________________
૭૪૦
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ જિનપૂજા માટે સ્નાનાદિનું શુભભાવના હેતુપણાથી=પ્રશસ્તભાવના કારણપણાથી, આરંભીને ગુણ માટે થાય છે. (એમ અવય છે.)‘સુદમાવો "ત્તિ શુભભાવહેતુથી કહ્યું, ત્યાં નિર્દેશનું લુપ્તભાવપ્રત્યયપણું હોવાને કારણે હેતુનો અર્થ હેતુપણું કરવો.
૦મૂળ પંચાશકની ગાથામાં ‘સુખદેડકો એ નિર્દેશ વચન છે; કેમ કે સ્નાનાદિને ઉદ્દેશીને શુભભાવનો હેતુ, એ પ્રમાણે નિર્દેશ કરેલ છે, અને તે નિર્દેશ વચનમાં ભાવઅર્થક “સ્વ” પ્રત્યાયનો લોપ થયેલો છે. તેથી અર્થ કરતી વખતે શુભભાવનો હેતુ હોવાથી એના સ્થાને શુભભાવનું હેતુપણું હોવાથી એમ ગ્રહણ કરવું.
સ્નાનાદિ શુભભાવનો હેતુ છે, એ જ વાતને અનુભવથી દઢ કરે છે -
અનુમત્તિ..... શુભાતિ અને કેટલાક સ્નાનપૂર્વક જિનાર્ચન કરતા સ્નાનાદિમાં શુભભાવને અનુભવે છે, એથી કરીને સ્નાનાદિ શુભભાવનો હેતુ છે.
© અહીં સ્નાનાદિપૂર્વક જિનાર્ચનમાં શુભભાવનો અનુભવ કરે છે, એમ કહેવું નથી, પરંતુ જિનાર્ચા અર્થક જે સ્નાન કરે છે, તેમાં પણ શુભભાવનો અનુભવ કરે છે. પૂજા કરનાર વ્યક્તિ હું ભગવાનની પૂજા કરું છું' માટે ભગવાનની પૂજાના અંગભૂત એવા સ્નાનને ભગવાનની આજ્ઞાનુસાર કરું, એ પ્રકારના શુભભાવપૂર્વક સ્નાનને કરે છે, ત્યારે સ્નાનની ક્રિયામાં પણ તેને શુભભાવનો અનુભવ થાય છે.
વતુ .. જ્ઞાતિવ્યમ્ ‘પંચાશકની મૂળ ગાથા-૪/૧૦માં ‘હતુ’ શબ્દ છે, તે વાક્યાલંકારમાં જાણવો.
અથ ... અવરોવાઇરન | ‘અથ' થી પ્રશ્ન કરે છે કે, શુભભાવનું કારણ પણું હોવાથી આનું સ્નાનાદિનું, ગુણકરપણું કોની જેમ જાણવું? એથી કરીને કહે છે - ફૂપદાંતથી જાણવું.
૦ અહીં પંચાશક મૂળ ગાથા-૪/૧૦ નો શબ્દાર્થ પૂરો થાય છે.
૪ ..... ગુજરાતિ ! અહીં=પંચાશકની મૂળ ગાથા-૪/૧૦ માં આ પ્રકારનો આગળમાં કહેવાનો છે એ પ્રકારનો, સાધનપ્રયોગઅનુમાનપ્રયોગ, છે. તે અનુમાનપ્રયોગ બતાવે છે -
કાંઈક સદોષ પણ સ્નાનાદિ (પક્ષ). અધિકારીને ગુણકર છે (સાધ્ય), વિશિષ્ટ શુભભાવનું હેતુપણું હોવાથી (હેતુ), જે વિશિષ્ટ શુભભાવના હેતુભૂત છે, તે ગુણકર છે. (વ્યાપ્તિ)
જેમ - કૂપખનન (ટર્ણત) અને યતનાથી સ્નાનાદિ વિશિષ્ટ શુભભાવનો હેતુ છે (ઉપનય) તેથી (સ્નાનાદિ) ગુણકર છે. (નિગમન) ‘રૂતિ’ શબ્દ પંચાયવવાક્યની સમાપ્તિસૂચક છે.
છે આ રીતે આ અનુમાનપ્રયોગમાં પંચાવયવ વાક્યનો પ્રયોગ બતાવ્યો. કૂપખનનમાં શુભભાવ શું છે, તે બતાવે છે –
#ાહનન ક્ષે ... અવતરિત ફૂપખનન પક્ષમાં શુભભાવ તૃષ્ણાદિના=તૃષાદિના, સુદાસથી આનંદ આદિની પ્રાપ્તિ છે.
૦૬મવિિરતિ' અહીં ‘તિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે.