________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૪ ટીકાર્થ -
“નફ વિ • શ્રદ્ધેય” ।। “જોકે જિનાલયવિષયમાં (આ કથન) છે તો પણ આ સાવદ્ય છે.” આ કથન સ્વભાવથી ચૈત્યસ્થિતિનું દુષ્ટપણું કહેતું નથી, પરંતુ મઠપ્રવૃત્તિની ઉપાધિ વડે ચૈત્યસ્થિતિનું દુષ્ટપણું કહે છે, એ પ્રમાણે શ્રદ્ધા કરવી જોઈએ અર્થાત્ કુવલયાચર્યના વચનથી ઉન્માર્ગની સ્થિરતાનો નિષેધ થાય છે, પરંતુ ચૈત્યસ્થિતિનો નિષેધ થતો નથી, એ પ્રમાણે શ્રદ્ધા કરવી જોઈએ.
વિશેષાર્થ :
મ કોઈ જીવ એમ કહે કે, ભોગાદિની ક્રિયા સાવઘ છે, તો તે ક્રિયા સ્વરૂપથી સાવદ્ય છે એમ સિદ્ધ થાય. જ્યારે કોઈ જીવ સામાયિકની ક્રિયા કરતો હોય ત્યારે તે સામાયિકમાં અનુચિત પ્રવૃત્તિ કરતો હોય ત્યારે જો એમ કહેવામાં આવે કે, “આ સામાયિકની ક્રિયા છે તો પણ સાવદ્ય છે,” ત્યારે કોઈક એવી અનુચિત પ્રવૃત્તિને કારણે તે સામાયિકની ક્રિયાને સાવદ્ય કહેવામાં આવે છે; પરંતુ તે સામાયિકની ક્રિયાને સ્વરૂપથી સાવદ્ય કહેવા માટે આવો પ્રયોગ થતો નથી; તે સામાયિકમાં કોઈ અનુચિત પ્રવૃત્તિ છે તે ઉપાધિ છે, તે ઉપાધિના કારણે તે સામાયિક સાવદ્ય સિદ્ધ થાય છે. તેમ પ્રસ્તુતમાં કુવલયાચાર્યે “જોકે આ જિનાલયના વિષયમાં પ્રવૃત્તિ છે, તો પણ સાવદ્ય છે” એમ કહ્યું, તેથી નક્કી થાય છે કે, મઠપ્રવૃત્તિરૂપ ઉપાધિને કા૨ણે આ જિનાલયની પ્રવૃત્તિ સાવદ્ય બને છે, પરંતુ સ્વભાવથી સાવદ્ય નથી.
ઉત્થાન :
૫૫૭
આ કથનમાં દૃષ્ટાંત દ્વારા સમર્થન કરતાં હેતુ આપે છે --
ટીકાર્ય :
ન હિ ......સુરિમિઃ (સુધિમ:) જે કારણથી “જોકે ખીર છે તો પણ ભક્ષ્ય નથી," એ પ્રમાણેનું વચન વિષમિશ્રિતાદિ ઉપાધિના સમાવેશ વગર ઘટી શકતું નથી, એ પ્રમાણે બુદ્ધિશાળી વડે ભાવન કરવું. ૫૪૪॥
© ‘7 દિ’ અહીં ‘દિ’ શબ્દ યસ્માદર્થક છે, તેનું જોડાણ પૂર્વના કથન સાથે છે.
Q ‘ભાવનીય સૂરિમિઃ’ પાઠ છે ત્યાં ‘માવનીયં સુધિમઃ’ એ પાઠની સંભાવના છે અને એ મુજબ ટીકાર્થ કરેલ છે. તત્ત્વ બહુશ્રુત જાણે.
વિશેષાર્થ :
જેમ ખીર ભક્ષ્ય છે, તો પણ જ્યારે કોઈ એમ કહે કે, “જોકે પાયસ છે તો પણ ભક્ષ્ય નથી,” ત્યારે તે વચન વિષમિશ્રિતાદિ પાયસને આશ્રયીને જ ઘટે. એ રીતે પ્રસ્તુતમાં “જોકે જિનાલયના વિષયમાં આ વક્તવ્ય છે, તો પણ આ સાવદ્ય છે” એ વચન, મઠપ્રવૃત્તિવાળા જિનાલયને આશ્રયીને જ થઈ શકે, એ પ્રમાણે વિચારકોએ ભાવન કરવું. II૪૪॥