SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૮. પ્રતિમાશતક | શ્લોકઃ ૫૯ ધર્માધિકાકધમર્થ, હિંસા નથી; જે કારણથી શુભભાવવાળાને હિંસા અંશમાં વાંછા નથી, કેવલ ક્રિયા અંશમાં વાંછા છે, અને તે પ્રમાણે, અનુબંધહિંસાનો નિરાસ છે. સારાગ્ન .વાતિ અને યતનાથી ઉપબ્રહિત એવો સદાશય ગ્રહણ કરવો, એથી કરીને (પૂજામાં) હેતુહિંસા પણ નિરસ્ત જ છે, અને તે પ્રમાણે સ્વરૂપહિંસા જ છે. વિશેષાર્થ - ધર્મ માટે પૂજા કરનાર ગૃહસ્થ જ્યારે પૂજામાં યત્ન કરે છે ત્યારે પુષ્પાદિની કિલામણા યદ્યપિ થાય છે, તો પણ તે ભગવાનના ગુણોના બહુમાનરૂપ સદાશયવાળો હોવાથી પુષ્પોને પીડા કરવાનો પરિણામ તેને નથી, ફક્ત ભગવાનના ગુણોના બહુમાનને કારણે બહુમાનની વૃદ્ધિને અનુકૂળ એવી ક્રિયામાં વાંછા છે, તેથી ત્યાં અનુબંધહિંસાનો નિરાસ છે. યદ્યપિ કોઈ ગૃહસ્થ સંસારમાં ધનાદિ અર્થે આરંભ કરતો હોય ત્યાં પણ કદાચ હિંસામાં વાંછા ન રાખતો હોય, અને ધનપ્રાપ્તિને અનુકૂળ એવી ક્રિયાની વાંછા રાખતો હોય, તો પણ ત્યાં પોતાના ધનના મમત્વરૂપ અશુભભાવ હોવાને કારણે અનુબંધહિંસાનો નિરાસ નથી; પરંતુ પ્રસ્તુતમાં ભગવાનની ભક્તિ કરીને સંયમના પરિણામની નિષ્પત્તિની ઈચ્છારૂપ શુભ આશય છે, તે સંયમ પ્રત્યે કારણરૂપ હોવાથી ત્યાં અનુબંધહિંસાનો નિરાસ છે. અને જે સદાશય છે, તે યતનાથી ઉપભ્રંહિત એવો સદાશય ગ્રહણ કરવાનો છે, એથી કરીને પૂજામાં હતુહિંસા પણ નિરસ્ત જ છે, અને તે રીતે પૂજામાં સ્વરૂપહિંસા જ છે. આશય એ છે કે, ભગવાનની પૂજા કરનારને “આ ભગવાનની પૂજાથી મને સંયમનો પરિણામ નિષ્પન્ન થાઓ” એવો અભિલાષ જેમ હોય છે, તેમ વિવેકી ગૃહસ્થને ભગવાનની પૂજામાં ભગવાનની ભક્તિની વૃદ્ધિ માટે ઉપયોગી હિંસા કરતાં, પ્રયોજન વગરની હિંસા લેશ પણ ન થાય, તેવી યતના પણ હોય છે. જેમ વિવેકી ગૃહસ્થ પૂજા માટે સ્નાન કરે ત્યારે મલશુદ્ધિ માટે આવશ્યક એવા પરિમિત જલથી સ્નાન કરે છે, અને તે વખતે શરીરમાં અશુદ્ધિ ન રહેવી જોઈએ તે રીતે જેમ યતના આવશ્યક છે, તેમ શુદ્ધિના ઉપયોગમાં ઉપયોગી ન થાય તે રીતે જલનો વ્યય પણ ન થવો જોઈએ તેવી યતના પણ તે કરે છે. તેથી યતનાકાળમાં શક્ય એટલો વધુમાં વધુ જીવરક્ષાનો પરિણામ વર્તે છે. એ રીતે પુષ્પાદિમાં પણ પુષ્પાદિ જીવોને કિલામણા ન થાય એ રીતે યત્નપૂર્વક ગ્રહણાદિ કરે છે, અને ભક્તિના અતિશય અર્થે અધિક પણ ફૂલ તે રીતે જ યોજે છે કે જેથી અંગરચનાની વૃદ્ધિનું તે કારણ બને, અને સુંદર અંગરચના દ્વારા ભાવવૃદ્ધિનું તે કારણ બને. પરંતુ પ્રયોજનરહિત જેમ તેમ પુષ્પોનો વ્યય થાય, તે રીતે તે યત્ન કરતો નથી. આ સર્વ પ્રકારની સમ્યગુ યતના જીવરક્ષાના પરિણામની વૃદ્ધિ કરે છે, અને ઉત્તમ દ્રવ્યથી કરાયેલી પૂજા ઉત્તમ પુરુષના પ્રત્યે બહુમાનભાવ પેદા કરે છે, અને તે ઉત્તમ ભાવ સંયમ પ્રત્યે પ્રસર્પણવાળો બને છે, તેથી ત્યાં અનુબંધહિંસા અને હેતુહિંસા નથી. પરંતુ જેઓ ભગવાન પ્રત્યે બહુમાનપૂર્વક સારામાં સારી ભગવાનની ભક્તિ કરે છે, આમ છતાં સમ્યગુબોધના અભાવના કારણે યથાર્થ યતના ન કરતા હોય, તેઓને
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy