________________
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦
૪૦૩ અહીં ‘મતિ’ એ પ્રકારના વર્તમાનકાળના પ્રયોગને, અતીતનય અભિપ્રાયાત્મક આ પ્રશ્ન છે, એમ કહેવાથી, ભૂતકાળના પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાતની ક્રિયા થઈ એ પ્રકારની વ્યાપ્તિની પ્રાપ્તિથી, ભૂતકાળની જેમ વર્તમાનકાળમાં કે ભવિષ્યકાળમાં પણ જેમને પ્રાણાતિપાતઅધ્યવસાયની પ્રાપ્તિ છે કે થશે, તેઓને પણ પ્રાણાતિપાતની ક્રિયા અવશ્ય પ્રાપ્ત થાય. અર્થાત્ ભૂતકાળના તે વક્તવ્યથી પ્રાણાતિપાતના અધ્યવસાયની સાથે ક્રિયાની ત્રણે કાળની વ્યાપ્તિ છે, એ પ્રકારનો ધ્વનિ પ્રાપ્ત થાય છે.
અહીં જો પ્રાણાતિપાતઅધ્યવસાયથી પ્રાણાતિપાતક્રિયા થાય છે, એવો અર્થ ગ્રહણ કરવામાં આવત તો એ અર્થ પ્રાપ્ત થાય છે, જે જીવને પ્રાણાતિપાતનો અધ્યવસાય છે, તે જીવ ઉત્તરકાળમાં બીજા જીવોની હિંસા થાય તેવી ક્રિયા કરે છે. જ્યારે અતીતનયના અભિપ્રાયાત્મક આ પ્રશ્ન છે, એમ કહીને એ બતાવ્યું કે – જેઓ માણાતિપાતના અધ્યવસાયના ઉત્તરમાં કોઈ ક્રિયા ન પણ કરે, તો પણ તેઓને પ્રાણાતિપાતની ક્રિયા અધ્યવસાયકાળમાં હોય જ છે.
અહીં પ્રાણાતિપાતક્રિયાનો અધ્યવસાય એ છે કે, જે જીવ સૂક્ષ્મ બોધપૂર્વક “મારે કોઈ પણ જીવને લેશ પણ પીડા નથી કરવી” એવા સંકલ્પપૂર્વક, સર્વ જીવોની પીડાના પરિહારમાં યત્ન કરવાના અધ્યવસાયવાળો છે, તે જીવને પ્રાણાતિપાતનો અધ્યવસાય નથી. તે સિવાયના સર્વ જીવોને પોતાના શરીરની જરૂરીયાત અર્થે ઈચ્છા રહેલી છે; અને તેના માટે યત્ન કરવામાં બીજાના પ્રાણનો નાશ થાય, તો તે માટે નાશ કરવાનો યત્ન hહોય, છતાં નાશના નિવારણનો અધ્યવસાય થતો નથી. આથી જ એકેન્દ્રિય જીવને પણ આહારાદિ પુદ્ગલ ગ્રહણ કરવાની વૃત્તિ છે ત્યાં, કોઈ જીવનો નાશ નહિ થવા છતાં ચિત્તવૃત્તિમાં અવિરતિનો અધ્યવસાય વિદ્યમાન છે, તેથી પ્રાણાતિપાતની ક્રિયા તેઓને વર્તે જ છે. ઉત્થાન :
પૂર્વે કાલસ્પર્શી નય બતાવેલ છે, તેથી અતીતનયાત્મક પ્રશ્ન છે, એમ કહ્યું. હવે અધ્યવસાયસ્પર્શી કયો નય છે ? તે બતાવતાં કહે છે - ટીકાર્ચ -
વતનો ... 2નસૂત્રક, અહીંયાં ગૌતમસ્વામીએ ભગવાનને પ્રપ્ન પૂછ્યો કે, હે ભગવંત ! પ્રાણાતિપાતઅધ્યવસાય વડે પ્રાણાતિપાતક્રિયા થાય છે ? એ પ્રસ્તમાં, આ અધ્યવસાયને સ્પર્શનારો કયો નય છે? એ પ્રમાણે કોઈ પ્રશ્ન કરે તો ઉત્તર આપતાં કહે છે – ઋજુસૂત્ર નય છે.
તથfe ... રૂત્વર્થઃ - તે આ પ્રમાણે - હિંસાની પરિણતિના કાળમાં જ ઋજુસૂત્રનયની પ્રાણાતિપાતની ક્રિયા કહેવાય છે, એ પ્રમાણે અર્થ જાણવો. અર્થાત્ અહીં અધ્યવસાયસ્પર્શી કયો નય છે ? એમ પ્રશ્ન કરીને જવાબ આપ્યો કે - ઋજુસૂત્રનાય છે. તેનો આ પ્રકારનો અર્થ=આ પ્રકારનો ભાવ છે. - તેમાં હેતુ કહે છે -