________________
૨૬૮
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિણા/ ગાથા-૧૦૭
અવતરણિકા :
एतदेव स्पष्टयति - અવતરણિકાર્ય -
આને જ સ્પષ્ટ કરે છે=ભાવલેશ જો અમોઘ હોય તો એ રીતે જ દ્રવ્યસ્તવ પણ અમોઘ છે, એમ પૂર્વે કહ્યું એ જ સ્પષ્ટ કરે છે –
ગાથા -
"कज्जं इच्छंतेणं अणंतरं कारणं पि इठं ति । जह आहारजतितिं इच्छंतेणेह आहारो" ।।१०७।।
ગાથાર્થ :
જેમ અહીંયાં લોકમાં, આહારથી પેદા થયેલ તતિને ઈચ્છનારા વડે આહાર ઈષ્ટ છે, તેમ કાર્યના ઇચ્છનારા વડે અનંતર કારણ પણ ઈષ્ટ જ છે. II૧૦I
ટીકા :
कार्यमिच्छताऽनन्तरमक्षेपकफलकारिकारणमपीष्टमेव भवति, कथमित्याह-यथाऽऽहारजां तृप्तिमिच्छतेह लोके आहार इष्ट इति गाथार्थः ।। ટીકાર્ચ -
મિચ્છતા .... જાથાર્થ | કાર્યને ઇચ્છનારા વડે અનંતર અક્ષેપકલકારી કારણ ઈષ્ટ જ હોય છે.
કઈ રીતે? એથી કરીને કહે છે – અહીં=લોકમાં, જેમ આહારથી થયેલ તૃપ્તિને ઇચ્છનારા વડે આહાર ઈષ્ટ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
પૂર્વે કહ્યું કે, તૃપ્તિને ઇચ્છતો તૃપ્તિના અનંતર કારણ આહારને ઇચ્છે છે, તેમ ભાવને ઇચ્છતો ભાવના અનંતર કારણ એવા દ્રવ્યસ્તવને ઇચ્છે છે, તેથી તીર્થકરને દ્રવ્યસ્તવ અનુમત છે. ત્યાં શંકા થાય છે, તૃપ્તિનું અનંતર કારણ આહાર છે, પરંતુ ભાવસ્તવ તો સંયમરૂપ છે અને તેનું અનંતર કારણ દ્રવ્યસ્તવ નથી. આ પ્રકારની શંકાનું નિરાકરણ કરવા માટે કહે છે – ___ अ(उ)पार्द्धपुद्गलपरावर्त्तव्यवधानेनापि भावस्तवे द्रव्यस्तवस्य हेतुत्वात्कथमनन्तरं कारणत्वमिति चेत् ? ऋजुसूत्रादिनयेन कथञ्चित्, तन्नये तत्स्थलीयानन्तरभावस्यैव पुरस्काराद्, व्यवहारनयेन तु द्वारेण द्वारिणोऽन्यथासिद्ध्यभावादनन्तरकारणत्वमविरुद्धमेवेति व्युत्पादितमध्यात्ममतपरीक्षादौ T૧૦૭T