________________
૧૪૭
ટીકાર્ય :
નિષ્પાદ્ય ..... સન્ ।। પરિણત ઉદકાદિ ગ્રહણરૂપ=પરિમિત જળ વાપરવું ઇત્યાદિ રૂપ થતના વડે, સુંદર જિનભવન—જિનાયતન, બનાવીને, ત્યાં=જિનભવનમાં, વિધિપૂર્વક કરાવાયેલા એવા ભગવાનના બિંબને, હવે આગળ કહેવાશે તે વિધિ વડે, અસંભ્રાન્ત=અનાકૂળ, છતો પ્રતિષ્ઠાપિત કરે. ર૦ના
* અહીં યતનાનો અર્થ કર્યો કે, પરિણત ઉદકાદિ ગ્રહણરૂપ યતના વડે, ત્યાં પરિમિત ઉદકાદિનું ગ્રહણ કરવાનું છે. જિનભવન બનાવવામાં ઉપયોગી એવું જેટલું જલ આવશ્યક હોય તેનાથી સહેજ પણ વધારે વ્યર્થ ન વપરાય એ પ્રકારની યતના વડે જિનભવન બનાવવાનું છે.
* પરિખતો વિપ્રહળરૂપયા - અહીં ‘આર્િ’ પદથી પાણીને ગાળવાનું અને ત્રસાદિ જીવોની હિંસાના પરિહારને ગ્રહણ કરવાનું છે.
ભાવાર્થ:
X
જે જીવો શુદ્ધ સંયમના અર્થી છે છતાં શક્તિના અભાવને કારણે સંયમ ગ્રહણ કરી શકતા નથી, અને જિનભવનાદિ કરીને સંયમની વાંછા કરે છે, તેવા જીવો છકાયના વધમાં અત્યંત યતનાવાળા હોય છે અને આથી જ સંયમની અભિલાષાવાળા જીવો જિનભવન કરાવતી વખતે સમ્યગ્ યતનામાં પરાયણ હોય છે. અને જિનભવન તૈયાર થયા પછી તેમાં જિનેશ્વરનું વિધિકારિત એવું બિંબ, વક્ષ્યમાણ=આગળ કહેવાશે એવી વિધિ વડે, અનાકૂળ થઈને પ્રતિષ્ઠાપિત કરે અર્થાત્ બિંબને પ્રતિષ્ઠાપન કરતી વખતે ઘણી પ્રવૃત્તિઓથી ચિત્ત આકુળ ન રહે, પરંતુ તત્ત્વથી ભાવિત થઈને ભગવાનના સ્વરૂપથી ચિત્ત વાસિત રહે અને શાંતશાંતતર ભાવને સ્પર્શતું રહે, એ રીતે બિંબની પ્રતિષ્ઠા કરે. II૨૦મા
અવતરણિકા :
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૨૦-૨૧
विधिकारितमित्युक्तम्, तमाह
અવતરણિકાર્ય :
-
વિધિકારિત એ પ્રમાણે કહ્યું અર્થાત્ વિધિપૂર્વક કરાયેલા એવા ભગવાનના બિંબની પ્રતિષ્ઠા કરે, એ પ્રમાણે કહ્યું. તેને=વિધિને, ગ્રંથકારશ્રી કહે છે
-
ગાથા:
"जिनबिम्बकारणविही काले संपूइऊण कत्तारं । विहवोचियमुल्लप्पणमणघस्स सुहेण भावेण " ।। २१ । ।
ગાથાર્થ ઃ
જિનભવન કરાવવાની વિધિ આ પ્રમાણે જાણવી - (શુભ) કાળે કર્તાને=જિનબિંબ બનાવનાર શિલ્પીને, પૂજીને અનઘને=પાપરહિત એવા શિલ્પીને, શુભભાવ વડે વિભવોચિત મૂલ્ય અર્પણ કરવું. Iારા