SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ Go4 પ્રતિમાશતક | શ્લોકઃ ૪૬ सुहझवसायत्ताए दुण्णिवि गोयमा ! वावाइए तेण सीहेण अंतगडे केवली जाए अट्ठप्पयारमलकलंकमुक्के सिद्धे य । ते पुण गोयमा ! एकूणे पंचसए साहुणं तक्कम्मदोसेण जं दुक्खमणुभवमाणे चिट्ठति जं चाणुभूयं, जं चाणुभविहिंति अणंतसंसारसागरं परिभमंते तं को अणंतेणपि कालेणं भणिउं समत्यो ? एए ते गोयमा ! एगूणे पंचसए साहुणं जेहिं च णं तारिसगुणोववेयस्स णं महाणुभागस्स गुरुणो आणं अइक्कमियं णो आराहियं અનંતસંસારિખ ના સારા! ટીકાર્ય : વં તુ..... ના આ પ્રમાણે આગમમાં કહેલા વ્યાયથી-યુક્તિથી, હે ગૌતમ ! યાવત્ તે આચાર્ય વડે એક શૈક્ષનો (શિષ્યનો) સમર્પણ કરેલ વેષ ઉતારી લીધો, તેટલામાં બાકી રહેલા દરેક દિશામાં નાસી ગયા ત્યારે, તે ગૌતમ! તે પણ આચાર્ય ધીરેથી તેમની પછવાડે જવા માટે આરબ્ધ થયા, (પરંતુ ઉતાવળા ઉતાવળા નહિ. હે ભગવંત ! શા માટે ઉતાવળા ઉતાવળા ન ગયા ? હે ગૌતમ ! ખારી ભૂમિથી જે મધુરમાં સંક્રમ કરવું પડે, મધુર ભૂમિથી ખારીમાં સંક્રમણ કરવું પડે, કાળી ભૂમિમાંથી પીળી ભૂમિમાં, પીળી ભૂમિમાંથી કાળી ભૂમિમાં, જળમાંથી સ્થળમાં, સ્થળમાંથી જળમાં સંક્રમ કરવું પડે, તેવી વિધિથી પગને પ્રમાજી પ્રમાર્જીને સંક્રમણ કરવું પડે, અને પ્રમાર્જ નહિ તો બાર વર્ષનું પ્રાયશ્ચિત થાય. આ અર્થથી હે ગૌતમ ! તે આચાર્ય ઉતાવળા ઉતાવળા ન ગયા. હવે અન્યદા સુઉપયુક્ત વિધિથી સ્થાનનું સંક્રમણ કરતા એવા, હે ગૌતમ ! તે આચાર્યની સમીપમાં ઘણા દિવસથી સુધાથી લેવાઈ ગયેલા શરીરવાળો, વિકટ (પ્રગટ) દાઢાથી કરાલ યમરાજ જેવો, ભયંકર પ્રલય કાળની જેમ ઘોર રૂપવાળો કેસરી સિંહ આવ્યો, અને તે મહાનુભાગ ગચ્છાધિપતિએ ચિંતવન કર્યું, જે આ પ્રમાણે - ઉતાવળથી ચાલું તો આનાથી (સિહથી) બચી શકું, પરંતુ ઉતાવળથી જતા એવા મને અસંયમ થાય. તેથી શરીરનો ઉચ્છેદ થાય તે શ્રેષ્ઠ છે પણ અસંયમમાં પ્રવૃત્તિ કરવી શ્રેષ્ઠ નથી. એ પ્રમાણે વિચારી વિધિ વડે સમીપમાં રહેલા શૈક્ષને (શિષ્યને) જે ઉદ્દાલત (ઉતારી લીધેલ) એવા વેષને આપીને નિષ્પતિકર્મ એવા પાદપોપગમન અનશન વડે રહ્યાં. તે શિષ્ય પણ તે પ્રમાણે અર્થાત્ પાદપોપગમન અનશન વડે રહ્યા. હવે અન્યદા અત્યંત શુદ્ધ અંત:કરણવાળા, પંચમંગલમાં તત્પર, શુભ અધ્યવસાયપણાથી બન્ને પણ, હે ગૌતમ ! તે સિહ વડે મારી નંખાયા, અંતકૃત કેવલી થયા અને આઠ પ્રકારના મલકલંકથી મુકાયેલા સિદ્ધ થયા. તે વળી હે ગૌતમ ! એક ન્યૂન પાંચસોકચારસો નવાણું સાધુઓ તે કર્મના દોષથી જે પ્રકારના દુઃખનો અનુભવ કરતા રહેલા છે. જે અનુભવ્યું અને જે અનુભવશે, એ પ્રમાણે અનંત સંસારસાગર પરિભ્રમણ કરતાં તેને કોણ અનંતકાળ વડે કહેવા સમર્થ છે? હે ગૌતમ ! આ તેઓ ચારસો નવાણું સાધુઓ, જેઓ વડે તેવા પ્રકારના ગુણથી યુક્ત મહાનુભાગ એવા ગુરુની આજ્ઞાને અતિક્રમણ કરાઈ, પરંતુ આજ્ઞાને આરાધિત ન કરાઈ અને અનંત સંસારી થયા. I૧૧ ટીકા - कुवलयप्रभवज्रमुनीशयोश्चरितयुग्ममिदं विनिशम्य भोः । कुमतिभिर्जनितं मतिविभ्रमं त्यजत युक्तिमदुक्तविभावकाः ।।१।।
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy