________________
૨૦
ભાવાર્થ ઃ
અહીં સમુદાયી તરીકે પ્રત્યેક શીલાંગનું ગ્રહણ છે અને સમુદાય તરીકે શીલાંગના અઢાર હજાર ભેદોનું ગ્રહણ છે. તેથી શીલાંગના અઢાર હજાર ભેદો મુનિમાં વિદ્યમાન હોય તો જ એક પણ શીલાંગ મુનિમાં વિદ્યમાન રહી શકે, તેથી અઢાર હજાર શીલાંગો મુનિમાં વિદ્યમાન હોય તો જ મુનિમાં મુનિભાવ રહી શકે, આ પ્રકારનું નિશ્ચયનયનું વચન છે. આથી જ જેમ એક આત્મપ્રદેશ ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, પરંતુ બધા આત્મપ્રદેશો સાથે જ અસ્તિત્વ ધરાવે છે; એ પ્રકારના દૃષ્ટાંતને લઈને નિશ્ચયનય કહે છે કે, અઢાર હજાર શીલાંગમાંથી એક પણ શીલાંગની મ્લાનિ થાય તો મુનિમાં સમભાવ નથી, માટે તે મુનિ મુનિ નથી; અને વ્યવહારનય તો ક્વચિત્ પ્રમાદને કારણે અઢાર હજાર શીલાંગમાંથી કોઈ એકાદ શીલાંગ મ્યાન થાય તોપણ, શેષ શીલાંગો મુનિમાં હોવાથી તેને મુનિ કહે છે, આમ છતાં, જે શીલાંગમાં ગ્લાનિ થાય તે અપેક્ષાએ તે મુનિને અતિચાર છે તેમ કહે છે. જેમ ચંડરુદ્રાચાર્યને જ્યારે ગુસ્સો વર્તે છે, ત્યારે તેમનામાં ક્ષમાગુણની મ્લાનિ છે, તેમ વ્યવહારનય કહે છે. IIકા
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૬૨-૬૩
અવતરણિકા :देव भाव
અવતરણિકાર્ય :
આને જ ભાવત કરે છે અર્થાત્ પૂર્વે ગાથા-૬૨માં કહ્યું કે, એક આત્મપ્રદેશ જેમ અસંખ્યાત પ્રદેશસંગત છે, તેની જેમ શેષ શીલાંગના સદ્ભાવમાં જ એક શીલાંગ હોઈ શકે છે, પરંતુ કેવળ એક શીલાંગ સ્વતંત્ર પ્રાપ્ત થતું નથી. એ કથન જેમ જીવપ્રદેશના દૃષ્ટાંતથી કહ્યું, હવે એ જ કથન પદાર્થની દૃષ્ટિએ શું છે, એને જ ભાવન કરે છે
-
ગાથા:
" जम्हा समग्गमेयं पि सव्वसावज्जजोगविरईओ । तत्तेणेगसरूवं न खंडरूवत्तणमुवेइ" ।। ६३ ।।
ગાથાર્થ ઃ
જે કારણથી સમગ્ર એવું આ પણ=શીલાંગ પણ, સર્વસાવધયોગથી વિરતિ તત્ત્વન=અખંડપણા વડે, એકસ્વરૂપ વર્તે છે, ખંડરૂપપણાને પામતી નથી. II93II
ટીકા
यस्मात्समग्रमेतदपि शीलाङ्गं सर्वसावद्ययोगाद्विरतिरेवाखंडत्वेनैकस्वरूपं वर्त्तते, न खण्डरूपत्वमुपैत्यतः केवलाङ्गाभाव इति ।। ६३ ।।