________________
૫૪૪
પ્રતિમાશતક | શ્લોક : ૪૧ ખ્યાપક જ છે; કેમ કે ઉત્કૃષ્ટતમ અવધિરૂપ ઉત્કૃષ્ટતરનું જ યુક્તપણું છે અર્થાત્ ઉત્કૃષ્ટતમ પદાર્થના અવધિરૂપ ઉત્કૃષ્ટતર પદાર્થ જબની શકે; કેમ કે હીન અવધિક ઉત્કર્ષની ઉક્તિનું અસ્તુતિપણું છે; જે કારણથી સામાન્યજનથી અધિકતાનું વર્ણન એ ચક્રવર્તીની સ્તુતિ નથી, પરંતુ મહાનરપતિથી=મોટા રાજાથી, અધિકતાનું વર્ણન એ ચક્રવર્તીની સ્તુતિ છે.
વિશેષાર્થ :
મહાનિશીથમાં કહ્યું છે તે પ્રમાણે, આખી પૃથ્વી સુવર્ણના જિનમંદિરથી મંડિત કરી દે કે દાનાદિ ચારનું સેવન કરે, તેવો પણ શ્રાવક બારમા અચ્યુત દેવલોકથી આગળ જતો નથી, એ કથનથી દ્રવ્યસ્તવ અને દાનાદિ ચા૨ અચ્યુત સુધી લઈ જવા સમર્થ છે, એ રૂપ તુલ્ય ફળ છે. તેથી દાનાદિ ચારનું દ્રવ્યસ્તવની સાથે તુલ્યફળતાનું સંકીર્તન કર્યું, તે સર્વ દ્રવ્યસ્તવને ભાવસ્તવની સાથે પૂર્વધર્મતાનું સૂચન કરે છે; કેમ કે ઉત્કૃષ્ટતમની અવધિ ઉત્કૃષ્ટતર બની શકે, અને ભાવસ્તવ એ ઉત્કૃષ્ટતમ છે અને તેની અવધિ ઉત્કૃષ્ટતર એવું દ્રવ્યસ્તવ બની શકે.
અહીં પૂર્વપક્ષી કહે કે, દ્રવ્યસ્તવ એ સાવઘરૂપ હોવાથી પાપરૂપ છે, તેના કરતાં ભાવસ્તવ શ્રેષ્ઠ છે, તે બતાવવા અર્થે મહાનિશીથ સૂત્રમાં કહેલ છે કે, દ્રવ્યસ્તવ કરીને શ્રાવક અચ્યુતથી આગળ જઈ શકતો નથી. તેથી કહે છે કે, હીન અવધિક ઉત્કર્ષની ઉક્તિનું અસ્તુતિપણું છે અર્થાત્ પાપરૂપ દ્રવ્યસ્તવ અવધિક તપસંયમ ઉત્કર્ષવાળા છે, એવું કહેવું તે તપ-સંયમની સ્તુતિ નથી, પરંતુ અસ્તુતિરૂપ છે; જે રીતે સામાન્યજનથી ચક્રવર્તીની અધિકતાનું વર્ણન કરવું એ ચક્રવર્તીની સ્તુતિ નથી, પરંતુ મોટા રાજાથી ચક્રવર્તી અધિક છે, એમ કહેવું તે ચક્રવર્તીની સ્તુતિ છે. તેથી દ્રવ્યસ્તવ કરતાં તપ-સંયમ અધિક કહ્યા, એનાથી એ જ પ્રાપ્ત થાય છે કે, સુવર્ણથી જિનભવન કરાવવા રૂપ ઉત્કૃષ્ટતર દ્રવ્યસ્તવથી ઉત્કૃષ્ટતમ તપ-સંયમ છે, તેથી ભાવસ્તવને અનુસરનારી ધર્મતા દ્રવ્યસ્તવમાં છે.
અહીં વિશેષ એ છે કે સામાન્ય રીતે કરાતું દ્રવ્યસ્તવ એ ઉત્કૃષ્ટ છે, જ્યારે આખી પૃથ્વીને સુવર્ણના જિનભવનથી અલંકૃત કરી દેવી તે ઉત્કૃષ્ટતર દ્રવ્યસ્તવ છે, અને તેના કરતા અધિક તપ-સંયમ છે, તેથી તે ઉત્કૃષ્ટતમ છે, એ બતાવવા અર્થે ભાવસ્તવને ઉત્કૃષ્ટતમ તરીકે ગ્રહણ કરેલ છે.
ઉત્થાન :
તપ-સંયમની પૂર્વધર્મતારૂપે દ્રવ્યસ્તવને બતાવવા માટે ત્રણ હેતુઓ બતાવ્યા, તેમાં સાક્ષી બતાવતાં
કહે છે -
ટીકાર્ય :
-
‘અક્ષરળિ વ’ અને આ પ્રમાણે અક્ષરો છે
भावच्चणम् ......વસત્થા ।। ભાવાર્ચન એ ઉગ્રવિહારતા છે, વળી દ્રવ્યાર્ચન જિનપૂજા છે. પ્રથમ=ભાવાર્યા, યતિને છે અને બંને પણ=ભાવાર્ચા અને દ્રવ્યાર્ચા બંને પણ, ગૃહસ્થને છે. પ્રથમ જ પ્રશસ્ત છે અર્થાત્ ભાવાર્યા અને