________________
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા | ગાથા-૧૫
38 ટીકાર્ય :
માવવોદિત દ્રવ્યસ્તવ પવા ભાવસ્તવને ઉચિત વીર્યપ્રાપ્તિનો ઉપાય પણ દ્રવ્યસ્તવ જ છે.
અહીં શંકા થાય કે, પ્રતિમાપાલનની જેમ દ્રવ્યસ્તવમાં અનિયમ છે અર્થાત્ જેમ શ્રાવકની પ્રતિમાના પાલન વગર પણ કોઈને સંયમની પ્રાપ્તિ થાય છે, તેમ દ્રવ્યસ્તવ વગર પણ ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે. તેથી પ્રતિમાપાલનમાં જેમ નિયમ નથી, તેમ ભાવસ્તવને ઉચિત એવી વીર્યની પ્રાપ્તિનો ઉપાય દ્રવ્યસ્તવ જ છે, એમ કહી શકાશે નહિ. તેથી તેનું સમાધાન આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
ર૪..... તિ લિપ્રતિમાપાલનની જેમ અનિયમ છે, એમ ન કહેવું; કેમ કે “નુત્ત પુન મો' ઇત્યાદિ પંચાશકની ગાથા વડે દ્રવ્યાધિવિશેષથી નિયમન કરેલ છે, અને ગુણસ્થાનકક્રમનો અવ્યભિચાર છે, એ પ્રમાણે દિશાસૂચન છે.
મત્ર . ચા અહીં પલશત તુલ્ય દ્રવ્યસ્તવ છે અને પર્વત તુલ્ય ભાવસ્તવ છે, એ પ્રકારનું રહસ્ય છે. I૧૯૫ા. ભાવાર્થ :
પૂર્વે ગાથા-૧૯૪માં કહ્યું કે, અલ્પવીર્યવાળો જીવ ભાવસ્તવ કરશે એ અસંભવ છે. તેમાં જ હેતુ આપવા માટે પ્રસ્તુત ગાથામાં ‘યથી જે કહેલ છે, એનાથી એ કહેવું છે કે, જે કારણથી આ ભાવસ્તવ ઉત્કૃષ્ટતર શુભ પરિણામરૂપ વીર્યની અપેક્ષા રાખે છે, તે કારણથી અલ્પવર્કવાળો જીવ પરિશુદ્ધ ભાવસ્તવ કરી શકે નહિ. આ રીતે પ્રસ્તુત ગાથાને યોજના પૂર્વ ગાથા-૧૯૪ સાથે સમજવું.
પ્રસ્તુત ગાથામાં એ કથનનો આશય બતાવતાં કહે છે કે, જીવ પાસે વીર્ય તો છે, પરંતુ શુભ પરિણામ પ્રવર્તાવી શકે તેવું ઉત્કૃષ્ટ વિર્ય શ્રાવક પાસે છે અને શુભ પરિણામ પ્રવર્તાવી શકે એવું ઉત્કૃષ્ટતર વીર્ય સાધુ પાસે છે. આથી જ શ્રાવક ભોગાદિ પ્રવૃત્તિ કરવા છતાં ભગવાનની ભક્તિ કે સાધુ આદિની ભક્તિ કરતો હોય છે ત્યારે, ભગવાનના ગુણોથી કે સાધુના ગુણોથી આત્માને રંજિત કરી શકે એવા શુભ પરિણામરૂપ ઉત્કૃષ્ટ વિર્યવાળો હોય છે; આમ છતાં તેની પાસે સાધુની જેમ આજીવન તપ-સંયમમાં ઉદ્યમ કરીને નિરવદ્ય જીવન જીવી શકે તેવું ઉત્કૃષ્ટતર વીર્ય નથી, તેથી શ્રાવક ભગવાનની ભક્તિ કરીને કે સાધુ આદિની ભક્તિ કરીને સો પલ જેટલો ભાર વહન કરવા સમર્થ છે. પરંતુ ભગવાનની ભક્તિના કાળમાં પણ જે શ્રાવકને વારંવાર સુદઢ યત્નની સ્કૂલનાઓ થતી હોય અને તેથી જ ઉત્તમ દ્રવ્યસામગ્રી હોવા છતાં શુભ પરિણામરૂપ વીર્ય સુદૃઢ રીતે પ્રવર્તાવી શકતો નથી, તેવો શ્રાવક સો પળ જેટલો ભાર પણ વહન કરવા સમર્થ નથી. તેમ છતાં ભાવાવેશમાં આવી જઈને આજીવન સર્વવિરતિ ગ્રહણ કરે તો સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવા સ્વરૂપ પર્વત જેટલા ભારને કેવી રીતે વહન કરી શકે ? અર્થાતુ ન કરી શકે. માટે ગ્રંથકારશ્રી કહે છે કે –
ભાવસ્તવને ઉચિત વીર્યની પ્રાપ્તિનો ઉપાય દ્રવ્યસ્તવ છે. માટે તેવા જીવોએ પ્રથમ દ્રવ્યસ્તવ સારી રીતે કરીને ભાવસ્તવને ઉચિત વીર્ય સંચય કરવો જોઈએ; કેમ કે રોજ ભગવાનની ભક્તિ, સુસાધુની ભક્તિ