________________
૭૧૩
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ વિષયોથી ઉપહત થાય છે કે ચિત્ત પણ માનાદિથી ઉપહત થાય છે. તેવા જીવોને પૂર્વભૂમિકામાં આવા પ્રકારની સમાધિ નથી, પરંતુ પૂજાના અધિકારી કેટલાક સમ્યગ્દષ્ટિ જીવો પૂર્વભૂમિકામાં આવા પ્રકારની સમાધિવાળા હોય છે. તેમને અવિરતિનો ઉદય હોવા છતાં પૂજાકાળમાં સમ્યગુ યતનાથી ઉપભ્રંહિત પરિણામ હોવાને કારણે તેમની ઈંદ્રિયો વિષયોમાં વ્યાકુળ થતી નથી, તેથી જ તેઓ અખ્ખલિત રીતે ભગવાનની ભક્તિમાં યત્નવાળા બની શકે છે. તેથી પૂર્વપક્ષીના કહેવા મુજબ પૂર્વભૂમિકામાં આવા પ્રકારની સમાધિના અભાવનું કથન યુક્ત નથી. તેની જ પુષ્ટિ કરતાં તેમાં હેત કહે છે - સમ્યગ્દર્શનના સિદ્ધિયોગકાળમાં પ્રથમ લક્ષણ લિંગની સિદ્ધિ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, અવિરત સમ્યગ્દષ્ટિ જીવ પણ સિદ્ધિયોગની ભૂમિકાવાળો હોય ત્યારે, તેને પ્રશમભાવ વર્તતો હોય છે ત્યારે આવા પ્રકારની સમાધિ હોય છે, તેથી વિષયોથી તેનું ચિત્ત ઉપહત થતું નથી. આમ છતાં તે ચારિત્રી નથી, તેથી પૂર્વભૂમિકામાં છે, ત્યાં આવા પ્રકારની સમાધિ હોય છે.
સમ્યગુદર્શનના સિદ્ધિયોગકાળમાં પ્રથમ લક્ષણ લિંગની સિદ્ધિ કેમ છે ? તેમાં હેતુ કહે છે – અનુકંપાદિ ઈચ્છાદિના અનુભાવો=કાર્યો, છે.
ઈચ્છાદિ કારણો છે અને અનુકંપાદિ કાર્યો છે, તેથી એ પ્રાપ્ત થાય કે ઈચ્છાયોગનું કાર્ય અનુકંપા છે, પ્રવૃત્તિયોગનું કાર્ય નિર્વેદ છે, સ્થિરયોગનું કાર્ય સંવેગ છે અને સિદ્ધિયોગનું કાર્ય પ્રશમ છે. તેથી સિદ્ધિયોગકાળમાં પ્રથમ પરિણામ હોય છે. માટે જે સમ્યગ્દષ્ટિ જીવોને સિદ્ધિયોગ પ્રગટ્યો છે, તેવો જીવ ભગવાનની પૂજાના કાળમાં પ્રશમના પરિણામવાળો હોય છે. તેના કારણે ભગવાનની પૂજાના આશયથી અન્ય કોઈ આશયને સ્પર્શતો નથી, અને ભગવાનની ભક્તિનો આશય એ પ્રશસ્તભાવસ્વરૂપ છે, તેથી સિદ્ધયોગી એવા સમ્યગ્દષ્ટિની પૂજા સર્વથા અબંધનું કારણ બને છે. આ સિદ્ધયોગીને અનંતાનુબંધી કષાયના કે અપ્રત્યાખ્યાનય કષાયના વિશેષ પ્રકારના ઉપશમને કારણે, ઉદયમાન=ઉદયમાં પ્રવર્તી રહેલા, પ્રત્યાખ્યાનીય કષાયો પણ પૂજાકાળમાં ચિત્તને અન્યત્ર લઈ જતા નથી. તેથી તેમનો પૂજાનો ઉપયોગ અબંધનું કારણ છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું એવા પ્રકારની સમાધિવાળો ભાવ જે જીવ ભગવાનની પૂજામાં તન્મય હોય તેને જ સંભવી શકે છે. જ્યારે સામાન્ય રીતે પૂજા કરનારાઓને તેવા પ્રકારની સમાધિ હોતી નથી. તેથી પૂજાકાળમાં અન્ય અન્ય ભાવો પણ સ્પર્શે છે, તેથી ત્યાં કર્મબંધ પણ થાય છે. માટે તેવાઓની અપેક્ષાએ પૂજા અફલ કે કર્મબંધનું કારણ માનવી પડશે. તેથી કહે છે - ટીકાર્ય :
સમયનનિતબ્ધ .... વવનાનું અને મૈત્રી આદિથી ઉપઍહિત સમાધિજનિત ભાવ વ્યુત્થાતકાળમાં