________________
૧૮૬
પ્રતિમાશતક ભાગ-૩/ નવપરિણા/ ગાથાજન્યતાવચ્છેદકફલવૃત્તિ જે કલ્યાણત્વ જાતિ છે, તેની વ્યાપ્ય જાતિ બે છે – (૧) શુભઆશ્રવત્વ અને (૨) નિર્જરાત; કેમ કે શુભયોગથી શુભાશ્રવ અને નિર્જરારૂપ કલ્યાણ પેદા થાય છે. તેથી કલ્યાણત્વની વ્યાખ્યા જાતિ – (૧) શુભાશ્રવત્વ અને (૨) નિર્જરાત્વ છે, અને તે જાતિથી અવચ્છિન્ન શુભાશ્રવ અને નિર્જરારૂપ બે પૃથક કાર્યો છે. તેથી શુભાશ્રવત્વજાત્યવચ્છિન્ન કાર્ય પ્રતિ સાભિધ્વંગ શુભયોગનું હેતુપણું છે, અને નિર્જરા–જાત્યવચ્છિન્ન કાર્ય પ્રતિ નિરભિમ્પંગ શુભયોગનું હેતુપણું છે. જેથી કરીને આની અશુદ્ધ એવા શુભયોગની અને શુદ્ધ એવા શુભયોગની, ઉપપત્તિ છે, એ પ્રમાણે ન્યાયમાર્ગ છે.
આશય એ છે કે, સાભિધ્વંગ ચિત્તવાળા શ્રાવકો જ્યારે દ્રવ્યસ્તવ કરે છે, ત્યારે મુખ્યરૂપે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે અને ગૌણરૂપે નિર્જરા થાય છે. જ્યારે નિરભિવંગ ચિત્તવાળા યતિઓ ભગવાનના ગુણકીર્તનરૂપ શુભયોગમાં વર્તે છે, ત્યારે મુખ્યત્વે નિર્જરા થાય છે, અને કાંઈક પ્રશસ્ત કષાય ત્યાં હોય છે તેથી ગૌણરૂપે પુણ્યાનુબંધી પુણ્યબંધ થાય છે, તેથી એ પ્રાપ્ત થાય છે કે, શ્રાવકોનું ચિત્ત દ્રવ્યસ્તવ કરતી વખતે અભિળંગવાળું હોવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, તેથી તેમનો શુભયોગ અશુદ્ધ છે; અને યતિનો શુભયોગ મુખ્યરૂપે નિર્જરારૂપ કાર્ય કરે છે તેથી યતિનો શુભયોગ શુદ્ધ છે.
અથવા શુભયોગસામાન્યજન્યતાવચ્છેદક ફલવૃત્તિ જે કલ્યાણત્વ જાતિ છે, તેની વ્યાપ્ત જાતિ બે છે – (૧) અભ્યદયત્વ અને (૨) નિઃશ્રેયસત્વ. અને તે જાતિથી અવચ્છિન્ન અભ્યદય અને નિઃશ્રેયસરૂપ બે પૃથફ કાર્યો થાય છે. તેથી અભ્યદયત્વજાત્યવચ્છિન્ન કાર્ય પ્રતિ સાભિવંગ શુભયોગનું હેતુપણું છે અને નિઃશ્રેયસત્વજાત્યવચ્છિન્ન કાર્ય પ્રતિ નિરભિમ્પંગ શુભયોગનું હેતુપણું છે. એથી કરીને અશુદ્ધ એવા શુભયોગની અને શુદ્ધ એવા શુભયોગની ઉપપત્તિ છે, એ પ્રમાણે ન્યાયમાર્ગ છે.
આશય એ છે કે, સાભિધ્વંગ ચિત્તવાળા શ્રાવકો જ્યારે દ્રવ્યસ્તવ કરે છે, ત્યારે તેમના એ શુભયોગથી શુભાશ્રવ દ્વારા અભ્યદયરવર્ગાદિની પ્રાપ્તિ થાય છે; અને નિરભિમ્પંગ ચિત્તવાળા યતિઓ જ્યારે ભગવાનના ગુણકીર્તનરૂપ શુભયોગમાં પ્રવર્તે છે, ત્યારે તેમના એ શુભયોગથી નિર્જરા દ્વારા નિઃશ્રેયસની=મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રાવકનો એ શુભયોગ પુણ્યાનુબંધી પુણ્યના અર્જન દ્વારા સુગત્યાદિની પ્રાપ્તિ કરાવે છે, જ્યારે યતિના એ શુભયોગથી મુખ્યત્વે નિર્જરા થાય છે, અને નિર્જરા દ્વારા તેનાથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
યદ્યપિ સરાગ સંયમને રાગાંશની મુખ્યતાએ સ્વર્ગનું કારણ કહેલ છે, તોપણ તે વિવફા સરાગ સંયમ અને વીતરાગ સંયમને સામે રાખીને કરેલ છે. પરંતુ જ્યારે સાધુ અને શ્રાવકના શુભયોગની તુલના કરવામાં આવે, ત્યારે શ્રાવકનું ચિત્ત બાહ્ય પદાર્થમાં અભિવૃંગવાળું છે જ્યારે યતિનું ચિત્ત નિરભિવંગ છે, તે અપેક્ષાએ સરાગ સંયમવાળા યતિઓ પણ મુખ્યરૂપે નિર્જરા કરે છે તેમ કહેવાય છે. અને વીતરાગ સંયમવાળા યતિઓ અને સરાગ સંયમવાળા યતિઓ એ બેની અપેક્ષાએ વિચારણા કરવામાં આવે ત્યારે, સરાગ સંયમવાળા યતિને સંયમ પ્રત્યેનો પ્રશસ્ત રાગ વર્તતો હોવાથી પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે, પરંતુ શ્રાવકના શુભયોગ કરતાં સરાગ સંયમવાળા યતિના શુભયોગમાં નિર્જરાનો યોગ પ્રધાન છે. આજ