________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૭ જિનપ્રતિમાદિના દર્શનાદિ કારણ છે. આ રીતે વિશેષરૂપે કાર્ય-કારણભાવ સ્વીકારવો ઉચિત છે. તે આ રીતે -
૧૦૬
જેમ તૃણ-અરણિ-મણિઅનુગત કારણતા-નિરૂપિત-કાર્યતા અગ્નિમાં છે, તેથી તૃણ-અરણિ-મણિ અનુગત કોઈક કારણતાવચ્છેદક એક ધર્મ છે, તેમ તીર્થંકર, ગણધર, સાધુ, જિનપ્રતિમાદિ અનેક કારણો અનુગત કોઈ કારણતાવચ્છેદક એક ધર્મ છે. આ રીતે સ્વીકારીએ તો જેમ અગ્નિ પ્રત્યે તૃણ-અરણિ-મણિ અન્યતરત્વેન કારણતા છે, તેમ પ્રસ્તુતમાં પણ સમ્યક્ત્વરૂપ કાર્ય પ્રત્યે તીર્થંકરાદિ અન્યતરત્વેન કારણતા છે. તેથી સમ્યક્ત્વરૂપ કાર્ય પ્રત્યે ભવ્યત્વનો પરિપાક એ સાક્ષાત્ કારણ છે, અને તે ભવ્યત્વના પરિપાકનાં કારણો તીર્થંકરાદિ અન્યતર કોઈ છે. જેના ભવ્યત્વનો પરિપાક જિનપ્રતિમાના દર્શનથી થાય છે, તેના સમ્યક્ત્વ પ્રત્યે જિનપ્રતિમાના દર્શનજન્ય ભવ્યત્વના પરિપાક દ્વારા જિનપ્રતિમા જ કારણ છે.
આ રીતે સમ્યક્ત્વન તીર્થંકરાદિ અન્યતરત્વેન સામાન્ય કાર્ય-કારણભાવ છે, તેમ તે જીવના સમ્યક્ત્વ પ્રત્યે તે જીવને પ્રાપ્ત થયેલ જિનપ્રતિમા જ કારણ છે, એમ વિશેષ કાર્ય-કારણભાવ પણ છે.
પૂર્વમાં સિદ્ધ કર્યું કે, સ્વજન્યભવ્યત્વના પરિપાક દ્વારા વ્યભિચારનો અભાવ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, જિનપ્રતિમાનાં દર્શનાદિ કારણોમાંથી જિનપ્રતિમાના દર્શનરૂપ જે કોઈ એક કારણથી જેનું ભવ્યત્વ પરિપાક થાય, તેના ભવ્યત્વના પરિપાક પ્રત્યે તે જિનપ્રતિમાનું દર્શન કારણ છે, અન્ય તીર્થંકર વગેરે નહિ. તેને જ સ્પષ્ટ કરતાં કહે છે –
ટીકાર્થ ઃ
अन्वय ફળતે । અને આ અન્વય-વ્યતિરેકસિદ્ધ અર્થ છે=જેને જિનપ્રતિમાથી સમ્યક્ત્વ થાય તેવું ભવ્યત્વ છે તેને તેનાથી જ થાય અન્યથી નહિ અર્થાત્ આ કારણથી જન્ય કાર્ય પ્રત્યે આ જ કારણ હેતુ છે અન્ય કારણ નહિ, એ પ્રકારનો આ અન્વય-વ્યતિરેકસિદ્ધ અર્થ છે. એથી કરીને જ કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમ્યગ્દષ્ટિથી પરિગૃહીત એવી પ્રતિમાનું ભાવગ્રામત્વ ઇચ્છાય છે.
*****
* પ્રતિમાશતક મુદ્રિત પુસ્તકમાં અને હ. પ્રતમાં ‘વ્હાર્યે વાળોપવારેળ’ પાઠ છે, ત્યાં આ પાઠ સંગત જણાય છે. અને અહીં જ આગળ ટીકામાં ‘તવ્રુત્ત તન્નેવ'થી કલ્પભાષ્ય ગાથા-૧૧૧૬ની સાક્ષી આપી, તે મૂળ ગાથામાં પણ ‘જારને ખડવયારો’ કહેલ છે અને તે ગાથાની વ્યાખ્યામાં પણ ‘વારને વાર્યોપચાર કૃતિ ત્ચા' કહેલ છે. એનાથી પણ નક્કી થાય છે કે, “વારને ાર્યોપચારે' એ પાઠ સંગત છે અને તે મુજબ અર્થ કરેલ છે.
જેનું ભવ્યત્વ જિનપ્રતિમાના દર્શનથી પરિપાક પામે તેમ છે, તેના સમ્યગ્દર્શન પ્રત્યે જિનપ્રતિમા જ કારણ છે, એ અન્વય-વ્યતિરેકસિદ્ધ પદાર્થ છે. તેથી જે લોકોને જિનપ્રતિમાથી જ સમ્યગ્દર્શન થવાનું છે, તેમની અપેક્ષાએ જ સમ્યગ્દષ્ટિથી પરિગૃહીત જિનપ્રતિમાને ભાવગ્રામરૂપે કહેલ છે; કેમ કે સમ્યગ્દષ્ટિથી પરિગૃહીત જિનપ્રતિમા જ યોગ્ય જીવોને સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી સમ્યગ્દર્શનના કારણરૂપ એવી જિનપ્રતિમામાં કાર્યનો ઉપચાર કરીને જિનપ્રતિમાને ભાવગ્રામ કહેલ છે–સમ્યગ્દર્શનરૂપ ભાવગ્રામ કહેલ છે.