________________
૫૪
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૪
છે, તે કારણથી પ્રાયચ્છિત કહેવાય છે, અથવા પ્રાયઃ કરીને ચિત્તનું વિશોધક છે તેથી કરીને પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
(૧૭) સત્તરમું સૂત્ર ‘વો વિત્તિ' - ઇત્યાદિ મૂળમાં કહેલ છે, તે પાઠ દ્વારા સાક્ષાત્ બતાવે છે –
=
અપશ્ચિમ એવી મારણાન્તિકી સંલેખનાની જોષણાથી જુજિત દેહવાળા એ પ્રમાણે સમાસ છે. અહીં અમંગલ પરિહાર માટે પશ્ચિમને જ અપશ્ચિમ કહેલ છે. તેમાં અપશ્ચિમ એવી સંલેખના તે આ. મરણ જ જે અંત, તેમાં થનારી મારણાન્તિકી એવી સંલેખના તપોવિશેષ છે. સંલેખનાનો અર્થ કરે છે - આના વડે શરીર-કષાયાદિ સંલેખન કરાય છે, એથી સંલેખના એ તપોવિશેષ છે. તેની ‘નૂસળં ત્તિ’ – જોષણા=સેવા=આચરણા, તેના વડે=જોષણલક્ષણ ધર્મ વડે, ‘નૂસિયાળું ત્તિ’ સેવિત=તેનાથી યુક્ત, એ પ્રમાણે અર્થ જાણવો. અર્થાત્ અપશ્ચિમ મારણાંતિકી સંલેખનાની આચરણાથી સહિત એવા અથવા તો તેના વડે જોષિત=ક્ષપિતદેહવાળા, એ પ્રકારે અર્થ જાણવો અર્થાત્ છેલ્લી મારણાંતિકી સંલેખનાના સેવનથી ક્ષપિત દેહવાળા, તથા ભક્તપાનનું પ્રત્યાખ્યાન જેઓ વડે કરાયેલું છે, તેવા પાદપોપગમન-પાદપની=વૃક્ષની, જેમ ચેષ્ટારહિતપણા વડે રહેલા=વિશેષ પ્રકારના અનશનનો સ્વીકાર કરેલા, એ પ્રકારે અર્થ જાણવો. તથા કાલ=મરણકાળને, અનવકાંક્ષાવાળા=અનુત્સુક, એવા સાધુ અને સાધ્વીને વિહાર કરવા માટે=અનશન કરીને રહેવા માટે, બે દિશા સન્મુખ કેલ્પ છે. II૧૭।ા
एवमेतानि • સુમત્વાવિતિ । આ પ્રકારે આ દિશાસૂત્રો આદિથી અઢાર છે=પ્રથમ સૂત્ર પ્રવ્રજ્યા સંબંધી કહ્યું, ત્યાર પછી મુંડન વગેરે માટે ૧૬ સૂત્રો કહ્યાં, અને ત્યાર પછી ૧૭મું અનશન સંબંધી સૂત્ર સાક્ષાત્ કહ્યું. એ પ્રકારે કુલ-૧૮ દિશાસૂત્રો છે.
સર્વ દિશા સંબંધી વર્ણનમાં જે વ્યાખ્યાન કરેલ નથી તે સુગમપણું હોવાથી કરેલ નથી. ‘કૃતિ’ શબ્દ સ્થાનાંગસૂત્રની ટીકાની સમાપ્તિસૂચક છે.
ટીકા
अत्र हि दिग्द्वयाभिमुखीकरणमर्हच्चैत्यानां भूम्नाऽभिमुखीकरणायैवेति, तद्विनयस्य सर्वप्रशस्तकर्मपूर्वाङ्गत्वाद् गृहस्थस्याधिकारिणो लोकोपचारतद्विनयात्मकपूजायाः प्राधान्यमुचितमेवेति तात्पर्यम् ।
ટીકાર્ય :
अत्र हि કૃતિ । અહીંયાં=સ્થાનાંગ સૂત્રના પાઠમાં, આ ૧૮ પ્રકારની ક્રિયા કરવાની કહી, ત્યાં, બે દિશાનું અભિમુખકરણ ઘણા અર્હત્ ચૈત્યોના અભિમુખકરણ માટે જ છે.
*****
‘કૃતિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે.
આ કથનનું તાત્પર્ય શું છે, તે બતાવતાં કહે છે
-
‘તદિનવસ્ય ..... તાત્પર્યમ્ ।' તેના વિનયનું=અર્હત્ ચૈત્યોના વિનયનું, સર્વ પ્રશસ્ત કર્મમાં પૂર્વાંગપણું હોવાથી અધિકારી એવા ગૃહસ્થને લોકોપચારરૂપ તદ્ વિનયાત્મક પૂજાનું=અર્હત્ ચૈત્યોના વિનય સ્વરૂપ પૂજાવું, પ્રાધાન્ય ઉચિત જ છે, એ પ્રકારે તાત્પર્ય છે.