SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૩૦ 393 અહીં આ ભાવ છે જોકે અસંયત એવા સૂક્ષ્મ એકેંદ્રિયાદિઓને સાક્ષાત્ આત્મારંભકત્વાદિપણું નથી, તો પણ અવિરતિને આશ્રયીને તેઓને તે=આત્મારંભકત્વાદિપણું છે; જે કારણથી તેઓ=સૂક્ષ્મ એકેન્દ્રિયાદિઓ, તેનાથી= આત્મારંભકત્વાદિથી નિવૃત્ત નથી. આથી કરીને અસંયતોની અવિરતિ તેમાં=આત્મારંભકત્વાદિમાં કારણ છે, એથી કરીને વળી નિવૃત્તોને=અવિરતિથી નિવૃત્તોને, કોઈક રીતે આત્મારંભકપણું હોવા છતાં પણ અનારંભકપણું છે. यदाह જે=અવિરતિથી નિવૃત્તોને કથંચિત્ આત્મારંભકપણું હોવા છતાં પણ અનારંભકપણું છે એ બતાવે છે - - "जा जयमाणस्स ગુત્તમ્સ - સૂત્રવિધિસમગ્રયુક્ત અને અધ્યાત્મવિશોધિયુક્ત એવા યતમાનની=યત્ન કરતાની, જે વિરાધના છે, તે નિર્જરાફળવાળી છે. તે કારણથી (અવિરતિથી નિવૃત્તોને કથંચિત્ બાહ્ય આચરણારૂપે આત્મારંભકપણું હોવા છતાં પણ અનારંભકપણું છે.) ‘તે તેÈાં ત્તિ’ નો અર્થ ‘તે કારણથી' એ પ્રમાણે જાણવો. એ પ્રમાણે (ભગવતીના પાઠની) વૃત્તિમાં કહેલું છે. વિશેષાર્થ : - ‘સૂક્ષ્મòન્દ્રિયાવીનાં’ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવો સાક્ષાત્ કોઈ આરંભની પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ મૂર્છિતની જેમ પડચા હોય છે, તેથી તેઓમાં આત્મારંભકપણું પ્રવૃત્તિરૂપે દેખાય નહિ પરંતુ અનારંભકપણું દેખાય, તો પણ અવિરતિને આશ્રયીને તેઓમાં આરંભકપણું છે જ. આરંભકપણું એ આત્માનો કુત્સિતભાવ છે, એ પ્રકા૨ની બુદ્ધિ થવાથી, એમાંથી વિરતિના પરિણામને પ્રાપ્ત કરીને તેઓ આરંભિક પ્રવૃત્તિથી નિવૃત્તિ પામ્યા નથી, તેથી તેઓમાં અવિરતિનો પરિણામ વર્તે છે; તેને આશ્રયીને બાહ્ય આચરણારૂપ આરંભકપણું નહિ હોવા છતાં પરિણામને આશ્રયીને તેઓમાં આરંભકપણું છે. અને જેઓ અવિરતિથી નિવૃત્ત થયેલા છે, તેઓને બાહ્ય તથાવિધ સંયોગોને કારણે આચરણાથી આત્મારંભકત્વાદિ હોવા છતાં પણ, શુભયોગમાં વર્તતા હોવાને કા૨ણે અનારંભકપણું છે; પરંતુ અવિરતિથી નિવૃત્ત થયેલા પણ શુભયોગમાં વર્તતા ન હોય ત્યારે ત્યાં આરંભકપણું છે, અનારંભકપણું નથી. અને ‘ના નયમાળÆ' રૂપ સાક્ષીપાઠમાં પણ શુભયોગમાં પ્રવર્તતા યતનાવાળા મુનિને આશ્રયીને જ નિર્જરાફળ કહેલ છે. ટીકાર્યઃ -૪ ત્ર ..... ન્યાય્યઃ । અહીંયાં=પૂર્વે પ્રજ્ઞપ્તિસૂત્રનો જે સાક્ષીપાઠ આપ્યો ત્યાં, સંયતાસંયતનો= દેશવિરતિનો, પૃથક્ અનુપદેશ હોવાથી અસંયતના અતિદેશનું અન્યાય્યપણું પ્રાપ્ત થયે છતે પ્રમત્તસંયતનો અતિદેશ જ ન્યાય્ય છે. વિશેષાર્થ - પ્રજ્ઞપ્તિસૂત્રમાં પ્રમત્તસંયતના શુભયોગને આશ્રયીને અનારંભકપણું અને અશુભયોગને આશ્રયીને આરંભકપણું કહેલ છે, પરંતુ દેશવિરતિવાળાનું પૃથક્ કથન કરેલ નથી, તેથી અસંયતના અતિદેશનું અસંગતપણું પ્રાપ્ત થાય છે.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy