના કથન પ્રમાણે પૂજાની ક્રિયાને ધર્મધર્મરૂપ મિશ્ર કહી શકાય નહિ, પરંતુ અધર્મરૂપ જ કહી શકાય.