SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિક્ષાગાથા-પ૫-૧૫૬ કરાવીને ભગવાનના મંદિરનું નિર્માણ ઘણા દોષની નિવૃત્તિને કરે છે, માટે જિનભવનાદિના નિર્માણમાં થતી પૃથ્વી આદિ જીવોની હિંસા કરતાં અધિક દોષનું નિવારણ થાય છે. અધિક દોષના નિવારણ અર્થે જ જિનભવનાદિનું નિર્માણ છે અને તે યતનાપૂર્વક કરતાં સંયમનો પરિણામ થાય છે, માટે તત્ત્વથી દોષની નિવૃત્તિપ્રધાનવાળી આ યતના છે, એ પ્રમાણે બુદ્ધિમાનોએ જાણવું, એમ ગ્રંથકારશ્રી કહે છે. અહીં વિશેષ એ છે કે, જિનભવનાદિના નિર્માણકાળમાં જે કોઈ અલ્પજીવોને પીડા થાય છે, તેના કરતાં જિનમંદિરનું નિર્માણ થવાથી ઘણા જીવોને તત્ત્વની પ્રાપ્તિ થાય છે અને ભગવાનની ભક્તિ કરીને ઘણા જીવો સંયમને પામશે. તેથી જિનમંદિરના નિર્માણમાં જે જીવોની હિંસા થાય છે, તેના કરતાં વિરતિની પ્રાપ્તિથી ઘણી અહિંસાની વૃદ્ધિ થાય છે, અને જે જીવો તત્ત્વને પામ્યા તે જીવોના નિમિત્તને પામીને વળી ઘણા નવા જીવોને પણ તત્ત્વની પ્રાપ્તિ થશે. આ સર્વે અહિંસાના પ્રવાહનું મૂળ કારણ જિનભવનનું નિર્માણ છે. તેથી જિનભવનમાં થતી બાહ્ય હિંસા, અને ભગવાનની ભક્તિની આરાધના કરીને થતી અહિંસા, એ બંનેમાં ખાબોચિયા અને સમુદ્ર જેટલું મહાન અંતર છે; કેમ કે યત્કિંચિત્ જીવોની હિંસાથી ઘણી અહિંસાની પરંપરા છે. II૧પપા ગાથા - "सा इह परिणयजलदलविसुद्धरुवा उ होइ विण्णेया । अत्थव्वओ महंतो सव्वो सो धम्महेउ त्ति" ।।१५६।। ગાથાર્થ : અહીંયાં જિનભવનાદિમાં, તેવતના, પરિણત=રાસુકજલ અને દલની વિશુદ્ધિરૂપ જ જાણવી. અર્થવ્યય મહાન થાય છે, તોપણ સર્વે તે=અર્થવ્યય, ધર્મનું કારણ છે. ૧૫ “ત્તિ' શબ્દ પાદપૂર્તિ માટે છે. ટીકા : सा यतनेह जिनभवनादौ परिणतजलदलविशुद्धिरूपैव भवति प्रासुकग्रहणेनार्थव्ययो यद्यपि महान् भवति, तथापि सर्वोऽसौ धर्महेतुः स्थाननियोगादिति गाथार्थः ॥१५६।। ટીકાર્ય : સ ...જાથા છે. અહીંયાં જિનભવનાદિમાં, તેeતના, પરિણત=ાસક, જલ અને દલની વિશુદ્ધિરૂપ જ હોય છે. જોકે, પ્રાસકગ્રહણથી અર્થવ્યય મહાન થાય છે, તોપણ સર્વે આ=અર્થવ્યય, ધર્મનું કારણ છે; કેમ કે સ્થાને વિયોગ છે એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૫૬ાા ભાવાર્થ - જિનભવનનું નિર્માણ કરતી વખતે પરિણત=પ્રાસુકજલ અને પરિણત દલ=કાષ્ઠાદિ ગ્રહણ કરવાનાં છે.
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy