________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૮૪-૮૫
ગાથાર્થ ઃ
૪૧
૨
અહીં=સંસારમાં, શિવનો ઉપદેશ આપતો હોવાના કારણે (ભાવસાધુ) મોહવિષનો ઘાત કરે છે, રસાયણ થાય છે, ગુણથી મંગલાર્થ કરે છે, “યોગ્ય છે એથી કરીને વિનીત છે. માર્ગાનુસારિતા એ પ્રદક્ષિણાવર્તતા છે, “ગુરુ હોવાને કારણે ગંભીર છે, ક્રોધાગ્નિ વડે અદાહ્ય છે અને ‘સદા શીલનો ભાવ હોવાને કારણે અકુથનીય છે. ૮૪-૮૫)
છે
* ગાથા-૮૫માં ‘તદ્દા દોડ્’ અહીં ‘તા’ શબ્દ ‘અને’ અર્થમાં છે અને ‘હોર્’ શબ્દ ‘છે’ અર્થમાં છે.
ટીકા
इह मोहविषं घातयति केषाञ्चिच्छिवोपदेशात्, तथा रसायनं भवत्यत एव परिणतान्, मुख्यगुणतश्च मङ्गलार्थं करोति प्रकृत्या विनीतश्च योग्य इति कृत्वा ।।८४।।
मार्गानुसारिता सर्वत्र प्रदक्षिणावर्त्तता, गम्भीरश्चेतसा गुरुस्तथा भवति, क्रोधाग्निनाऽदाह्यो, ज्ञेयोऽकुथनीयः सदोचितेन शीलभावेन । ८५ ।।
ટીકાર્થ ઃ
इह કૃતિ કૃત્વા ।। અહીંયાં=સંસારમાં, (૧) શિવનો ઉપદેશ આપતા હોવાથી (ભાવસાધુ) કેટલાકના મોહવિષનો ઘાત કરે છે. (૨) આ જ કારણથી=શિવનો ઉપદેશ આપતા હોવાથી, પરિણતો પ્રત્યે રસાયણ થાય છે. (૩) મુખ્ય ગુણથી મંગલાર્થને કરે છે. (૪) યોગ્ય છે એથી કરીને પ્રકૃતિથી વિનીત છે.
.....
मार्गानुसारिता
શીનમાવેન ।। (૫) સર્વત્ર માર્ગાનુસારિતા એ પ્રદક્ષિણાવર્તતા છે, (૬) ચિત્તથી ગંભીર છે તે ગુરુ છે (૭) અને ક્રોધાગ્નિ વડે અદાહ્ય છે. (૮) સદા=હંમેશાં, ઉચિત શીલભાવ હોવાને કારણે અકુથતીય છે. ૮૪-૮૫
ભાવાર્થ :
પૂર્વે ગાથા-૮૩માં સુવર્ણના આઠ અસાધારણ ગુણ બતાવ્યા. તે આઠ અસાધારણ ગુણોને દાન્તિક ભાવસાધુમાં યોજન કરે છે. તે આ રીતે –
(૧) સુવર્ણમાં ગુણ છે કે તે ખાનારના વિષનો નાશ કરે છે. તેમ શિવનો ઉપદેશ આપતા હોવાના કારણે ભાવસાધુ કેટલાકના મોહરૂપ વિષનો નાશ કરે છે.
(૨) સુવર્ણ જેમ વયનું સ્તંભન કરે છે માટે રસાયણ છે, તેમ ભાવસાધુ શિવનો ઉપદેશ આપતા હોવાને કારણે પરિણત જીવોની પરિણતિનું ઉપદેશ દ્વારા સ્તંભન કરે છે–સ્થિરીકરણ કરે છે, માટે રસાયણ છે.
(૩) સુવર્ણ જેમ મંગલના પ્રયોજનવાળું છે, તેમ ભાવસાધુ મુખ્ય ગુણથી મંગલ માટે થાય છે અર્થાત્