SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૬. પ્રતિમાશતક | શ્લોક : ૪૬ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવમાં પ્રતિબદ્ધતાવાળા ન હતા. અને તે રીતે જ સંયમમાં ઉદ્યત વિહાર કરતાં સાત મહિને ત્યાં આવ્યા, તેથી એ ફલિત થાય છે કે, માન-સન્માનરૂપ ભાવમાં પણ તેમને પ્રતિબંધ ન હતો, પરંતુ એક સંયમમાત્રમાં જ તેમને પ્રતિબંધ હતો. અને જ્યારે કોઈને આગમ પ્રમાણે પ્રવૃત્તિ કરવાનો વિચાર ઊઠે અને તેના માટે તેમને બોલાવવામાં આવે, અને પોતે ઉચિત અર્થ તેઓને સમજાવી શકે તેમ હોય, તો સન્માર્ગની વૃદ્ધિ અર્થે તેઓએ ત્યાં આવવું જ જોઈએ, અને તે જ સંયમની વૃદ્ધિનું કારણ બને છે, અને તેનાથી જ સંયમ પ્રત્યેનો તેમનો પ્રતિબંધ ટકી રહે છે. અને જો તે ન આવે તો અપ્રતિબદ્ધપણા વડે કરીને વિહાર કરતા આવ્યા, તેમ કહી શકાય નહિ. તેથી સાવઘાચાર્યનું તેઓની વાચના માટે આવવું એ સંયમની ઉચિત પ્રવૃત્તિરૂપ જ છે, અને એનાથી પણ એ ફલિત થાય છે કે, વાચના લેનારા શિથિલાચારી હોવા છતાં પણ વાચના માટે યોગ્ય હતા. (૧૦) “જિં પણ મહાગુમાને ” અહીં સાવઘાચાર્યને જ્યારે સાધ્વીજી પગમાં પડીને વંદન કરે છે, ત્યારે સાવદ્યાચાર્ય પગ આદિનો સંકોચ આદિ કરતા નથી, અને તે સાધ્વીને તે પ્રમાણે વંદન કરવાનો નિષેધ પણ કર્યો હોય તેવો વિવેક દાખવતા નથી. તેનાથી એ પદાર્થ ભાસે છે કે, સાવઘાચાર્યને તે પ્રકારનો આદર-સત્કાર ગમ્યો હોવો જોઈએ, અને તેથી જ તે પ્રવૃત્તિના વિષયમાં મૌન ધારણ કરે છે, અને તેથી ત્યારે તેમના સંયમમાં માનાદિકૃત કાંઈક મલિનતા ત્યાંથી શરૂ થયેલી હોય તેવું ભાસે છે. તત્ત્વ બહુશ્રુત જાણે. (૧૧) “ફમાં પદ -” જ્યારે મહાનિશીથની ગાથા આવી ત્યારે સાવદ્યાચાર્યને તે ગાથાને ગોપવવાનો કે અન્યથા પ્રરૂપણા કરવાનો જે વિચાર આવ્યો તે પણ બતાવે છે કે, તેઓને અત્યારે આલોકના અપયશનો ભય વર્તે છે, અને તેથી ભગવાનના વચનથી અન્યથા પ્રરૂપણા કરવાનો પરિણામ કે તે પ્રકારે ગાથાને ગોપવવાનો વિચાર આવ્યો, અને ભગવાનના વચનના સ્મરણથી તે પ્રવૃત્તિ ન થઈ, તેથી તે વખતની પણ તેમની સંયમની ભૂમિકા માનાદિ કષાયથી કાંઈક મલિન ભાવવાળી વર્તે છે. ટીકા : स्तओ गो० ! अप्पसंकिएणं चेव चिंतियं तेणं सावज्जायरिएणं 'जइ इह एयं जहट्ठियं चे० फैनवेमि, तओ जं मम वंदणगं दाउमाणीए तीए अज्जाए उत्तमंगेणं चलणे पुढे तं सव्वेहिपि दिट्ठमेएहित्ति । ता जहा मम सावज्जायरियाभिहाणं कयं तहा अन्नमवि किंचि एत्थ मुटेंकं काहिंति जेण तु सव्वलोए अपुज्जो भविस्सं । ता अहमनहा सुत्तत्थं पनवेमि ? ता णं महती आसायणा । तो किं करियव्वमेत्थंति ? किं एयं गाहं पओवयामि ? किं वा णं अण्णहा वा पनवेमि ? अहवा हा हा ! ण जुत्तमिणं उभयहावि अच्चंतगरहियं आयहियट्ठीणमेयं । "जओ एस सुआभिप्पाओ-जहा णं 'जे भिक्खु दुवालसंगस्स णं सुयनाणस्स असईचुक्कखलियपमायासंकादीसभयत्तेणं ૧૨-૧૩ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૭૭
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy