SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ટીકાર્ય ઃ સની • નિનાયતનમ્ ।। સદા સર્વત્ર ક્ષેત્રમાં જિનોનો અભાવ હોતે છતે જીવોની ભાવઆપત્તિમાં જીવોનો વિસ્તાર પામવાનો ગુણ, અહીં=લોકમાં, તેમનું આયતન=જિનોનું આયતન અર્થાત્ જિનભવન છે. ||૧૩૯૦૫ પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૩૯–૧૪૦ ભાવાર્થ: હંમેશાં સર્વ ક્ષેત્રોમાં જિનો હોતા નથી અર્થાત્ મહાવિદેહ ક્ષેત્રની વીશ વિજયોમાં સદા હોવા છતાં તે તે વિજયોમાં પણ સદા સર્વત્ર જિનો હોતા નથી, એક ગ્રામ-નગરમાં હોય ત્યારે અન્ય ગ્રામ-નગરોમાં ન હોય, અને ભરત-ઐરવત ક્ષેત્રમાં પણ સદા જિનો હોતા નથી. આ રીતે ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતા, તેથી જિનેશ્વરોનાં સદા વિનય-ભક્તિ આદિ કરવાં એ જીવો માટે દુષ્કર છે. તેથી તેમનાં વિનયભક્તિ આદિ નહિ કરવા સ્વરૂપ ભાવઆપત્તિ તે જીવોને પ્રાપ્ત થાય છે, અને જીવોનો તે ભાવઆપત્તિથી નિસ્તા૨ ક૨વા માટેનો અનુકૂળ ગુણ નક્કી જિનાયતન છે અર્થાત્ જિનાયતનનું નિર્માણ કરવું, તેમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવી ઇત્યાદિ જીવોને નિસ્તાર પામવાના ગુણરૂપ છે. આશય એ છે કે, ભગવાને સન્માર્ગ સ્થાપીને લોકો ઉપર મહાન ઉપકાર કર્યો છે, તેથી વિષમ એવા પણ સંસારમાં મુગ્ધ જીવો પણ ભગવાનના બતાવેલા માર્ગથી સંસારસાગરને તરે છે; અને જીવને ભગવાનનો માર્ગ પ્રાપ્ત થયો હોય તે જીવ હંમેશાં યાદ કરે છે કે, પરમાત્માનો મારા ઉપર અનન્ય ઉપકાર છે. જો આ માર્ગ પરમાત્માએ સ્થાપ્યો ન હોત તો હું આ સંસારમાં ઘણી વિડંબનાને પામત, પરંતુ આ ભગવાને બતાવેલા માર્ગથી અવશ્ય હું આ સંસારસમુદ્રના પારને પામીશ. તેથી ભગવાનનો ઉપકાર યાદ કરીને તેમના પ્રત્યેની ઊઠેલી ભક્તિને અભિવ્યક્ત ક૨વાનું સ્થાન સાક્ષાત્ જિનેશ્વર પરમાત્મા વિચરતા હોય તો તે જ છે, પરંતુ જ્યારે સાક્ષાત્ જિનેશ્વર પરમાત્માનો વિરહ પ્રાપ્ત થાય છે, ત્યારે જિનેશ્વરોના આયતનમાં રહેલી ભગવાનની મૂર્તિની ભક્તિ કરીને શ્રાવક પોતાના કૃતજ્ઞતા ગુણને અભિવ્યક્ત કરી શકે છે. એટલું જ નહિ પણ ભગવાનની ભક્તિ દ્વારા ભગવાને બતાવેલા માર્ગ પ્રત્યે અહોભાવ પણ વધારે છે અને આથી જ ભગવાનની પૂજા કરીને શ્રાવક સર્વવિરતિના સામર્થ્યનો સંચય કરે છે, અને જો જિનમૂર્તિ ન હોય તો આ ભાવઆપત્તિનું નિવારણ થઈ શકે નહિ. II૧૩૯॥ અવતરણિકા -- પૂર્વે ગાથા-૧૩૯માં કહ્યું કે, જિનમંદિરનું નિર્માણ એ ભાવઆપત્તિના નિસ્તરણના=નિવારણના ગુણરૂપ છે. તે જિનમંદિર નિર્માણ કરવાથી બીજા કયા ગુણો થાય છે, તે પ્રસ્તુત ગાથા-૧૪૦માં બતાવે છે - ગાથા: “तब्बिंबस्स पइट्ठा साहुणिवासो अ देसणाइ अ । इक्किक्कं भावावइनित्थरणगुणं तु भव्वाणं" ।। १४०।।
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy