________________
- ૩૨૧
પ્રતિમાશક ભાગ-૩ નવપરિણા | ગાથા-૧પર
યતનામાવશુદ્ધિઓ પ્રામાણિક, યતના વડે હેતુહિંસાનો અભાવ હોતે છતે અને ભાવશુદ્ધિ દ્વારા અનુબંધ હિંસાનો અભાવ હોતે છતે સ્વરૂપથી પર્યવસાન જ અલ્પપણું છે અને “ પવિ મોવાસા' રિઆ પણ પીડા પણ, મોક્ષફળવાળી ઈષ્ટ છે, એ પ્રમાણે પ્રાર્ ઉક્તપણું હોવાથી=પૂર્વે ગાથા-૧૪૨ના ઉત્તરાર્ધમાં કહેલ હોવાથી, અલ્પ પણ તેનાથી બંધ નથી, એ પ્રમાણે પ્રામાણિકો કહે છે.
હવે સિદ્ધાંતકારો કર્મબંધને માનનાર જે સિદ્ધાંત છે તેને આશ્રયીને કહેનારા જે કહે છે, તે બતાવે છે –
અનુમિત્ત વિ... સેન્તિ : || પરવસ્તુને આશ્રયીને અણુમાત્ર પણ કોઈને બંધ કહેલો નથી.” એ પ્રમાણે સિદ્ધાંતકાર કહે છે. (આ નિશ્ચયનયનો મત છે.) ૧૫રા ભાવાર્થ :
ગ્લાનાદિની પ્રતિચરણામાં=સેવામાં, કોઈ સાધુ યતનાપૂર્વક પ્રવર્તતા હોય તોપણ, ગ્લાનાદિની શારીરિક સ્થિતિ એવી હોવાથી તેમને સ્થાનાંતર કરવામાં બધી પૂંજવા-પ્રમાર્જવાની ક્રિયાનું સમ્યગુ પાલન થઈ શકે નહિ, આમ છતાં શક્યતા પ્રમાણે જે સાધુ યતના કરતા હોય, અને જે કાંઈ દોષો અનન્ય ઉપાયરૂપે સેવાતા હોય, તેમાં જે હિંસા છે તે માત્ર સ્વરૂપહિંસા છે; કેમ કે શક્ય એટલી યતના તે સાધુ કરે છે, તેથી હેતુહિંસા નથી, અને આ પ્લાનની વૈયાવચ્ચ કરવાથી હું તેમના સંયમની વૃદ્ધિમાં સહાયક થાઉં કે તેમના સંયમના પરિણામના રક્ષણમાં સહાયક થાઉં, તેવો શુભ અધ્યવસાય હોય છે, તેથી સામેની વ્યક્તિના સંયમની વૃદ્ધિનું કારણ બને તે જ રીતે કરાતી વૈયાવચ્ચમાં અલ્પ પણ કર્મબંધ થતો નથી, એટલું જ નહિ પરંતુ વૈયાવચ્ચે સાથે અવિનાભાવિ સ્વરૂપહિંસા પણ અનુબંધથી અહિંસારૂપ હોવાને કારણે મોક્ષફળવાળી છે.
પ્રસ્તુતમાં જિનભવનાદિમાં ભગવાનની ભક્તિ માટે અનિવાર્ય એવી જે પુષ્પાદિ જીવોની હિંસા થાય છે, તે હિંસા ફક્ત સ્વરૂપહિંસા છે, અને જિનભવનાદિના નિર્માણ આદિથી પોતાનો ભગવાનની ભક્તિનો ભાવ વૃદ્ધિમતું થાય છે, તેથી શ્રાવકને પૂજામાં હિંસાકૃત લેશ પણ કર્મબંધ નથી.
વળી, કર્મબંધના સિદ્ધાંતને માનનારા કહે છે કે, હિંસાની ક્રિયા=પ્રાણવધરૂપ ક્રિયા, હિંસ્યમાન જીવમાં પ્રાપ્ત થાય છે. તેથી જે જીવ હિંસાની ક્રિયામાં નિમિત્તમાત્ર છે, તે જીવને હિંસાકૃત કર્મબંધ થઈ શકે નહિ, પરંતુ હિંસ્યમાન જીવમાં કરાતી હિંસાના કાળમાં સંસારી જીવને તે ક્રિયાનિમિત્તક જે રાગાદિ ભાવો થાય છે, તત્કૃત કર્મબંધ થાય છે; અને ભગવાનની ભક્તિના કાળમાં વિવેકી શ્રાવકનું ચિત્ત ભગવાનના વિતરાગાદિ ભાવો પ્રત્યે આસન્ન બને છે, તેથી પૂજાકાળમાં રાગાદિના ઉચ્છેદમાં જીવનો યત્ન હોય છે, તેથી હિંસ્યમાન જીવમાં થતી હિંસાથી લેશ પણ કર્મબંધ થતો નથી, અને અંતરંગ ભાવોથી ફક્ત નિર્જરાની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સૈદ્ધાંતિકો કહે છે.
અહીં વિશેષ એ છે કે, યતના ધર્મનો સાર છે, તેમ કહ્યું ત્યાં, “યતના” શબ્દથી અંતરંગ અને બહિરંગ બંને યતનાનું ગ્રહણ છે. તેમાં બહિરંગ યતના હેતુહિંસાના નિવર્તનનું કારણ બને છે, અને ભાવશુદ્ધિ માટે કરાતો અંતરંગ યત્ન એ અંતરંગ યતનારૂપ છે અને તે અંતરંગ યતના અનુબંધહિંસાના નિવર્તનનું કારણ બને છે. તે આ રીતે –