________________
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા / ગાથા-૧૪
ગાથાર્થ :
અાવીર્યપણું હોવાથી દ્રવ્યસ્તવ પણ કરવા માટે જે સમર્થ થતો નથી, તે પરિશુદ્ધ ભાવસ્તવ કરશે, એ અસંભવ છે. II૧૯૪૫ ટીકા -
द्रव्यस्तवमपि कर्तुमौचित्येन न शक्नोति योऽल्पवीर्यत्वादेः (अल्पवीर्यत्वात्) स परिशुद्ध भावस्तवं करिष्यतीत्यसम्भव एव दलाभावात् ।।१९४।। ટીકાર્ય :
દ્રવ્યવપિ ..તામાવાન્ ! અલ્પવીર્યપણું હોવાથી દ્રવ્યસ્તવ પણ ઔચિત્યથી=પોતાની શક્તિના પ્રકર્ષથી, કરવા માટે જે સમર્થ થતો નથી, તે પરિશુદ્ધ ભાવાસ્તવ કરશે એ અસંભવ જ છે; કેમ કે દલનો અભાવ છે અર્થાત્ ભાવસ્તવને અનુકૂળ એવા મહાવીર્યરૂપ ઉપાદાનસ્વરૂપ દલનો અભાવ છે. I૧૯૪
પ્રતિમાશતક મુદ્રિત પ્રતમાં “કન્યવીર્થત્વારે' પાઠ છે, ત્યાં “કન્યવીર્થત્વા' પાઠ હોવો જોઈએ. ભાવાર્થ :
જે જીવો પાસે મોક્ષમાર્ગને અનુકૂળ યોગમાં પ્રવૃત્તિ કરવાનું અલ્પ વિર્ય પણ નથી, તેઓ ધર્મ કરવા સમર્થ નથી. આથી આવા જીવો કદાચ દ્રવ્યસ્તવ કરતા હોય તોપણ ઈહલોકાદિ આશંસાથી કરતા હોય છે, પરંતુ સંયમનું કારણ બને તેવું દ્રવ્યસ્તવ લેશ પણ કરતા નથી. વળી જેઓ પાસે સ્વશક્તિના પ્રકર્ષથી વિધિપૂર્વક દ્રવ્યસ્તવ સેવી શકે તેવું વિર્ય નથી અર્થાત્ જેઓ દ્રવ્યસામગ્રી જેવા બળવાન આલંબનથી પણ યોગમાર્ગમાં સુદઢ પ્રવૃત્તિ કરી શકતા નથી, તેઓ બાહ્ય દ્રવ્યસામગ્રીના આલંબન રહિત પરિશુદ્ધ ભાવસ્તવ કેવી રીતે કરી શકે ? અર્થાત્ અંતરંગ રીતે તેવા પ્રકારની વીર્યશક્તિરૂપ દલનો અભાવ હોવાને કારણે પરિશુદ્ધ ભાવસ્તવ કરી શકે નહિ.
અહીં ભાવસ્તવ કરી ન શકે તેમ ન કહેતાં પરિશુદ્ધ ભાવસ્તવ કરી ન શકે તેમ કહેવાથી એ કહેવું છે કે, તેઓ સંયમ ગ્રહણ કરીને માત્ર સંયમના આચારો પાળે કે ભગવાનના ગુણગાનરૂપ સ્તુતિ આદિ કરે - તેવો ભાવસ્તવ કરી શકે, પરંતુ સંયમસ્થાનના કંડકોમાં વર્તી શકે તેવો સાતિચાર કે નિરતિચાર એવો ભાવસ્તવ કરી શકે નહિ; કેમ કે ભાવસ્તવ કરવા માટે સાંસારિક ભાવોથી ચિત્ત વિમુખ થયેલું હોય તો જ સ્વાધ્યાય આદિ દ્વારા મોક્ષને અનુકૂળ સુદઢ યત્ન થઈ શકે. અને જેઓ પાસે તેવું સંચિત વીર્ય નથી, તેવા જીવોએ તો પ્રથમ દ્રવ્યસ્તવ કરીને જ શક્તિસંચય કરવો જોઈએ, અને જ્યારે બહુ વીર્ય સંચિત થઈ જાય પછી જ ભાવસ્તવમાં યત્ન કરવો જોઈએ. II૧૯૪