SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૬ પ્રતિમાશતક | શ્લોક : ૧૦ ચારિત્રની ક્રિયામાં અહિંસાનું પાલન હોવાથી પાપબંધ કોઈ સ્વીકારતું નથી, પરંતુ દ્રવ્યસ્તવમાં પુષ્પાદિની હિંસા છે, તજ્જનિત અલ્પ પાપબંધનો કોઈકને ભ્રમ છે, તે દૂર કરવા માટે જ દ્રવ્યસ્તવ અને ચારિત્રની ક્રિયાની તુલ્યતા બતાવી છે. ત્યાર પછી ઓઘનિર્યુક્તિ ગાથા-૨૭૮ ના વચનથી એ બતાવવું છે કે, સર્વ શુભયોગવાળી ક્રિયાઓથી જીવો મોક્ષને પામે છે, તેથી ચારિત્રની જેમ દ્રવ્યસ્તવમાં પણ શુભયોગથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. નાગકેતુના દૃષ્ટાંતથી તેને દઢ કરીને એ બતાવવું છે કે, જેમ ચારિત્રની ક્રિયાથી શુભાનુબંધી પ્રભૂતતર નિર્જરા ફળ મળે છે=ઘણી નિર્જરા થાય છે, તેમ દ્રવ્યસ્તવથી પણ ઘણી નિર્જરા થાય છે. માટે દ્રવ્યસ્તવમાં થતી પુષ્પાદિની હિંસાથી અલ્પ પણ પાપનો સંભવ નથી. આનાથી એ સિદ્ધ થાય છે કે, શુદ્ધભાવવાળાને દ્રવ્યસ્તવનો વિષય કૂપદષ્ટાંત નથી, પરંતુ શુદ્ધભાવવાળાનો દ્રવ્યસ્તવ અને શુદ્ધભાવવાળાની ચારિત્રની ક્રિયા સર્વથા પાપના સંશ્લેષ વગરની છે. ફક્ત ભાવચારિત્રવાળી વ્યક્તિ સર્વત્ર અપ્રતિબદ્ધ માનસવાળી હોય છે, તેથી નિરારંભી હોય છે, જ્યારે દ્રવ્યસ્તવવાળી વ્યક્તિ મલિનારંભી હોય છે, તેથી નીચેના ગુણસ્થાનકમાં હોય છે. પરંતુ ચારિત્રની ક્રિયામાં અતિચાર આદિની સ્કૂલનાથી રહિત ઉપયુક્ત મુનિ જેમ શુભયોગમાં વર્તે છે, તેમ દ્રવ્યસ્તવમાં સમ્યગુ યતનાથી સહિત ઉપયુક્ત ગૃહસ્થ પણ શુભયોગમાં જ વર્તતો હોય છે, તેથી તે ઉપયોગકૃત નિર્જરા ફળ બંનેને વર્તે છે, પરંતુ પાપબંધ બંનેને નથી. ફક્ત ગુણસ્થાનકકૃત નિર્જરાની તરતમતા બંનેમાં છે. ઉત્થાન : શુદ્ધભાવનો કૂપદષ્ટાંત નિર્વિષય છે, એમ કહ્યું ત્યાં શંકા ઉભાવન કરીને નિરાકરણ કરે છે - ટીકા : न च पुष्पाद्यभ्यर्चनवेलायां शुभभावसम्भवेन निश्चयनयेन तस्य, व्यवहारनयेन च तदन्विततत्क्रियाया विशिष्टफलहेतुत्वेऽपि ततः पूर्वं तद्विषयसम्भव इति वाच्यम् । प्रस्थकन्यायेन पूर्वपूर्वतरक्रियायामपि शुभभावान्वयतत्फलोपपत्तेः, नैगमनयाभिप्रायेण अत एव पूजार्थं स्नानादिक्रियायामपि यतनयाधिकारसंपत्त्या शुभभावान्वय उपदर्शितश्चतुर्थपञ्चाशके । ટીકાર્ચ - = .... તસ્કેનોપપ, પુષ્પાદિ અભ્યર્ચનવેળામાં શુભભાવનો સંભવ હોવાને કારણે નિશ્ચયનયથી તેનો શુભભાવનો, અને વ્યવહારનયથી તઅન્વિત તક્રિયાનું=શુભભાવથી અન્વિત સહિત, પુષ્પાદિ અભ્યર્ચત ક્રિયાનું, વિશિષ્ટ ફળહેતુપણું હોતે છતે પણ, તેનાથી પૂર્વે પુષ્પાદિથી અભ્યર્ચત પૂર્વે, જે સ્નાનાદિ કરાય છે, ત્યારે તેના વિષયનો કૂપર્ણતના વિષયનો, સંભવ છે. આ પ્રમાણે શંકાકાર શંકા કરે તો ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું. કેમ કે પ્રસ્થકળ્યાયથી=પ્રસ્થકદાંતથી,
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy