________________
પ્રતિમાશતક ભાગ-૩ / સ્તવપરિજ્ઞા | ગાથા-૧૬-૧૭
૨૧૫ ટીકા -
एवमेव मध्यस्थः सत्राऽऽज्ञातः क्वचित्प्रवर्तमानो वस्तुनि शैक्षग्लानाद्यर्थं पुष्टालम्बनतोऽप्रवृत्त एव ज्ञातव्यो ज्ञानाद्यर्थं प्रवृत्तावाश्रवस्यापि परिश्रवत्वादिति ॥६६॥ ટીકાર્ય -
વમેવ .. રિઝવત્વાતિ આ રીતે જ=પૂર્વે ગાથા-૬૫માં કહ્યું કે, કાયોત્સર્ગમાં રહેલા, કોઈક વડે નદીમાં ફેંકાયેલા તપસ્વી મહાત્મા હિંસામાં અપ્રવૃત જ છે, એ રીતે જ, મધ્યસ્થ છતાં આજ્ઞાથી કોઈક વસ્તુમાં શૈક્ષ-ગ્લાનાદિ માટે પુષ્ટાલંબનને કારણે પ્રવર્તેલા મુનિ અપ્રવૃત જ જાણવા; કેમ કે જ્ઞાનાદિ અર્થે પ્રવૃત્તિમાં આશ્રવનું પણ પરિશ્રવપણું છે=આશ્રવ પણ નિર્જરારૂપ છે. lissuu
“તિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. ભાવાર્થ -
જે રીતે કાયોત્સર્ગમાં રહેલા, કોઈક વડે મોહથી=અજ્ઞાનથી, નદીમાં ફેંકાયેલા મુનિને મધ્યસ્થભાવ હોવાને કારણે અપૂકાયની વિરાધનાકૃત કર્મબંધ થતો નથી, પરંતુ ધ્યાનાદિકૃત સંવરભાવને કારણે નિર્જરા થાય છે; કેમ કે તે મહાત્મા મધ્યસ્થ છે=રાગ-દ્વેષથી પર છે, અને તેથી જ ઉચિત પ્રવૃત્તિરૂપ ધ્યાનમાં યત્નવાળા છે; તે જ રીતે મધ્યસ્થ મુનિરાગ-દ્વેષના પરિણામથી પર એવા મુનિ, ભગવાનની આજ્ઞા ઉચિત પ્રવૃત્તિ કરવાની છે તેથી,તે આજ્ઞાથી પુષ્ટાલંબનને કારણે શૈક્ષ-ગ્લાનાદિ માટે કોઈ વસ્તુમાં=કૃત્યમાં પ્રવર્તેલા હોવા છતાં અપ્રવૃત્ત જ છે.
આશય એ છે કે, શૈક્ષ-ગ્લાનાદિ માટે કોઈ દોષિત ભિક્ષા વગેરેના ગ્રહણનો પ્રસંગ કારણે પ્રાપ્ત થાય ત્યારે, મધ્યસ્થભાવ હોવાને કારણે ગીતાર્થ મુનિ કેવળ ભગવાનની આજ્ઞાથી પ્રવર્તે છે, તોપણ તે દોષિત ભિક્ષામાં થતી હિંસામાં અપ્રવૃત્ત જ જાણવા; કેમ કે શૈક્ષ-ગ્લાનાદિના અને પોતાના રત્નત્રયીના પરિણામના રક્ષણ માટે તે પ્રવૃત્તિ કરે છે. તેથી સ્થૂલ વ્યવહારથી દોષિત ભિક્ષાગ્રહણ વગેરેમાં પ્રવૃત્તિ છે, તે આશ્રવરૂપ છે, તોપણ પરમાર્થથી તે પરિશ્રવરૂપ છે અર્થાત્ કર્મની નિર્જરારૂપ છે; કેમ કે કર્મબંધ એ જીવના પરિણામથી થાય છે, અને શૈક્ષ-ગ્લાનાદિ માટે પુષ્ટાલંબનથી પ્રવૃત્તિ વખતે શૈક્ષ-ગ્લાનાદિની રત્નત્રયીની વૃદ્ધિ થાય એવો અધ્યવસાય ગીતાર્થ મુનિને હોય છે, વળી આજ્ઞાપાલનનો અધ્યવસાય હોય છે, જે અધ્યવસાય પોતાની રત્નત્રયીની વૃદ્ધિનું કારણ છે, તેથી તે અધ્યવસાય દ્વારા નિર્જરા થાય પણ કર્મબંધ થાય નહિ. માટે સ્થૂલ વ્યવહારથી દોષિત ભિક્ષા લાવવાની ક્રિયા આશ્રવરૂપ દેખાય છે, તે જ ક્રિયા પરમાર્થથી અધ્યવસાયની શુદ્ધિ દ્વારા નિર્જરાનું કારણ બને છે. કળા અવતરણિકા :
પૂર્વે ગાથા-૬૬માં કહ્યું કે જ્ઞાનાદિ માટે પ્રવૃત્તને આશ્રવ પણ પરિવરૂપ છે, ત્યાં પ્રશ્ન થાય કે આશ્રવ પરિશ્રવરૂપ કેમ બને છે ? તેથી કહે છે –