SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪3 પ્રતિમાશતક ભાગ-૩/ રાવપરિજ્ઞા / ગાથા-૧૬૩-૧૪ ટીકાર્ય : તથનિવૃા ... જાથા તે કારણથી=ભગવાન કૃતકૃત્ય હોવાથી પૂજકને કોઈ ઉપકાર કરતા નથી તે કારણથી, હેતુભૂત=સંયમના હેતુભૂત, એવી અધિક હિંસાની નિવૃત્તિ દ્વારા અહીં=પૂજાદિમાં, નિયમથી=નક્કી, ગુણાંતર નથી. એથી કરીને પૂજાગત હિંસા સદોષ જ જ્ઞાતવ્ય=જાણવા યોગ્ય, છે; કેમ કે (પૂજાથી) કોઈને પણ ઉપકાર થતો નથી. ૧૬૩ “ખેતતા' પાઠ ટીકામાં છે, ત્યાં “તિ તાતા' પાઠની સંભાવના છે. ભાવાર્થ : ભગવાન કૃતકૃત્ય હોવાથી પૂજક ઉપર તુષ્ટ થઈને પૂજકને સંયમાદિની પ્રાપ્તિ કરાવતા નથી કે મોક્ષની પ્રાપ્તિ કરાવતા નથી, તેથી પૂજા કરવાથી ભગવાનને તુષ્ટિ આદિ થવારૂપ કોઈ ઉપકાર પૂજકને થતો નથી, અને પૂજામાં જે જીવોની હિંસા થાય છે તેમને પણ કોઈ ઉપકાર થતો નથી, પરંતુ ભગવાનની પૂજાથી પૃથ્વી આદિ જીવોની હિંસા જ કેવલ પ્રાપ્ત થાય છે; અને ગ્રંથકારશ્રીએ પૂર્વમાં કહ્યું કે, પૂજાથી અધિક હિંસાની નિવૃત્તિ દ્વારા ગુણાંતરની પ્રાપ્તિ થાય છે, તેવું પણ કાંઈ થતું નથી; કેમ કે ભગવાન તુષ્ટ થઈને અધિક હિંસાની નિવૃત્તિ કરાવીને ગુણાંતરની પ્રાપ્તિ કરાવતા નથી. એથી કરીને પૂજાદિગત હિંસા સદોષ કર્મબંધનું કારણ જ છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. અહીં વિશેષ એ છે કે, સામાન્યથી જોનારને એમ લાગે કે, પૂજા કરવાથી પૂજ્ય ખુશ થાય, પૂજ્ય તુષ્ટ થઈને પૂજકનું હિત કરે. પરંતુ ભગવાન કોઈના ઉપર ખુશ થતા નથી, તેથી પૂજાથી તુષ્ટિ આદિરૂપ ઉપકાર થતો નથી, માટે પૂજા વ્યર્થ છે. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ll૧૬૩ અવતરણિકા : अत्रोत्तरं - અવતરણિકાર્ય : અહીં ઉત્તર કહે છે અર્થાત્ પૂર્વપક્ષીએ ગાથા-૧૬૨/૧૬૩માં જે પ્રસંગ આપ્યો, તેનો ઉત્તર ગ્રંથકારશ્રી કહે છે – ગાથા - "उवगाराभावे वि हु चिंतामणिजलणचंदणाईणं । વિદિવસ નાફ તેદિતા સો સિમિvi” iાર૬૪ ગાથાર્થ : ચિંતામણિ, અગ્નિ અને ચંદનાદિથી ઉપકારના અભાવમાં પણ વિધિસેવક એવા પુરુષને તેનાથી= ચિંતામણિ, અગ્નિ અને ચંદનાદિથી તેaઉપકાર, થાય છે. આ=ચિંતામણિ આદિથી ઉપકાર થાય છે એ, લોકમાં પ્રસિદ્ધ છે. I૧૬૪ll
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy