________________
૩૭૫
પ્રતિમાશતક/ શ્લોક : ૩૦ ટીકાર્ય :
કા..... ગતિર્લૅિન્ ! એકદા એક કાળે તેના સત્ત્વનું ઉભયના સત્ત્વનું, પૌષધાદિમાં અતિપ્રસક્તપણું છે અર્થાત્ પૌષધ અને “આદિ પદથી પ્રાપ્ત સામાયિકમાં, એક કાળમાં આરંભ અને અમારંભપણું માનવાનો પ્રસંગ આવશે. વિશેષાર્થ :
દેશવિરતિમાં વિરતિ અને અવિરતિ ઉભયાંશ છે, તેને આશ્રયીને પૌષધાદિમાં ઉભય માનવાનો પ્રસંગ આવશે, એમ ગ્રંથકારે કહ્યું. પરંતુ પૂર્વપક્ષી પણ ઉપયોગપૂર્વક પૌષધ-સામાયિક કરનાર આત્મામાં આરંભિક ક્રિયા છે, એવું કહેતો નથી, જેમ પૌષધાદિમાં એક કાળમાં ઉભય નથી, તેમ પૂજામાં પણ એક કાળમાં ઉભય નથી, એમ પૂર્વપક્ષીએ માનવું જોઈએ. ઉત્થાન :
પૂર્વમાં પૌષધાદિમાં ઉભયના સત્ત્વનો પ્રસંગ ગ્રંથકારે બતાવ્યો, ત્યાં પૂર્વપક્ષી કહે છે – ટીકાર્ચ -
ના.....વિપ્રતિવેથાત, પૌષધાદિમાંદેશથી અવિરતિનું સર્વપણું હોવાથી તત્ પ્રત્યય આરંભિકીક્રિયા છે,અને શુભયોગપ્રત્યયઆરંભિકી ક્રિયાનથી,તેને ગ્રંથકાર કહે છે-એમ કહેવું પણ શક્ય નથી.કેમકેવિપ્રતિષેધ છે. અર્થાત્ શાસ્ત્રમાં આરંભિકી અને અનારંભિકી ક્રિયા સાથે રહી શકે તેનો પ્રતિષેધ=નિષેધ છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, જિનપૂજાદિમાં વ્યક્તરૂપે આરંભિકી અને અનારંભિકી ક્રિયા દેખાય છે, તો એક સાથે બે ક્રિયાનો પ્રતિષેધ શાસ્ત્રમાં કેમ કરેલ છે ? તેથી બીજો હેતુ બતાવતાં કહે છે - ટીકાર્ચ -
પ્રક્રિયા .... પ્રયોગત્વાવ્ય | એકેન્દ્રિયાદિમાં સર્વવિરતિના અભાવનું જ આરંભિકી પ્રયોજકપણું છે. વિશેષાર્થ:
પૂજાદિમાં જેમ પૃથ્વી આદિનું સ્વરૂપથી ઉપમદન થાય છે, તેવું ઉપમર્દન એકેન્દ્રિયાદિ કેટલાક જીવોથી થતું નથી. આમ છતાં સર્વથા વિરતિનો અભાવ તેઓમાં છે, તે જ તેઓમાં વર્તતી આરંભિકી ક્રિયાનું પ્રયોજક છે. તેમ પૃથ્વી આદિનું બાહ્ય રીતે ઉપમર્દન પૂજામાં દેખાય છે, તે આરંભિકી ક્રિયાનું પ્રયોજક નથી. માટે દેશવિરતિવાળાને શુભયોગ વર્તે છે તેથી, પૂજાદિમાં સ્વરૂપથી પૃથ્વી આદિની હિંસા હોવા છતાં આરંભિકી ક્રિયા છે, તેમ કહી શકાય નહિ; પરંતુ શુભયોગને કારણે અનારંભિકી ક્રિયા છે, એમ જ કહેવું ઉચિત છે.