SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૪ પ૯૭, તીર્થયાત્રા માટે જાય છે, પરંતુ કોઈ અન્ય અસંયમની પ્રવૃત્તિ કરવા માટે જતા નથી, અને તે પણ ગુરુની અનુજ્ઞા માંગવારૂપ ઈચ્છાકાર સામાચારીની આચરણાપૂર્વક જાય છે. જ્યારે ઈચ્છાકાર સામાચારીની આચરણાપૂર્વક જતા હોય, અને તે પણ તીર્થયાત્રા માટે, ત્યારે અસંયમની પ્રવૃત્તિ સંભવે નહિ, એ પ્રકારના આશયથી શિષ્યો. ગુરુને ઈચ્છાકાર વડે કહે છે. (૫) સદ સત્રથી ....... તત્ત વ હવે અન્યદા સુબહુમન વડે વિચારણા કરીને તે આચાર્ય વડે કહેવાયું - તમે કાંઈ પણ સૂત્રાર્થ જાણો તો જ જેવા પ્રકારનું તીર્થયાત્રામાં જનારાઓને અસંયમ થાય છે, તેવા પ્રકારનું સ્વયં જ જાણશો. અહીં બહુ વિચારણાથી શું? આનાથી પણ એ શિષ્યો અગીતાર્થ હતા એ ઘોતિત થાય છે તેથી જ ગીતાર્થની નિશ્રા વગર વેચ્છાથી તીર્થયાત્રાએ જવું તેમના માટે ઉચિત ન હતું. વળી ત્યાર પછી આચાર્યે કહ્યું કે, વળી તમારા વડે બીજું, સંસારનો સ્વભાવ, જીવાદિ પદાર્થ અને તત્ત્વ જણાયેલું છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, સંસાર નિર્ગુણ છે તે જાણીને જ તેઓએ સંયમ ગ્રહણ કર્યું છે, તેથી સંસારના સ્વભાવને તેઓ જાણનારા છે. તેમ જીવ-અજવાદિ પદાર્થોને પણ જાણનારા છે અને રત્નત્રયીરૂપ તત્ત્વને પણ તેઓ જાણનારા છે. તેથી જ અત્યાર સુધી સંયમમાં પ્રવર્તી રહ્યા છે, કેવલ ગીતાર્થ નહિ હોવાથી તીર્થયાત્રામાં ગીતાર્થ વગર જવામાં કેવા પ્રકારનું અસંયમ થશે તે તેઓ જાણતા નથી. ટીકા : __ अहऽनया बहुउवाएहिं णं विणिवारंतस्सवि तस्सायरियस्स गए चेव ते साहुणो कुद्धेणं कयंतेण पेरिए तित्थयत्ताए । तेसिं च गच्छमाणाणं कत्थइ अणेसणं कत्थइ हरियकायसंघट्टणं कत्थइ बीयक्कमणं कत्थइ पिवीलियादीणं तसाणं संघट्टणपरितावणोवद्दवणाइ संभवं, कत्थइ बइठ्ठपडिक्कमणं, कत्थइ ण कीरइ चेव चाउक्कालियं सज्झायं, कत्थइ ण संपडिलेहिज्जा मत्तभंडोवगरणस्स विहीए उभयकालं पेहपमज्जणपडिलेहणपक्खोडणं किं बहुणा ? गो० ! कित्तियं भनिहिइ ? अट्ठारसण्हं सीलंगसहस्साणं सत्तरसविहस्स णं संजमस्स दुवालसविहस्स णं सब्भंतरबाहिरस्स तवस्स जाव णं खंताइअहिंसालक्खणस्सेव य दसविहस्स अणगारधम्मस्स जत्थेक्केक्कपयं चेव सुबहुएणंपि कालेणं थिरपरिचिएण दुवालसंगमहासुयक्खंधस्स बहुभंगसयसंघट्टणाए दुक्खनिरइयारं परिपालिऊणं जे एयं च सव्वं जहाभणियं निरइयारमणुट्ठियव्वं ति एवं संसरिउण चिंतियं तेण गच्छाहिवइणा-जहा णं विप्पमुक्के ते दुट्ठसीसे मज्झ अणाभोगपच्चएणं सुबहुं असंजमं काहिंति, तं च सव्वं मम संत्तियं होही । जओ णं अहं तेसिं गुरू । "ताहं तेसिं पिट्ठीए गंतूणं पडिजागरामि, जेणाहमित्थ पए पायच्छित्तेणं णो संबज्झेज्जेति वियप्पिऊणं गओ सो आयरिओ तेसिं पिट्ठीए, जाव णं दिढे तेणं असंजमेणं गच्छमाणे ।। ટીકાર્ય : ૩દ ડઝયા વધુડવાર્દિ... || હવે અન્યદા ઘણા ઉપાયો વડે તે આચાર્યે રોકવા છતાં પણ તે સાધુઓ ક્રોધિત થયેલા એવા કૃતાંત વડે પ્રેરાયેલા તીર્થયાત્રાએ ગયા જ, અને જતા એવા તેઓ કોઈ ઠેકાણે ૬, ૭ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૯૮ ૦-૧૮
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy