SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશક/ શ્લોક : ૪૮ ૨૩ વૈયાવચ્ચ થાય છે તેનો અલગ સમાસ કર્યો, તો તે બેમાંથી કોઈમાં સાધર્મિક-શૈક્ષનો સમાવેશ ન કરતાં સ્વતંત્ર વિભાગ કેમ કર્યો ? તેથી કહે છે – ટીકાર્ય : વારાહીનાં .... તિ બાવનીયં બાલાદીનું અને શૈક્ષ-સાધર્મિક કથંચિત તુલ્યપણું હોવાને કારણે પૃથ વિભાગ કરેલ છે. એ પ્રકારે ભાવન કરવું. વિશેષાર્થ: બાલાદિ સાથે શૈક્ષ અને સાધમિકનું સર્વથા તુલ્યપણું હોત તો શક્તિસંપન્ને શૈક્ષ અને સાધર્મિકનું વૈયાવચ્ચ પણ અવશ્ય કરવું જોઈએ, એમ નિર્દેશ કરવો આવશ્યક બને; કેમ કે શક્તિસંપન્ન અત્યંત બાલવૃદ્ધાદિની કે આચાર્યઉપાધ્યાયની વૈયાવચ્ચ કરવી અતિ આવશ્યક છે તેમ શૈક્ષ-સાધર્મિકની પણ આવશ્યક છે, અને તેમ હોત તો બાલાદિ અને શૈક્ષ-સાધર્મિકનો એક સમાસ કરત. પરંતુ શૈક્ષ-સાધર્મિકનો અલગ વિભાગ કરેલ છે. તેથી એ સૂચવે છે કે, શૈક્ષ અને સાધર્મિકની બાલાદિની જેમ વૈયાવચ્ચ કરવી આવશ્યક હોવા છતાં અન્ય કોઈ બલવાન કારણ વિદ્યમાન હોય તો બાલાદિ કરતાં તેનું વિલક્ષણપણું છે, તેથી ત્યાં વૈયાવચ્ચ ન કરે તો પણ ચાલે. આ રીતે શૈક્ષ અને સાધર્મિકનું બાલાદિની સાથે કથંચિત્ તુલ્યપણું છે, સર્વથા તુલ્યપણું નથી, તેથી તેનો અલગ વિભાગ કરેલ છે. ટીકાર્ય : વેવાઈ .... સાવચત્રાત્, આ જ કહે છે પૂર્વમાં કહ્યું કે, અશનાદિમાં ‘આદિ' પદથી ગ્રાહ્ય પાનકાદિ જ છે એમ નથી, પરંતુ ભક્તિ આદિ પણ છે, આ જ કહે છે, અન્યથા ઉક્ત વિપરીતપણામાં=આદિ' પદથી ભક્તિ આદિ ગ્રહણ ન કરીએ, પરંતુ પાનકાદિ જ ગ્રહણ કરીએ તો, સંવાદિવિષયક તેના ઉદીરણમાં= સંઘાદિવિષયક વૈયાવચ્ચના કથનમાં, પર કુમતિ એવો લંપાક, કેવી રીતે વ્યાકુળ નહિ થાય ? અર્થાત્ થશે; કેમ કે કુલ, ગણ અને સંઘનું સર્વ વડે સર્વદા સામર્થ્યથી=સમગ્રપણાથી, અશતાદિના સંપાદનનું કરવું અશક્યપણું છે. વિશેષાર્થ: “અશનાદિમાં આદિ' પદથી પાનકાદિનું ગ્રહણ કરવામાં આવે અને ભક્તિ આદિનું ગ્રહણ કરવામાં ન આવે તો, એ પ્રાપ્ત થાય કે વૈયાવચ્ચ અશનાદિના સંપાદનથી જ થઈ શકે છે, પરંતુ ભક્તિ આદિથી થઈ શકતી નથી, અને તે રીતે સંઘાદિનું વૈયાવચ્ચ અસંભવિત થઈ જાય; કેમ કે સંઘનું વૈયાવચ્ચ અશનાદિ દ્વારા બધા વડે હંમેશાં સર્વ સામગ્રીથી સંપાદન કરી શકાય નહિ, પરંતુ ભક્તિ આદિથી કરીએ તો સંભવે. આશય એ છે કે, “સર્વ' શબ્દનો અર્થ એ રીતે થાય છે. પ્રથમ અર્થ સર્વ વડે કરવું અશક્ય છે. તેમ કહેવાથી કોઈક વડે કરવું શક્ય છે, એ અર્થ પ્રાપ્ત થાય છે. અને બીજો અર્થ સર્વ વડે કરવું શક્ય નથી. તેથી
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy