________________
૧૭૨
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૩૮ ભાવસ્તવનો અહેતુ છે. ત્યાં, ઉચિત નથી એનો અર્થ કર્યો કે ભાવસ્તવનું અંગ નથી, અને ત્યાં અંગ શબ્દ ભાવસ્તવનો હેતુ કારણ એ અર્થમાં વપરાયેલો છે. તેથી ઉચિત નથી એનો અર્થ ભાવતવના હેતુરૂપ અંગ નથી, એ પ્રાપ્ત થાય છે. અને તેમ સ્વીકારીએ તો હેતુ અને સાધ્ય સમાન બની જાય છે, કેમ કે ભગવાનની પૂજા ભાવસ્તિવના હેતુરૂપ અંગ નથી. તેમાં હેતુ માવતવાહેતુત્વા–ભાવસ્તવનો અહેતુ છે, માટે હેતુ અને સાધ્ય એક બની જાય છે તેથી આ સ્થાનમાં જેમ સાધ્ય સિદ્ધ નથી તેમ હેતુ પણ સિદ્ધ નથી, તેનો અર્થ પ્રાપ્ત થાય છે. તેથી આવું અનુમાન થઈ શકે નહિ. માટે હેતુ કરતાં સાધ્યને જુદો બતાવવા માટે ગ્રંથકારશ્રી સ્પષ્ટતા કરે છે કે, “ઉચિત નથી' એ સાધ્યનો અર્થ અપ્રધાનથી ભિન્ન દ્રવ્યસ્તવરૂપે વ્યપદેશ્ય નથી કહેવા યોગ્ય નથી, અને સાધ્યનો આવો અર્થ કરવાથી તેને સાધ્ય કરીને ‘માવર્તવાદેતુત્વ'ને હેત કહેવાથી હેતુ અને સાધ્ય જુદા પ્રાપ્ત થશે અને પ્રસ્તુત અનુમાન થઈ શકશે; કેમ કે એકાંતે ભાવશૂન્ય એવું દ્રવ્યસ્તવ ભાવસ્તવનો હેતુ નથી, એ શાસ્ત્રસિદ્ધ પદાર્થ છે. માટે ‘માસ્તવાહેતુવા' એ હેતુથી અપ્રધાનદ્રવ્યસ્તવરૂપ સાધ્યની સિદ્ધિ થાય છે. ટીકાર્ય :
સત્ર યદ્યપિ....મનનુરાનીવ, અહીંયાં=ગાથા-૩૭ની ટીકામાં, દ્રવ્યસ્તવનું લક્ષણ કર્યું કે, આજ્ઞાશુદ્ધ, વીતરાગગામી અને ભાવતવનો હેતુ દ્રવ્યસ્તવ છે. એ પ્રકારના લક્ષણમાં, યદ્યપિ=જોકે, વિશુદ્ધ તે તે, દ્રવ્યસ્તવવ્યક્તિઓનું ભાવતવાવચ્છિત કાર્યમાં હેતુત્વ નથી; કેમ કે વ્યભિચાર છે, અથવા આજ્ઞાવિશિષ્ટ એવી દ્રવ્યસ્તવવ્યક્તિઓનું ભાવસ્તિવાવચ્છિન્ન કાર્યમાં હેતુત્વ નથી; કેમ કે અનગમ છે.
અહીં કોઈ સમાધાન કરે કે, ભાવસ્તવકારણન આજ્ઞાવિશિષ્ટ સર્વ દ્રવ્યસ્તવનો અનુગમ થઈ જશે અર્થાત્ આજ્ઞાવિશિષ્ટ સર્વ દ્રવ્યસ્તવમાં ભાવસ્તિવનું કારણ પણું છે, અને તે રૂપ સર્વ દ્રવ્યસ્તવની ઉપસ્થિતિ કરી શકાશે, માટે કોઈ દોષ નથી. તેથી ગ્રંથકારશ્રી કહે છે –
ના ... આત્મા, ભાવસ્તવકારત્વેત પણ સર્વ દ્રવ્યસ્તવની ઉપસ્થિતિ કરી શકાશે નહિ, કેમ કે ઘટકારણત્વેને દંડાદિની જેમ આત્માશ્રય દોષ આવે છે.
ઉપરમાં કહ્યું એ રીતે, ઘટના કારણરૂપે દંડનો નિર્ણય કરવા માટે ઘટકારત્વેન અનુગમ કરી શકાય નહિ, પરંતુ દંડત્વ જાતિથી જ અનુગમ કરવો પડે. તે રીતે પ્રસ્તુતમાં ભાવસ્તવના કારણરૂપે દ્રવ્યસ્તવનો નિર્ણય કરવા માટે ભાવસ્તવકારણત્વેન અનુગમ કરી શકાતો નથી, અને દ્રવ્યસ્તવત્વ જાતિ વ્યભિચારી હોવાથી દ્રવ્યસ્તવત્વેન પણ અનુગમ થઈ શકતો નથી; કેમ કે દ્રવ્યસ્તવત્વ જાતિ અપ્રધાનદ્રવ્યસ્તવમાં પણ હોય છે, માત્ર આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવમાં હોતી નથી, તેથી અનનગમ દોષ ઊભો જ છે. તેના નિવારણ માટે “તથાથી ગ્રંથકારશ્રી કહે છે –
તથા .... શવિશેષ વા, તોપણ અપ્રધાનથી વ્યાવૃત અખંડ ઉપાધિરૂપ દ્રવ્યસ્તવત્વેન તત્વ=હેતુત્વ છે, અર્થાત ભાવસવાવચ્છિા કાર્યમાં આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવનું અપ્રધાનથી વ્યાવૃત=ભિવ, અખંડ ઉપાધિરૂપ દ્રવ્યસ્તવત્વેન હેતુપણું છે.