________________
૩૩
પ્રતિમાનાતક ભાગ-૩ નવપરિણા / ગાથા-૧૭છે. માટે મીમાંસક કહે છે કે, જે લૌકિક શબ્દો છે તે વૈદિક શબ્દો છે, અને જે લૌકિક શબ્દોનો અર્થ છે તે જ વૈદિક શબ્દોનો અર્થ છે. આમ કહીને વેદવચનોથી અર્થનો બોધ પુરુષને થઈ શકે છે, તેમ મીમાંસક સ્થાપન કરે છે. તે તેમનું વચન સંગત નથી, એ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – - જન્મ રિજિજૂએ અને આ રીત=લોકિક વચનોમાં અને વેદવચનોમાં વૈધર્યું છે અને લૌકિક વચન કરતાં અપૌરુષેય એવા વેદવચનનો અર્થભેદ પણ જોવાયો છે એ રીતે, જે લૌકિક છે તે જ વૈદિક છે=જે લૌકિકનો અર્થ છે તે જ વૈદિકનો અર્થ છે, એ પ્રમાણે જે મીમાંસક કહે છે, એ યત્કિંચિતઅર્થ વગરનું છે. I૧૭૬ ભાવાર્થ :
પૂર્વે ગાથા-૧૭૫માં સિદ્ધ કર્યું કે, લૌકિક વચનોથી વેદવચનોનું કથંચિત્ વૈધર્મ જોવાયેલું છે. તે જ પ્રસ્તુત ગાથામાં બતાવે છે –
લૌકિક વચનો પૌરુષેય છે અને વેદવચનો અપૌરુષેય છે, એ પ્રકારે મીમાંસક માને છે. તેથી પૌરુષેય અને અપૌરુષેયરૂપ વૈધર્મ લૌકિકવચનમાં અને વેદવચનમાં છે.
વળી, સ્વર્ગ-ઉર્વશી વગેરેને કહેનારા શબ્દો લોકમાં પ્રસિદ્ધ નથી, પરંતુ વેદવચનોથી જ સ્વર્ગ-ઉર્વશી વગેરે શબ્દોનો અર્થભેદ પણ જોવાયેલો છે.
આશય એ છે કે, લૌકિક વચનો દૃષ્ટ પદાર્થમાં સંકેત આપીને પ્રવૃત્ત છે. જેમ કે, ઘટ-પટ આદિ દૃષ્ટ પદાર્થોમાં ઘટ-પટાદિના સંકેતથી લૌકિક વચનો પ્રવર્તે છે અને તેથી જ લૌકિક વચનો દ્વારા લોકપ્રસિદ્ધ વ્યવહાર ચાલે છે. અને સ્વર્ગ-ઉર્વશી જગતમાં કાંઈ દેખાતા નથી, પરંતુ વેદવચનો દ્વારા નક્કી થાય છે કે, અતિ સુખમય એવું સ્વર્ગ ક્યાંક છે, અને તે સ્વર્ગમાં ઉર્વશી વગેરે અપ્સરાઓ છે. તેથી વેદવચનોનો અર્થ લૌકિક વચનોના અર્થ કરતાં જુદા પ્રકારનો છે; કેમ કે વેદવચનોનો અર્થ લોકમાં જોવાયેલા પદાર્થો કરતાં જુદા પ્રકારનો છે. લૌકિક વચનોનો અર્થ લોકમાં જોવાયેલા પદાર્થોની જ ઉપસ્થિતિ કરાવે છે, અને સ્વર્ગઉર્વશી વગેરે લોકમાં જોવાયેલા નથી, આમ છતાં લોકમાં જે સ્વર્ગ, ઉર્વશી વગેરેના અર્થો પ્રાપ્ત થાય છે, તે વેદના વચનથી જ પ્રાપ્ત થાય છે, તેથી સ્વર્ગ ઉર્વશી વગેરે વેદવચનો દ્વારા લૌકિક વચનો કરતાં કાંઈક જુદા અર્થને બતાવનારા આ શબ્દો છે, તેવો બોધ થાય છે.
આનાથી નક્કી થાય છે કે, જેમ લૌકિક વચનોમાં અને વેદવચનોમાં પૌરુષેય અને અપૌરુષેયરૂપ વૈધર્મ છે, તેમ લૌકિક વચનો કરતાં અપૌરુષેય એવાં વેદવચનો જુદો અર્થ પણ બતાવે છે, કેમ કે સ્વર્ગ, ઉર્વશી વગેરેના અર્થો વેદ જ બતાવી શકે છે. વેદવચનના આધાર વગર લોક સ્વર્ગ, ઉર્વશી વગેરેના અર્થો બતાવી શકતો નથી. માટે વેદવચનોથી વાચ્ય અર્થ લૌકિક વચનોના વાચ્ય અર્થ કરતાં જુદો છે, તેમ નક્કી થાય છે. જ્યારે મીમાંસક કહે છે કે, જે લૌકિક શબ્દો છે તે જ વૈદિક શબ્દો છે અને જે લૌકિક શબ્દોનો અર્થ છે, તે જ વૈદિક શબ્દોનો અર્થ છે. આમ કહીને વેદવચનોમાં અર્થપ્રકાશનની અતીન્દ્રિય શક્તિ નથી, એમ મીમાંસક સ્થાપન કરે છે, અને કહે છે કે, વેદવચનથી અર્થનો નિર્ણય થઈ શકશે, અને વેદવચનો અપૌરુષેય