________________
૨૪
પ્રતિમાશતક ભાગ-૩ સપરિડાગાથા-૭૧-૭૨
ભાવાર્થ :" ભગવાનના વચનાનુસાર ગીતાર્થની આચરણા એ ગીતાર્થનો વિહાર છે. આમ છતાં ગીતાર્થવિહાર કહ્યો, એ ગીતાર્થની આચરણા સાથે ગીતાર્થ સાધુનો અભેદ ઉપચાર કરીને કહેલ છે, અને તેનાથી એ બતાવવું છે કે, ગીતાર્થ સાધુના બોધ સાથે તેમની આચરણાનો અભેદ છે અને તેમની આચરણા ભગવાનના વચનાનુસાર છે. તે બતાવવા માટે ગીતાર્થ અને વિહારનો અભેદ ઉપચાર કરેલ છે. - સારાંશ એ છે કે, ગીતાર્થવિહારથી ગીતાર્થનો બોધ અને ગીતાર્થની પ્રવૃત્તિનો અભેદ બતાવવો છે અને ગીતાર્થનો બોધ યથાર્થ છે માટે તેની પ્રવૃત્તિ પણ ભગવાનના વચનાનુસાર જ છે.
વળી, ગીતાર્થનો વિહાર એ સ્થાનાંતર ગમનસ્વરૂપ નથી, પરંતુ સંયમજીવનમાં વિહરણ સ્વરૂપ સંયમની આચરણા સ્વરૂપ છે.
એક ગીતાર્થવિહાર અને બીજો ગીતાર્થમિશ્રિત વિહાર, આ બેથી ત્રીજો વિહાર ભગવાને કહેલ નથી, એમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, જે સાધુઓ ગીતાર્થનિષિદ્ધ પ્રવૃત્તિ કરે છે, તેઓ ગીતાર્થરહિત સ્વતંત્ર વિતરણ કરે છે.
ગાથા-૧૯/૭૦માં જે કથન કર્યું અને ગાથા-૭૦ના અંતે કહ્યું કે, આ જ કારણથી પૂર્વાચાર્યો આ કહે છે, અને તે કથન પ્રસ્તુત ગાથા-૭૧માં છે, અને તેનો સંબંધ આ રીતે છે –
શાસ્ત્રમાં - (૧) ગીતાર્થવિહાર અને (૨) ગીતાર્થમિશ્રિત વિહાર, આ બે વિહાર કહેલ છે. તેથી જેઓ ગીતાર્થવિહાર અને ગીતાર્થમિશ્રિત વિહારવાળા છે, એ બેમાં જ વિરતિભાવ છે, અન્યમાં નહિ. તેથી જે સાધુ સ્વમતિવિકલ્પથી ગીતાર્થને છોડીને શુદ્ધ ભિક્ષા આદિમાં પ્રવૃત્તિ કરે છે, તેઓ પ્રજ્ઞાપનીય હોય તોપણ તેમનામાં વિરતિભાવનો બાધ થાય છે; કેમ કે વર્તમાનમાં તેઓ ગીતાર્થની નિશ્રામાં નથી, પરંતુ પ્રજ્ઞાપનીય હોવાને કારણે જ્યારે તેઓ ગીતાર્થ દ્વારા પ્રતિબોધ પામીને ગીતાર્થમિશ્રિત થાય છે, ત્યારે ફરી તેમનામાં વિરતિભાવ આવે છે, આમ છતાં જ્યારે ગીતાર્થમિશ્રિત નથી, ત્યારે પણ તેમની ચારિત્રની ક્રિયા પ્રધાનદ્રવ્યક્રિયા છે; અને જેઓ અપ્રજ્ઞાપનીય છે, તે સાધુની તે નિર્દોષ ભિક્ષાચર્યાદિની પ્રવૃત્તિ સંયમને અનુરૂપ હોવા છતાં ગીતાર્થમિશ્રિત નહિ હોવાથી વિરતિભાવને બાધ કરે છે, એટલું જ નહિ, પરંતુ તેમની ચારિત્રની ક્રિયા અપ્રધાનદ્રક્રિયા છે અર્થાત્ તુચ્છક્રિયા છે. I૭૧ાા અવતરણિકા:
अस्य भावार्थमाह - અવતરણિકાર્ય :
આતો એક ગીતાર્થવિહાર અને બીજો ગીતાર્થમિશ્રિત વિહાર કહેલ છે, આ બેથી ત્રીજા વિહાર ભગવાન વડે અનુજ્ઞાત નથી, એમ પૂર્વે ગાથા-૭૧માં કહ્યું એનો, ભાવાર્થ કહે છે –