SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૩ પ્રતિમાશતક | શ્લોકઃ ૪૭ ટીકાર્ય : * ‘તથા ર’ અને તે પ્રમાણે પાઠ છે - હે ભગવંત! તમારી યાત્રા શું છે? તેના જવાબરૂપે ભગવાન કહે છે - હે સોમિલ ! તપ-નિયમ-સંયમ-સ્વાધ્યાય-ધ્યાન-આવશ્યકાદિ યોગોમાં જે મારી યતના તે યાત્રા છે. એ પ્રમાણેના કથનમાં આદિ' પદના સ્વરસથી થતિઆશ્રમને ઉચિત યોગમાત્રની યતનામાં યાત્રાપદાર્થ પર્યવસિત પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે પરને ‘ યન' ઈત્યાદિ સૂત્ર, શતપથમાં વિહિત=શતપથ નામના ગ્રંથમાં વિહિત, કર્મવંદનું ઉપલક્ષક છે, તેમ તપ-સંયમમાં વિહિત એવું યાત્રાપદ ચારિત્રીના સર્વયોગમાં જે યતના છે, તે સર્વનું ઉપલક્ષક છે. વિશેષાર્થ : સોમિલના યાત્રાવિષયક પ્રશ્નમાં ભગવાને જે જવાબ કહ્યો, તે જવાબમાં “આવશ્યકાદિમાં જે “આદિ' પદ છે, તેનો સ્વરસ એ છે કે, તપ-સંયમની જેમ જે જે યોગો ચારિત્રની વૃદ્ધિ કરે તે સર્વ યોગોને “આદિ' પદથી ગ્રહણ કરવા. તેથી યતિઆશ્રમને ઉચિત એવી યાવતુ યોગોની યતનામાં યાત્રા પદાર્થ પર્યવસાન થયેલો પ્રાપ્ત થાય છે. માટે પ્રતિમાનતિ એ યતિઆશ્રમને ઉચિત ક્રિયા હોવાથી તેનું પણ ગ્રહણ “આદિ'પદથી થઈ જાય છે. પૂર્વમાં કહ્યું કે, મુખ્યાર્થ વડે પ્રસિદ્ધ શબ્દપ્રયોગરૂપ વ્યવહાર, કહેવાયેલાથી બાકી રહેલા ગુણોને જણાવે છે. તેને જ દઢ કરવા માટે દૃષ્ટાંતરૂપે પરની સાક્ષી આપતાં “યથા' થી કહે છે – જે પ્રમાણે પરનું=અન્ય દર્શનવાળાનું, ‘યૉન ઈત્યાદિ સૂત્ર, શતપથ નામના ગ્રંથમાં વિહિત એવા કર્મવંદનું ઉપલક્ષક છે, તેમ તપ-સંયમાદિમાં વિહિત એવું યાત્રાપદ, ચારિત્રીના સર્વ યોગોમાં જે યતના છે, તે સર્વનું ઉપલક્ષક છે. અહીં “યજ્ઞ'પદ યજ્ઞક્રિયાનો વાચક છે, પરંતુ યજ્ઞપદનો વાચક યજ્ઞશબ્દ શતપથમાં વિહિત બધા કર્મકાંડનો ઉપલક્ષક છે, એટલે યજ્ઞ' પદથી બધાં કર્મકાંડને ગ્રહણ કરવાનાં છે; તેમ પ્રસ્તુતમાં તપ-સંયમ પદથી સાક્ષાત્ તપ-સંયમનું ગ્રહણ થાય છે, અને ઉપલક્ષણથી શેષ ગુણોનું ગ્રહણ થાય છે. તેથી તપ-સંયમ પદ યતિઆશ્રમને ઉચિત બધા અનુષ્ઠાનનો ઉપલક્ષક છે. ટીકા : ____ अत एव सोमिलप्रश्नोत्तरे यथाश्रुतार्थबाधे फलोपलक्षकत्वं व्याख्यातं तथा च अत्र भगवतीवृत्तिः"एतेषु च यद्यपि भगवतो न किञ्चित्तदानीं समस्ति तथापि तत्फलसद्भावात् तदस्तीत्यवगन्तव्यमिति ।" (માવતીફૂટશ. ૧૮૩. ૨૦ સૂ. ૬૪૭) ટીકાર્ય : “ગત વ ..... માવતીવૃત્તિઃ' આથી કરીને જ પૂર્વમાં કહ્યું કે મુખ્યાર્થો વડે પ્રસિદ્ધ એવો -૧૯
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy