SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૩૭ જે દુષ્ટ અને ઈષ્ટ વડે વિરુદ્ધ ન હોય અર્થાત્ તૃતીયસ્થાનસંક્રાંત હોય તથા શુદ્ધબુદ્ધિથી= મધ્યસ્થપણાથી, વિચારીને સંભવત્=સંભવી શકે તેવા સ્વરૂપવાળું જે હોય, પરંતુ અત્યંત અસંભવી ન હોય કૃતિ=f=એ વચન, પ્રવૃત્તિનિમિત્તક છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ।।૧૩૭॥ ૩૦૯ ભાવાર્થ ઃ પૂર્વે ગાથા-૧૩૬માં સ્થાપન કર્યું કે, શાસ્ત્રવચનમાત્ર પ્રવૃત્તિનિમિત્તક બનતું નથી. ત્યાં શંકા થાય કે, તો કયું શાસ્ત્રવચન પ્રવૃત્તિનિમિત્તક બને છે ? તેના જવાબરૂપે ગ્રંથકારશ્રી કહે છે અહીંલોકમાં, વિશિષ્ટ જ વચન પ્રવૃત્તિનિમિત્તક બને છે અને તે વિશિષ્ટ વચન કયું હોઈ શકે ? તે સ્પષ્ટ કરતાં કહે છે - જે વચન દૃષ્ટથી પણ વિરુદ્ધ ન હોય અને ઇષ્ટથી પણ વિરુદ્ધ ન હોય, તે દૃષ્ટ-ઇષ્ટઅવિરુદ્ધરૂપ ત્રીજા સ્થાનમાં જે વચન સંક્રાંત છે, તે વચન વિશિષ્ટ વચન છે. જેમ ચક્ષુથી દેખાય છે કે, જ્યાં એક મનુષ્ય બેઠેલો હોય ત્યાં બીજો મનુષ્ય બેસી શકતો નથી, આ પ્રકારની યુક્તિને ગ્રહણ કરીને કોઈ કહે કે, જ્યાં એક મનુષ્ય બેઠેલો હોય ત્યાં બીજો મનુષ્ય બેસી શકતો નથી, તેમ જે વસ્તુમાં રૂપ હોય છે, તે વસ્તુમાં તે સ્થાનમાં રસ ન રહી શકે, પરંતુ રૂપ અન્યભાગાવચ્છેદેન હોય છે અને ૨સ અન્યભાગાવચ્છેદેન હોય છે, આ પ્રકારનું વચન દૃષ્ટવિરુદ્ધ છે, તેથી વિચારક પુરુષ સ્વીકારે નહિ; કેમ કે રૂપ અને રસ એક સ્થાનમાં પ્રત્યક્ષથી દેખાય છે, માટે પૂર્વની યુક્તિ દૃષ્ટવિરુદ્ધ છે. તે જ રીતે આત્માને જેઓ એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માને છે, તે દૃષ્ટિવિરુદ્ધ છે માટે તેવું શાસ્ત્ર પ્રમાણ કહી શકાય નહિ. વળી આત્મકલ્યાણ માટે ઇષ્ટ સત્શાસ્ત્રો છે; કેમ કે તે આત્માનું એકાંત હિત સાધનારાં છે, માટે જે શાસ્ત્રનું વચન સત્ શાસ્ત્રના અન્ય વચનથી વિરુદ્ધ હોય તે વચન ઇષ્ટથી વિરુદ્ધ કહેવાય. જેમ કે સત્ શાસ્ત્રો જ જીવને હિંસાથી અટકાવીને મોક્ષ સાધવાનો ઉપદેશ આપે છે, અને તે વચનનો વ્યાઘાત કરે તેવું કોઈ અન્ય વચન તે જ શાસ્ત્રમાં હોય તો તે શાસ્ત્ર ઇષ્ટવિરુદ્ધ છે. જેમ કે મોક્ષ માટે હિંસાદિ ન કરવાં જોઈએ, એવું વેદવચન છે, જે સર્વ દર્શનોને માન્ય છે. આમ છતાં તે વેદમાં ભૂતિકામના માટે યજ્ઞને કહેનારું વચન, મોક્ષ માટે હિંસાના નિષેધ કરનારા વચનનું વિરોધી વચન છે. તેથી તે વેદનું વચન ઇષ્ટથી વિરોધી વચન છે; કેમ કે જો મોક્ષ માટે હિંસાનો નિષેધ હોય તો સ્વર્ગાદિની કામના માટે હિંસા ક૨વી તે ઉચિત ગણાય નહિ. તેથી ઈષ્ટથી વિરુદ્ધ એવું તે વેદનું વચન પ્રવૃત્તિનિમિત્તક બને નહિ, પરંતુ જે વચનં દૃષ્ટ અને ઇષ્ટ બંનેથી અવિરુદ્ધ હોય તે જ વચન પ્રવૃત્તિનિમિત્તક બને છે. જેમ સર્વજ્ઞનું વચન ‘મા હિંસ્યાત્ સર્વભૂતાનિ' એ પ્રકારનું છે. તેથી મોક્ષના અર્થીએ કોઈ જીવની હિંસા કરવી જોઈએ નહિ, એ અર્થ પ્રાપ્ત થાય. અને હિંસા શું પદાર્થ છે તે પણ નયસાપેક્ષ બતાવેલ છે. તે આ રીતે – * વ્યવહારનયથી બાહ્યજીવોની હિંસા એ હિંસા પદાર્થ છે.
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy