________________
પ્રતિમાશતક ભાગ-૩સ્તવપરિણા / ગાથા-૩૨-૩૩, ૩૪
ભગવાનની અંગરચના કરે નહિ.
ભગવાનની અંગપૂજા કર્યા પછી ભગવાનની આગળ વિવિધ નૈવેદ્ય, આરતી વગેરે કરે, ત્યાર પછી ભગવાનનાં ગુણગાન કરે, ત્યાર પછી “આ જ ભગવાન મને સંસારસાગરથી તારનારા છે,” એ પ્રકારની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાનની ભક્તિમાં ઉપયોગના યત્નાતિશયપૂર્વક વંદન કરે. અને આ રીતે ચૈત્યવંદન કર્યા પછી શક્તિ પ્રમાણે વિવિધ વાજિંત્ર, નૃત્ય અને દાનાદિ ક્રિયા કરે કે જે પોતે ભગવાનની ભક્તિ કરી છે, તેનાથી ઉત્પન્ન થયેલા હર્ષની અભિવ્યક્તિરૂપ છે.
અહીં “હાદ્રિમાં ‘રિ’ પદથી ઉચિતનું સ્મરણ ગ્રહણ કરવાનું છે.
આશય એ છે કે, પૂજા કરનાર શ્રાવક કે શ્રાવિકા પોતે ભગવાનની ભક્તિ કરીને અત્યંત ભાવિત ચિત્તવાળા થયેલ છે, તેથી ભગવાનના ગુણોનું સ્મરણ તેમને વારંવાર થયા કરે છે અને તે હર્ષના અતિરેકથી ભગવાનની આગળ નૃત્યાદિ કરે છે. અને પોતાને કોઈક ઉત્તમ ભક્તિનો પરિણામ થયો છે, તેના હર્ષરૂપે અનુકંપાદિ દાન કરે છે અને વારંવાર ભગવાનના ગુણોનું સ્મરણ કરે છે કે, આ જ ખરેખર મારા જીવનનું સાફલ્ય છે કે જે ઉત્તમ પુરુષની પૂજા કરીને મેં મારા આત્માને કૃતાર્થ કર્યો છે. આ રીતે અભિવ્યક્તિ કરવાથી પૂજાથી થયેલા ભાવોમાં અતિશયતા થાય છે અને તેનાથી મહાન નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. I૩૨-૩૩ ગાથા :
"विहियाणुट्ठाणमिणं ति एवमेयं सया करिताणं ।
દોર દેવ નો રૂદનો વેવાણ” રૂ૪ ગાથાર્થ :
આ વિહિત અનુષ્ઠાન છે, એ પ્રકારે (ચિત્તમાં ધારણ કરીને) આ=ભગવાનની પૂજારૂપ અનુષ્ઠાન સદા=હંમેશાં, કરતા શ્રાવકને ચારિત્રનો હેતુ થાય છે, પરંતુ) ઈહલોકાદિ અપેક્ષાએ કરતાને ચારિત્રનો હેતુ થતું નથી. ll૩૪ll ટીકા :
विहितानुष्ठानमिदमित्येवं चेतस्याधाय सदा कुर्वतां चरणस्य हेतुरेतदेव नेहलोकाद्यपेक्षया, आदि शब्दात्कीर्त्यादिपरिग्रहः, यावज्जीवमाराधनाऽदृष्टविशेषे निर्जराविशेषे च हेतुरिति गर्भार्थः
રૂા . ટીકાર્ય :| વિદિત ... ત્યતિદિર, આ વિહિત અનુષ્ઠાન છે, એ પ્રકારે ચિત્તમાં ધારણ કરીને હંમેશાં પૂજા કરતા શ્રાવકને આ જ=ભગવાનની પૂજારૂપ અનુષ્ઠાન જ, ચરણનો ચારિત્રનો હેતુ થાય છે, પરંતુ ઈહલોકાદિ અપેક્ષાએ કરનારને ચારિત્રનો હેતુ થતું નથી.