________________
૧૯૪
ટીકા -
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૪૭-૪૮-૪૯-૫૦
प्रतिभोत्स्यन्तेऽन्ये प्राणिन इति भावार्जितकर्मणस्तु सकाशात्प्रतिपत्तिर्भावचरणस्य मोक्षैकहेतोरुपजायते, तदेव भावचरणं संयमः शुद्धः इति ॥ ५० ॥
ટીકાર્ય :
प्रतिभोत्स्यन्तेऽन्ये કૃતિ ।। અન્ય પ્રાણીઓ=અન્ય જીવો, પ્રતિબોધને પામશે, એ પ્રમાણે ભાવથી અર્જિત કર્મના કારણે મોક્ષૈકહેતુ એવા=મોક્ષના એક કારણ એવા, ભાવચરણની પ્રતિપત્તિ=પ્રાપ્તિ, થાય છે, અને તે જ=એ જ, ભાવચરણ શુદ્ધ સંયમ છે. ।।૫૦ના
.....
* મૂળ ગાથા-૫૦માં ‘વંચિય’ છે, તે જ ટીકામાં ‘વેવ'થી કહેલ છે, અને પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૧૫૯માં વં પિય=તદેવ એ પ્રમાણે ટીકામાં કહેલ છે.
ગાથા-૪૮માં કહેલ ‘યસ્માત્’નો અન્વય ગાથા-૫૦ સુધીના કથન સાથે છે, એનાથી એ સિદ્ધ થાય છે કે, સમ્યગ્ ભાવપૂર્વકની કરાયેલી જિનબિંબની પ્રતિષ્ઠા દ્વારા સુગતિઓની પ્રાપ્તિ દ્વારા યાવત્ ભાવચરણરૂપ શુદ્ધ સંયમની પ્રાપ્તિ થાય છે અને ભાવચરણરૂપ શુદ્ધ સંયમ એ મુક્તિનું કારણ બને છે.
ભાવાર્થ
=
વિવેકસંપન્ન શ્રાવક સંયમનો તીવ્ર અર્થી હોય છે, તેથી પ્રતિષ્ઠાકાળમાં તેને પરિણામ થાય છે કે, આ ભગવાનનાં દર્શનથી અનેક જીવો પ્રતિબોધને પામશે અને ક્રમે કરીને સંસારસાગરના પારને પામશે. તેથી એ પ્રકારના તીવ્ર પ્રશસ્ત અધ્યવસાયથી બંધાયેલું કર્મ તેને ભાવચારિત્રની પ્રાપ્તિનું કારણ બને છે; કેમ કે પુણ્યાનુબંધીપુણ્ય હંમેશાં ક્ષયોપશમભાવથી અનુવિદ્ધ હોય છે; જે ભાવચારિત્રના રાગથી સંવલિત એવા અધ્યવસાયથી બંધાયેલું હોય છે, અને તેથી તે વિપાકમાં આવે છે ત્યારે, ચારિત્રની પ્રાપ્તિના કારણભૂત બાહ્યસામગ્રીનું મેલન થાય છે અને સાથે સંયમનો રાગ ઉલ્લસિત થાય છે, તેથી તે અધ્યવસાય ભાવચારિત્રની પ્રાપ્તિનું કારણ બને છે અને એ જ ભાવચારિત્રની પ્રાપ્તિ શુદ્ધ સંયમ છે.
ગાથા-૪૦થી ૫૦નો સારાંશ - દ્રવ્યસ્તવથી પ્રાપ્ત થતું ફળ –
વૈભવસંપન્ન શ્રાવક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવે છે તે વખતે તેને મુખ્ય ત્રણ પ્રકારના અધ્યવસાયો હોય છે અને તેનું કાર્ય ગાથા-૪૭થી ૫૦માં બતાવ્યું છે, તે આ પ્રમાણે –
(૧) જિનબિંબની પ્રતિષ્ઠા કરતી વખતે, આ જિનમંદિરમાં હું લોકોત્તમ એવા તીર્થંકરની પ્રતિમાને સ્થાપન કરું એવો શુભ અધ્યવસાય હોય છે, જેનાથી બંધાયેલું પુણ્ય પોતાને સુગતિમાં સ્થાપન કરવાનું કારણ બને છે, અને આ અધ્યવસાય આ લોક કે પરલોકની આશંસાથી રહિત માત્ર ભગવાનના ગુણોના રાગથી હોવાને કારણે એકાંતે વિશુદ્ધ હોવાથી પોતાને જે સુગતિની પ્રાપ્તિ થાય છે, તે સંપૂર્ણ નિર્દોષ હોય છે.