________________
પ્રતિમાશતક ભાગ-૩ | નવપરિજ્ઞા | ગાથા-૧૮૨
૩૭૩
પ્રસ્તુત ગાથાની ટીકામાં મુદ્રિત પુસ્તકમાં ‘પરમ્પરાય છે ત્યાં પંચવસ્તુક ગાથા-૧૨૯૧ની ટીકામાં ‘પરસ્પરયા' છે તે સંગત જણાય છે, તેથી તે પાઠ મુજબ અત્રે અર્થ કરેલ છે.
ત્ર ૪ વ્યતિરે - અહીં ‘કાર છે, તે વધારાનો ભાસે છે. ટીકાર્ય :
નવું... અનાલિબતામ્ II આ રીતે=વૈદિક આચાર્ય વડે કહેવાયેલ આગમપ્રયોગમાં માન=પ્રમાણ, વથી એ રીતે, અહીંયાં=વ્યતિકરમાં વાગીય હિંસારૂપ પ્રસ્તુત પ્રસંગમાં, પરંપરાથી ગુરુસંપ્રદાય=ગુરુપરંપરા, પણ પ્રમાણ નથી.
દષ્ટાંત કહે છે – જે રીતે સિત=સફેદ અને ઈતર=સફેદ સિવાય, રૂપવિશેષના સ્થાપનમાં સર્વે અનાદિમાન જાતિ અંધોનું વચન પ્રમાણ નથી. ll૧૮૨ાા ભાવાર્થ :
મીમાંસક કહે કે, અમારા મતે કોઈ સર્વજ્ઞ નથી, પરંતુ વેદ અપૌરુષેય છે અને વેદનો અર્થ ગુરુપરંપરાથી યથાર્થ જ પ્રાપ્ત થયેલો છે, તેથી તે ગુરુપરંપરા પ્રમાણે અર્થ કરીને વેદવચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી ઇષ્ટફળની પ્રાપ્તિ થાય છે, માટે વેદવચન પ્રવૃત્તિના અંગભૂત સિદ્ધ થશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે –
વેદવચનાનુસાર યજ્ઞ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થશે, એ પ્રકારના પ્રસંગમાં, પરંપરાથી ગુરુનો સંપ્રદાય પણ પ્રમાણ નથી; કેમ કે જેમ સંસારમાં કોઈ જાતિઅંધોની અનાદિમાન પરંપરા હોય, તો તેઓ, આ રૂપ સફેદ છે અને આ રૂપ ઈતર છે, એ પ્રમાણે સ્થાપન કરી શકે નહિ; તે જ રીતે મીમાંસકના મતમાં જે અનાદિ ગુરુપરંપરા છે, તે સર્વ અતીન્દ્રિય પદાર્થને જોવા માટે જાત્યંધ જેવી છે. તેથી જેમ જાતિઅંધ પુરુષ આ સફેદ છે કે આ લાલ છે તેવો નિર્ણય કરી શકે નહિ, તેમ આ યજ્ઞ કરવાથી સ્વર્ગ મળશે કે નહિ મળે તેવો નિર્ણય તમારી અનાદિ ગુરુપરંપરા કરી શકે નહિ. આમ છતાં સ્વમતિકલ્પનાથી તેઓ “અમારાં વેદવચનો અપૌરુષેય છે માટે પ્રમાણ છે” તેમ કહીને, યજ્ઞાદિમાં પ્રવૃત્તિ કરીને હિતાર્થી જીવોને ઉન્માર્ગમાં પ્રવર્તાવે છે, તે પ્રમાણભૂત બને નહિ. પરંતુ જાત્કંધ પુરુષ પણ જેમ કોઈ દેખતાના વચનથી નિર્ણય કરીને કહી શકે, કે આ વસ્ત્ર સફેદ છે અને આ વસ્ત્ર ઈતર લાલ વગેરે છે, તેમ જાલંધ જેવી અમારી શ્વેતાંબરની ગુરુપરંપરા, સર્વજ્ઞના વચનથી નિર્ણય કરીને કહી શકે, કે આ દ્રવ્યસ્તવ કરવાથી જીવ ક્રમસર સર્વવિરતિ વગેરે પામીને વીતરાગ થાય છે અને મોક્ષમાં જાય છે, અને જો સંસારમાં રહી આરંભાદિ કરે તો દુર્ગતિમાં જાય છે; કેમ કે અમારી ગુરુપરંપરા જાયંધ હોવા છતાં તેના મૂળ પ્રવર્તક સર્વજ્ઞ છે. જ્યારે વૈદિક આચાર્યોની પરંપરામાં મૂળ પ્રવર્તક કોઈ દેખતો એવો સર્વજ્ઞ પુરુષ નથી, માટે તે ગુરુપરંપરા પ્રમાણ થશે નહિ. II૧૮ચા