SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક ઃ ૫૮ અનારંભફળની ચારિત્રરૂપ ઈચ્છાયોગથી જ ઉ૫પત્તિ છે. આશય એ છે કે પૂજાથી પ્રાપ્તવ્ય અનારંભરૂપ ફળ છે, અને તે ફળની સાવઘસંક્ષેપચિ એવા શ્રાવકને ચારિત્રવિષયક જે ઈચ્છાયોગ વર્તી રહ્યો છે તેનાથી ઉપપત્તિ=પ્રાપ્તિ, થઈ જાય છે; કેમ કે ચારિત્રવિષયક તીવ્ર ઈચ્છા હોવાને કારણે તે યતિક્રિયામાં રત મતિવાળો છે, તેથી સાવધનો સંક્ષેપને ક૨ના૨ો છે, તેથી જ સ્વભાવથી યતનાપરાયણ છે અને તેનાથી જ અનારંભફળની પ્રાપ્તિ તેને થશે. માટે અનારંભફળ માટે સ્વરૂપથી સાવઘ પ્રવૃત્તિરૂપ પૂજાની તેવા શ્રાવકને આવશ્યકતા રહેતી નથી. તેથી જ એવા શ્રાવકને પંકના સ્પર્શકૃત જે મળ છે, તેના પ્રક્ષાલનની અપેક્ષાએ દૂરથી પંકનું અસ્પર્શન શ્રેષ્ઠ છે. તેથી કૂપના દૃષ્ટાંતથી સંક્ષેપરુચિવાળા આવા શ્રાવકને પૂજા અનુમત નથી, પરંતુ મલિનારંભી શ્રાવકને જ કૂપના દૃષ્ટાંતથી પૂજા અનુમત છે. અત્યંત સાવઘના સંક્ષેપરુચિ એવા શ્રાવકને તો પંકનો અસ્પર્શ ક૨વાના ન્યાયથી પૂજા નિષિદ્ધ છે. અહીં શ્રાવક યતિક્રિયામાં રત મતિવાળો છે એમ કહ્યું, તેનાથી એ નથી કહેવું કે, તે સાધુની ક્રિયા કરે છે, પરંતુ સંયમ ગ્રહણ ક૨વા માટે અત્યંત ઉત્સુક મતિવાળો છે; આમ છતાં કોઈક એવા પ્રકારના સંયોગને કા૨ણે સંયમ ગ્રહણ કરી શકે તેવો નથી, તેથી સર્વ સાવઘના વર્જનપૂર્વક સંયમની પ્રાપ્તિ માટે પોતાના સંયોગો પ્રમાણે સાવઘ પ્રવૃત્તિનો અત્યંત સંક્ષેપ કરે છે. તેથી પોતાની પ્રાથમિક જરૂરીયાત પૂરતી જ સાવઘ પ્રવૃત્તિ તે કરે છે, અને પૃથિવ્યાદિ કોઈ જીવનું ઉપમર્દન ન થાય તે રીતે શક્તિ અને સંયોગ પ્રમાણે જીવરક્ષા માટે યત્ન કરે છે. એના કારણે જ સાધુની જેમ સ્વભાવથી સર્વ ક્રિયાઓમાં જીવરક્ષાને અનુકૂળ ઉચિત પ્રમાર્જનાદિ સ્વરૂપ યતના કરે છે. તેથી આવો શ્રાવક પૂજામાં અધિકારી નથી; કેમ કે ભોગનો જ પરિણામ તેને નથી. ઉલ્લ વળી આવા શ્રાવકને ચારિત્રની ઈચ્છાનો યોગ છે તેમ કહ્યું, તેનાથી ભાવથી ચારિત્રી છે તેમ કહેવું નથી; પરંતુ ચારિત્રની અત્યંત અભિમુખ ઈચ્છા છે, અને તેના કારણે જ ચારિત્રને અનુકૂળ શક્તિના પ્રકર્ષથી નિરવઘભાવમાં તે યત્ન કરે છે. આનાથી તેને અનારંભ એવા સંયમફળની પ્રાપ્તિ થવાની છે, તેથી અનારંભરૂપ સંયમફળ માટે પૂજા કરવાની આવશ્યકતા તેને રહેતી નથી. જેમ મળમાં હાથ નાંખીને પછી તેને ધોવા, તેના કરતાં મળમાં હાથ ન નાંખવા તે ઉચિત છે, તેમ આવા જીવો નિરારંભની અત્યંત અભિમુખ છે, તેવા જીવોને ભગવાનની ભક્તિ અર્થે પણ સ્નાનાદિરૂપ આરંભ કરીને નિરારંભ તરફ જવાનો યત્ન કરવો, તેના કરતાં સંયમને અત્યંત અભિમુખ માનસની પુષ્ટિ થાય, તેવી નિ૨વઘ ક્રિયાથી સંયમને અભિમુખ જવું ઉચિત છે. ઉત્થાન : સંપૂર્ણ શ્લોક-૫૮ નો ટીકામાં અર્થ કર્યા પછી નિગમન રૂપે ‘તસ્માત્’ થી કહે છે - तस्मात्सदारम्भेच्छा, मलिनारम्भश्चेत्युभयमेवाधिकारिविशेषणं श्रद्धेयमित्यर्थः । ટીકાઃ
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy