________________
૧૨૯૧
પ્રતિમાશતક | શ્લોક : ૮૫ સાધુની નદી ઊતરવાની ક્રિયામાં હિંસાનું ઉત્પાદન નથી પરંતુ હિંસાની ઉત્પત્તિ છે - તેના દ્વારા, શ્રાવકની પૂજાની ક્રિયાની હિંસામાં અને સાધુની નદી ઊતરવાની ક્રિયાની હિંસામાં કોઈપણ તથ્થભેદ નથી, પરંતુ સ્વકપોલ કલ્પના વડે પાર્જચંદ્રની સ્વમતિકલ્પતા વડે મુગ્ધજનના મનને વિનોદમાત્રરૂપ છે=પાર્જચંદ્રના મતના અનુયાયી એવા મુગ્ધલોકોના મનને પોતાનો મત નિર્દોષ છે, તે પ્રકારના વિનોદમાત્રને કરનાર છે, એ પ્રકારે ભાવ છે.
પૂર્વમાં કહ્યું કે શ્રાવકની પૂજાની ક્રિયામાં હિંસાનું ઉત્પાદન છે અને સાધુની નદી ઊતરવાની ક્રિયામાં હિંસાની ઉત્પત્તિ છે. એમ કહીને પૂર્વપક્ષી પાર્થચંદ્ર દ્રવ્યસ્તવમાં મિશ્રપક્ષ છે અને સાધુની નદી ઊતરવાની ક્રિયામાં મિશ્રપક્ષ નથી, એમ જે કહે છે તે તથ્ય વગરનું છે. તેને ‘તથાદિ' થી ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે –
તથાદ .... સમાન, હિંસાનુષક્ત ધર્મવ્યાપારમાં=હિંસાથી યુક્ત એવા ભગવાનની ભક્તિરૂપ ધર્મવ્યાપારમાં, સાધ્યત્વા વિષયતાથી=સાધ્યત્વાખ્યવિષયતાસંબંધથી, હિંસા વિષયક હિંસાનુકૂલકૃતિમત્વ ગૃહસ્થને છે=ભગવાનની ભક્તિ કરનાર શ્રાવકને છે, એમ જો પાર્જચંદ્ર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે, સાધુને કેમ નથી ? અર્થાત્ સાધુને હિંસાનુષક્ત ધર્મવ્યાપારરૂપ નદી ઊતરવાની ક્રિયામાં સાધ્યત્વાખ્યવિષયતાસંબંધથી હિંસાવિષયક હિંસાનુકૂલકૃતિમત્વ છે.
યતનાથી પરિવાર છે=સાધુ યતનાપૂર્વક નદી ઊતરે છે, તેથી યતવાને કારણે હિસાવિષયક હિંસાનુકૂલકૃતિમત્વનો પરિહાર છે, એમ પાર્લચંદ્ર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
ઉભયત્ર સમાન છે તનાપૂર્વક ભગવાનની ભક્તિ કરનાર શ્રાવકમાં અને યતતાપૂર્વક નદી ઊતરનાર સાધુમાં સમાન છેઃહિસાવિષયક હિંસાનુકૂલકૃતિમત્વનો પરિવાર સમાન છે.
અહીં પૂર્વપક્ષી પાર્જચંદ્ર કહે કે શ્રાવકની દ્રવ્યસ્તવની કૃતિમાં હિંસાત્વાવચ્છિન્નસાધ્યત્વાખ્યવિષયતા છે=પુષ્પાદિ જીવોની હિંસાથી યુક્ત ભગવાનની ભક્તિ કરવા રૂપ અંતરંગ વ્યાપાર સ્વરૂપ સાધ્યત્વાખ્યવિષયતા છે, અને સાધુની નદી ઊતરવાની ક્રિયામાં યતના હોવાને કારણે હિંસાત્વાવચ્છિન્નસાધ્યત્વાખ્યવિષયતા નથી=યતના હોવાને કારણે સાધુની નદી ઊતરવાની ક્રિયામાં હિંસાથી યુક્ત ભગવાનની આજ્ઞાના પાલનરૂપ સાધ્યત્વાખ્યવિષયતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
તો .. :, કૃતિમાં હિંસાત્વાવચ્છિન્નસાધ્યત્વાખ્યવિષયતાનો અભાવ પણ યંતમાન એવા બંનેમાં=વિધિપૂર્વક ભગવાનની પૂજા કરનાર શ્રાવકમાં અને વિધિપૂર્વક નદી ઊતરનાર સાધુમાં સમાન છે.
સંયમના પાલન અર્થે નદી ઊતરવી આવશ્યક હોય ત્યારે સાધુ નદી ઊતરે છે. તેથી સંયમની વૃદ્ધિના ઉપાયમાં યત્ન કરતા સાધુને નદી ઊતરતી વખતે જે હિંસા થાય છે, તે અશક્યપરિહારરૂપ છે, અને શ્રાવક તો ભગવાનની પૂજા પુષ્પાદિથી ન કરે તો હિંસાનો પરિહાર થઈ શકે. એ પ્રકારે પાર્જચંદ્રની શંકાના નિરાકરણ અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
મશવપરિદારોડપિ .... ક્ષrીયમ્ | પ્રસક્તના અકરણમાં પ્રત્યપાયતા ભયથી=સાધુને પ્રસક્ત એવી સંયમવૃદ્ધિ અર્થ નદી ઊતરવાની ક્રિયા ન કરવામાં કર્મબંધની પ્રાપ્તિરૂપ પ્રત્યપાયના ભયથી