________________
૨૪૬
પ્રતિમાશતક ભાગ-૩સ્તવપરિજ્ઞા) ગાથા-૮૯-૯૦
ટીકા :
'तत्कृत्स्नगुणोपेतं सत्सुवर्णं तात्त्विकं न शेषकं युक्तिरिति युक्तिसुवर्णं, नापि नामरूपमात्रेण बाह्येन, एवमगुणः सन् भवति साधुः ।।८।। ટીકાર્ય :
તનમુનો - સાપુ: I તેના સુવર્ણના, સંપૂર્ણ ગુણોથી સહિત છતું સુવર્ણ તાત્વિક છે, શેષ યુક્તિસુવર્ણ તાત્વિક નથી. યુક્તિ એટલે યુક્તિસુવર્ણ, તેમ બાહ્ય એવા તામરૂપ માત્ર હોવાને કારણે અગુણ છતો સાધુ થતો નથી. IIcell
અહીં મૂળ ગાથામાં યુ િશબ્દ છે, તેનાથી યુક્તિસુવર્ણ ગ્રહણ કરવું. ભાવાર્થ -
જે સુવર્ણની કષાદિથી પરીક્ષા કરવામાં આવે તે સુવર્ણ, સુવર્ણના સંપૂર્ણ ગુણોથી યુક્ત હોય તો તે તાત્ત્વિક સુવર્ણ છે, શેષ યુક્તિસુવર્ણ એ તાત્ત્વિક સુવર્ણ નથી.
યુક્તિસુવર્ણ એટલે યુક્તિથી સુવર્ણના વર્ણ જેવું બનાવેલું હોય, પરંતુ સુવર્ણના ગુણવાળી ધાતુ ન હોય તે યુક્તિસુવર્ણ કહેવાય.
વળી, પ્રસ્તુત ગાથામાં સુવર્ણની પરીક્ષાને સાધુમાં યોજન કરતાં કહે છે કે, નામરૂપમાત્ર એવા બાહ્ય વેશથી સાધુ, પણ ઉપરમાં વર્ણન કર્યું એ રીતે કષાદિ ગુણવાળો ન હોય તો તે સાધુ નથી.
આશય એ છે કે, કષથી સાધુ જેવી વેશ્યા હોય તો કાંઈક અંશે ગુણસંપત્તિ છે, તોપણ વેશ્યાને અનુરૂપ ઉચિત આચરણા સાધુમાં નહિ હોવાથી તે ભાવથી સાધુ નથી. અને કષને અનુરૂપ વેશ્યા પણ હોય અને તે વેશ્યાને અનુરૂપ ઉચિત સાધ્વાચારનું પાલન પણ કરતો હોય, તો સાધુના ઘણા ગુણો તેમનામાં હોય, આમ છતાં કોઈ અપકાર કરનારા આવે ત્યારે તેમના પ્રત્યે સાધુને જો ઈષદ્ દ્વેષ થાય, તો તે અંશમાં સાધુના ગુણોથી યુક્ત નથી. અને કદાચ તાપથી પણ સાધુના ગુણો હોય અને તેથી અપકારી પ્રત્યે અનુકંપા પણ કરતો હોય, આમ છતાં આપત્તિ આવે ત્યારે અતિનિશ્ચલ ચિત્ત ન હોય અને આર્તધ્યાન આદિમાં પ્રવર્તે તો તાડનથી શુદ્ધ એવું પૂર્ણ સાધુપણું નથી, પરંતુ કાંઈક મલિનતાવાળું સાધુપણું છે. llcલા ગાથા -
"जुत्तीसुवनयं पुण सुवनवण्णं तु जइ वि कीरिज्जा ।
ण हु होइ तं सुवन्नं सेसेहिं गुणेहिंऽसंतेहिं" ।।१०।। ગાથાર્થ -
વળી, યુક્તિસુવર્ણ જોકે સુવર્ણ વર્ણવાળું કરાય છે, પરંતુ શેષ ગુણો અવિધમાન હોવાથી તે સુવર્ણ થતું નથી. I©TI