________________
૧૨૪૪
પ્રતિમાશતક | શ્લોક : ૭૫-૭૬ વળી તે પરમપ્રતિષ્ઠા સ્થાપ્ય એવા પરમાત્મામાં સમાપત્તિથી થાય છે, અને તે સમાપત્તિ નિયોગના વાક્યોરૂપ અગ્નિ વડે કર્મમલ દગ્ધ થવાથી થાય છે.
આશય એ છે કે પ્રતિષ્ઠાવિધિ વખતે મુખ્ય દેવને ઉદ્દેશીને પરમાત્માને આત્મામાં નિયોજન કરવા માટે શાસ્ત્રવચનો બોલાય છે, એ નિયોગ વાક્યો છે; અને તે નિયોગ વાક્યોરૂપ અગ્નિથી આત્મામાં કર્મમળ બળે છે અર્થાત્ પ્રતિષ્ઠા કરાવનાર મહાત્મા ઉપયોગપૂર્વક પ્રતિષ્ઠાવિધિ કરતા હોય ત્યારે, જે પરમાત્માની પ્રતિષ્ઠા કરવાની છે, તે મુખ્ય દેવને ઉદ્દેશીને તેમને આત્મામાં સ્થાપન કરવા માટે નિયોગ વાક્યો બોલાય છે, અને પ્રતિષ્ઠા કરાવનાર તે વાક્યમાં ઉપયુક્ત થઈને હૈયાને સ્પર્શે તે રીતે યત્ન કરે ત્યારે તે નિયોગવાક્યો કર્મમળને બાળવા માટે અગ્નિ જેવાં બને છે, તેથી તે નિયોગવાક્યોરૂપ અગ્નિથી આત્મામાં રહેલ કર્મમળ બળે છે અને પ્રતિષ્ઠા કરાવનારનો આત્મા નિર્મળ બને છે અને નિર્મળ એવા મહાત્મા સ્થાપ્ય એવા પરમાત્માની સાથે સમાપત્તિને પામે છે અર્થાત્ પરમાત્માના તાત્ત્વિક સ્વરૂપથી પ્રતિષ્ઠા કરાવનાર મહાત્માનું ચિત્ત ઉપરંજિત બને છે અને વીતરાગના તાત્ત્વિક સ્વરૂપથી ઉપરંજિત થયેલું ચિત્ત વીતરાગભાવમય બની જાય છે. તેથી કષાયો ન સ્પર્શે એવો નિર્મળ કોટિનો વીતરાગપરમાત્મા સાથે તન્મયભાવસ્વરૂપ શ્રુતજ્ઞાનનો ઉપયોગ પ્રગટે છે, તે સ્થાપ્ય એવા પરમાત્માની સમાપત્તિ સ્વરૂપ છે, તે સમાપત્તિને પામીને આત્મામાં પરમાત્માના સ્વરૂપની મુખ્ય પ્રતિષ્ઠા થાય છે, અને તેનાથી ક્રમે કરીને જીવરૂપ લોઢાની સિદ્ધ કાંચનતા સ્વરૂપ પરમ પ્રતિષ્ઠા થાય છે. II૭૫ અવતરણિકા :
ननु एवमात्मनः प्रतिष्ठित्वेऽपि प्रतिमाया अप्रतिष्ठित्वं स्यात्, प्रतिष्ठाकर्तृगतादृष्टक्षये प्रतिमायाः पूज्यताऽनापत्तिश्चेत्यत आह - અવતરણિકાર્ય :
‘નથી પૂર્વપક્ષી શંકા કરે છે – આ રીતે=પૂર્વ શ્લોક-૭૫માં કહ્યું એ રીતે, આત્માનું પ્રતિષ્ઠિતપણું હોતે છતે પણ પ્રતિષ્ઠાવિધિથી પરમાત્મભાવનું આત્મામાં પ્રતિષ્ઠિતપણું હોતે છતે પણ, પ્રતિમાનું અપ્રતિષ્ઠિતપણું થાય=પ્રતિમામાં પરમાત્મભાવનું અપ્રતિષ્ઠિતપણું થાય, અને પ્રતિષ્ઠાકર્તગત=પ્રતિષ્ઠા કરાવનારમાં પ્રાપ્ત થયેલ, અદષ્ટનો ક્ષય થયે છતે પ્રતિમાની પૂજ્યતાની અનાપત્તિ થાય, એથી ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ :
પૂર્વે શ્લોક-૭૫માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં શક્તિ ઉત્પન્ન થતી નથી, પરંતુ પ્રતિષ્ઠાવિધિથી પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં ઉત્પન્ન થયેલ અદષ્ટ પ્રતિમાની પૂજાના ફળમાં પ્રયોજક છે; કેમ કે પ્રતિષ્ઠાવિધિથી પરમાત્માની પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં જ મુખ્ય પ્રતિષ્ઠા થાય છે, અને એમ સ્વીકારીએ તો એ પ્રાપ્ત થાય કે પ્રતિષ્ઠાવિધિથી આત્મા પરમાત્મભાવની પ્રતિષ્ઠાવાળો બને,