________________
૧૧૮
પ્રતિમાશતક ભાગ-૩
બ્લોક-૧૭
આરાધ્ય સ્વીકારતા નથી, તેઓ ક્લિષ્ટ કર્મના ઉદયવાળા છે. ત્યાં લંપાક કહે છે કે, આવા પ્રકારના પરિવારવાળી શાશ્વત પ્રતિમાઓ જ હોય છે, અન્ય પ્રતિમાઓ નહિ. તેથી એ પ્રાપ્ત થાય કે, શાસ્ત્રમાં જે શાશ્વત પ્રતિમાઓનું વર્ણન છે, તે શાશ્વત ભાવના સ્વરૂપને બતાવવા માટે છે, પરંતુ તે સ્વરૂપના બળથી પ્રતિમાઓ પૂજ્ય છે, તેમ સિદ્ધ થઈ શકે નહિ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
જેવું . તિ વયનાન્ આ પ્રકારે પૂર્વમાં જીવાભિગમસૂત્રના પાઠમાં વર્ણન કર્યું એ પ્રકારે, પરિવારથી ઉપેત=સહિત, શાશ્વત પ્રતિમાઓ જ હોય છે, અન્ય નહિ, એ પ્રકારે ન કહેવું; કેમ કે અષ્ટાપદ પર્વત ઉપર ભરત ચક્રવર્તી દ્વારા કારિત=કરાવાયેલ, ઋષભાદિથી વર્ધમાન અંત સુધીની ચોવીસે પણ જિનપ્રતિમાઓનું તેવા પ્રકારના પરિવારથી ઉપેતપણું=સહિતપણું છે; કેમ કે જીવાભિગમ આગમમાં કહેલ પરિવારયુક્ત એવી અષ્ટાપદની પ્રતિમાઓ છે, એ પ્રમાણે વચન છે.
પૂર્વપક્ષીનો કહેવાનો આશય એ છે કે, જીવાભિગમસૂત્રમાં કહેલ પરિવારથી યુક્ત તો શાશ્વતી જ પ્રતિમાઓ હોય છે, અશાશ્વતી પ્રતિમા હોતી નથી, તેથી તેઓ જગતુપૂજ્ય કઈ રીતે બને ? માટે પ્રતિમા આરાધ્ય નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે, એ પ્રમાણે કહેવું યુક્ત નથી કેમ કે ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત ઉપર ભરાવેલી ઋષભદેવથી માંડીને વર્ધમાન જિન સુધીના ચોવીસે પણ જિનની પ્રતિમાઓ તેવા પ્રકારના પરિવારવાળી છે; કેમ કે એ પ્રતિમાઓ જીવાભિગમસૂત્રમાં કહેલા પરિવારથી યુક્ત છે, એ પ્રકારે શાસ્ત્રવચન છે. તેથી અશાશ્વતી પ્રતિમાઓ પણ તેવા પરિવારયુક્ત હોવાથી જગતુપૂજ્ય છે, માટે પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થાય છે.
આનાથી એ ફલિત થાય છે કે, ભગવાનની પ્રતિમાઓ જગતુપૂજ્ય છે, એ બતાવવા માટે જ ભરત ચક્રવર્તીએ પણ શાશ્વત પ્રતિમા જેવા પરિવારવાળી ચોવીસ તીર્થંકરોની પ્રતિમાઓ પરિવાર સહિત ભરાવેલી છે. જો ભરત ચક્રવર્તીનો તેવો આશય ન હોત તો અષ્ટાપદ પર્વત ઉપર શાશ્વત પ્રતિમા જેવા પરિવારવાળી પ્રતિમાઓ ભરત ચક્રવર્તી ભરાવત નહિ.
પૂર્વમાં શાશ્વતભાવરૂપે પ્રતિમાનું જગતુપૂજ્યપણું છે, માટે જિનપ્રતિમા પૂજનીય છે એમ સ્થાપન કર્યું. હવે તે જ પ્રતિમાઓ શાશ્વતભાવરૂપે દેવશબ્દથી વાચ્ય છે, તેથી પણ જિનપ્રતિમા પૂજ્ય છે, તે બતાવવા અર્થે કહે છે – __ किञ्च देवलोकादावपि 'जेणे व देवच्छंदए' इत्यागमवचनाज्जिनप्रतिमा एव शाश्वतभावेन देवशब्दवाच्याः सन्ति, न तथाऽन्यतीर्थिकाभिमतशब्दवाच्याः, तेषां देवानामनैयत्यात्, देवाधिदेवप्रतिमाः प्रभुत्वं स्वतः प्रतिष्ठोपगताः श्रयन्ति, सङ्क्रामति स्थाप्यगतो विशेषः, न स्थापनायाः किमु निर्विपक्षः ।
શિ4. ત્તિ, અને વળી દેવલોકાદિમાં પણ, ‘તેને ૩ વર્ઝા એ પ્રકારે આગમવચનથી જિનપ્રતિમાઓ જ શાશ્વતભાવરૂપે દેવ શબ્દથી વાચ્ય છે.
રેવનોકાવાવ' - અહીં ‘'થી એ કહેવું છે કે, મનુષ્યલોકમાં તો જિનપ્રતિમાઓ શાશ્વતભાવે દેવ શબ્દથી વાચ્ય બને છે, પણ દેવલોકાદિમાં પણ જિનપ્રતિમાઓ શાશ્વતભાવે દેવ શબ્દથી વાચ્ય બને છે.