________________
૩૨
પ્રતિમાશતક | શ્લોક : ૩૦ પ્રમત્તસયત પણ અન્યતરને (આરંભિકી ક્રિયા હોય છે). પ્રમત્તસંયત પણ અન્યતરને આરંભિકી ક્રિયા કેમ હોય છે તે બતાવે છે -
એકતર એવા કોઈને પ્રમાદ હોતે છતે કાયાના દુષ્પયોગભાવથી પૃથિવ્યાદિના ઉપમનનો સંભવ હોવાથી, અન્યતર પ્રમત્તસંયતને આરંભિકી ક્રિયા નિયમાં હોય છે. અર્થાત જ્યારે પ્રમત્તસંયત પ્રમાદ કરતો હોય ત્યારે કાયાનું દુપ્રણિધાન હોય છે, તેથી પૃથિવ્યાદિના ઉપમર્દનનો સંભવ છે. તેથી તેવા પ્રમત્તસંયત આરંભિકી ક્રિયા
જે પ્રમાદવાળો નથી, તેને આરંભિકી ક્રિયા હોતી નથી, એ અર્થ અન્યતર પ્રમસંયતને કહેવાથી પ્રાપ્ત થયો. .
‘ઈ’ શબ્દ અધસ્તનગુણસ્થાનવર્તી અર્થાત્ પ્રમત્તગુણસ્થાનકથી નીચેના બીજાઓને આરંભિકી ક્રિયા નિયમથી હોય છે. એ પ્રકારે નિયમના પ્રદર્શન માટે છે અને તે જ ભાવને સ્પષ્ટ કરતાં બતાવે છે -
પ્રમત્તસંયતને પણ આરંભિકી ક્રિયા હોય છે, તો વળી શેષ દેશવિરતિ આદિને શું કહેવું ?
પ્રમત્તસંયતને પણ જ્યારે પ્રમાદ હોય છે ત્યારે આરંભિકી ક્રિયા હોય છે, તો શેષ દેશવિરતિ આદિને તો આરંભિકી ક્રિયા નિયમો હોય જ છે, એ ભાવ “જિ' શબ્દથી પ્રાપ્ત થાય છે. રેશવિરતિપ્રકૃતિના- પછી “ત' શબ્દ છે તે ‘પિ’ શબ્દના તાત્પર્યના સમાપ્તિ અર્થક છે.
gવએ પ્રમાણે, ઉત્તરત્ર પણ યથાયોગ ‘’ શબ્દની ભાવના કરવી, અર્થાત્ પારિગ્રહિતી આદિ ક્રિયાઓમાં પણ જે બચતર પછી ‘પ' શબ્દ છે તેનું યોજન ભિન્નક્રમમાં છે, તેથી તેનું યોજન સંયતાસંયતાદિમાંe દેશવિરતિ આદિમાં થશે. અને તેનાથી એ પ્રાપ્ત થશે કે, દેશવિરતિમાં પણ પારિગ્રહિક ક્રિયા છે. અને “પિ' શબ્દથી નીચેના ગુણસ્થાનકમાં તો નિયમ છે, એ પ્રકારના નિયમની પ્રાપ્તિ ‘ગરિ' શબ્દથી થશે. તે જ રીતે અન્ય ક્રિયામાં પણ ‘વિ' શબ્દથી નીચેના ગુણસ્થાનકમાં નિયમા ગ્રહણ કરવાનું છે.
પારિગ્રહિતી ક્રિયા સંયતાસંયતને પણ છે=દેશવિરતિને પણ છે. કેમ કે દેશવિરતિને પણ પરિગ્રહનું ધારણ છે. માયાપ્રત્યયા અપ્રમત્તસંયતને પણ છે અને તે કેવી રીતે છે તે બતાવે છે - વલ્લીકરણ સમુદ્દેશાદિમાં પ્રવચન-ઉડાહના પ્રચ્છાદન માટે અપ્રમત્તસંયતને પણ માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે.
અપ્રત્યાખ્યાન ક્રિયા અન્યતર અપ્રત્યાખ્યાનીને પણ હોય છે અને તેનું તાત્પર્ય બતાવે છે કે - જે પ્રત્યાખ્યાન કરતો નથી, તેને અપ્રત્યાખ્યાન ક્રિયા છે, એ પ્રમાણે ભાવ છે. અહીં અવતરનો અર્થ અપ્રત્યાખ્યાનીના કોઈ અન્યતરના ગ્રહણ અર્થે નથી, પરંતુ લેશ પણ પ્રત્યાખ્યાન નથી તે જ અર્થને બતાવવા માટે અપ્રત્યાખ્યાનના વિશેષણરૂપે અન્યતરનું ગ્રહણ કરેલ છે. અપ્રત્યાખ્યાનને જ સ્પષ્ટ કરવા અન્યતર શબ્દ છે. મિથ્યાદર્શન ક્રિયા અન્યતર પણ અર્થાત્ સૂત્રોક્ત એક પણ અક્ષર ન રુચતો હોય તેવા મિથ્યાદૃષ્ટિને હોય છે.
અહીં અવતરનો અર્થ અન્યતર મિથ્યાષ્ટિ ગ્રહણ કરવાનો નથી, પરંતુ વિશિષ્ટ મિથ્યાદિ ગ્રહણ કરવાનો છે, અને તે જ અહીં સ્પષ્ટ કરતાં બતાવ્યું કે - સૂત્રના એક પણ અક્ષરની જેને અરુચિ હોય તેવો મિથ્યાદૃષ્ટિ અહીં ગ્રહણ કરવાનો છે.
સૂત્રો¢ gવમગલરમ્ ...... અહીં ‘વ’ થી એ કહેવું છે કે - અધિક અક્ષરમાં કે સૂત્રમાં સર્વથા રુચિ