SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૭૦ પ્રતિમાશતક/ બ્લોક : પપ ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, યાગીય હિંસામાં અમારા દ્રવ્યસ્તવની સદશ મર્યાદા નથી; અને તેમાં હેત આપ્યો કે, અહિંસક એવા ગાયત્રીજપાદિથી મનઃશુદ્ધિ થઈ શકે છે, તેથી હિંસક એવા યાગાદિથી મનઃશુદ્ધિ કરવી ઉચિત નથી. ત્યાં પૂર્વપક્ષી કહે કે, તમે પણ સામાયિકાદિ દ્વારા સત્ત્વશુદ્ધિ કરી શકો છો, તો પછી હિંસક એવા દ્રવ્યસ્તવથી સત્ત્વશુદ્ધિ કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે – ટીકાર્થ: ગર્ભવં ....... સમ્મા ! અમને વળી અનન્યગતિ હોવાને કારણે આય-વ્યયની તુલનાથી અપવાદના આશ્રયણમાં સત્ત્વશુદ્ધિનો અસંભવ નથી. પપા. વિશેષાર્થ: ગ્રંથકાર કહે છે કે, અમારા મત પ્રમાણે મલિનારંભી દ્રવ્યસ્તવનો અધિકારી છે. તેમના માટે સત્ત્વશુદ્ધિનો બીજો કોઈ ઉપાય નથી, તેથી અનન્યગતિ હોવાને કારણે દ્રવ્યસ્તવમાં થતી હિંસા અને દ્રવ્યસ્તવમાં થતા લાભોની તુલના કરવામાં આવે છે=દ્રવ્યસ્તવમાં થતા લાભ રૂપ આય અને દ્રવ્યસ્તવમાં થતી હિંસારૂપ વ્યયની તુલના કરવામાં આવે છે, અને જ્યારે વ્યય કરતાં આયની અધિક પ્રાપ્તિ થતી હોય અને વગર વ્યયે આયનો અસંભવ હોય ત્યારે અપવાદનું આશ્રયણ કરવામાં આવે છે, અને તે આશ્રયણમાં સત્ત્વશુદ્ધિનો અસંભવ નથી=સત્ત્વશુદ્ધિ થાય છે. શ્રાવક સંસારમાં જે મલિન આરંભ કરે છે, તે જાણે છે કે આરંભ કરવાની પરિણતિ હજુ મારી ઉચ્છિન્ન થઈ નથી. આમ છતાં, નિરારંભી એવા મુનિઓ પ્રત્યે અને નિરારંભી જીવન જીવવાનો ઉપદેશ આપનાર એવા ભગવાન પ્રત્યે જેને અત્યંત પૂજ્યબુદ્ધિ છે, તેવો તે શ્રાવક, તેમના પ્રત્યેની ભક્તિ કરીને નિરારંભી જીવન જીવવાનું સત્ત્વ કેળવતો હોય છે. તેથી ભક્તિકાળમાં જે પુષ્પાદિના અવલંબનથી જ ભગવાન પ્રત્યે ભક્તિભાવ કેળવીને નિરારંભરૂપ તેમના માર્ગ પ્રત્યે પ્રસર્પણના પરિણામવાળો તે બને છે, તે વખતે થતા તે પુષ્પાદિના આરંભરૂપ વ્યય કરતાં સત્ત્વશુદ્ધિના અધિક લાભરૂપ આય પ્રાપ્ત થવાના કારણે, ત્યાં મનઃશુદ્ધિ પ્રગટે છેઃનિરારંભ જીવન પ્રત્યેની અભિમુખ બુદ્ધિરૂપ મનઃશુદ્ધિ ત્યાં પ્રગટે છે, માટે અમને કોઈ દોષ નથી. દ્રવ્યસ્તવ વગર માત્ર સામાયિકથી શુદ્ધિ તે જ કરી શકે કે જે અત્યંત સંક્ષેપપૂર્વક નિરવદ્ય જીવન જીવતો હોય, અને તેવો શ્રાવક પૂજાનો અધિકારી નથી પણ અન્ય શ્રાવક માત્ર સામાયિકથી શુદ્ધિ કરી શકે નહિ, પરંતુ ઉચિત કાળે દ્રવ્યસ્તવથી જ શુદ્ધિ કરી શકે છે, તેથી “અનન્ય ગતિ હોવાને કારણે' એમ કહેલ છે. આપપા.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy