SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૩૭ ૭‘વિયા’ શબ્દ ત્યાં ‘ä ઉત્તર ં’ અધ્યાહાર છે. વં ઉત્તરનું યિા આ પ્રમાણે અન્વય જાણવો. વિવા=શવનુયાત્=સમર્થ થાય એ અર્થ છે. ૫૨૨ વિશેષાર્થ - પૂર્વમાં પાંચ કારણોને આશ્રયીને નદીઉત્તરણમાં દોષ નથી, એ સિદ્ધ કર્યું, તે પાંચ કારણો રત્નત્રયીના રક્ષણમાં પુષ્ટાલંબનરૂપ છે. હવે તે પાંચમાંથી કોઈપણ કારણ ન હોય તો પણ યતનાપૂર્વક નદી ઊતરવાની બૃહત્કલ્પમાં વિધિ બતાવી. તેથી એ પ્રાપ્ત થયું કે, પુષ્ટાલંબનથી નદીઉત્ત૨ણ એ સંયમની વૃદ્ધિનું કારણ છે, જ્યારે રાગપ્રાપ્ત નદીઉત્તરણ એ સંયમની વૃદ્ધિનું કારણ નથી, છતાં યતનાપૂર્વક ઉપર કહેલી વિધિ મુજબ ઊતરે તો ચારિત્રમાં શબલતાનું=મલિનતાનું, કારણ ન બને. ટીકા ઃ अत्र हि सङ्ख्यानियमोपोवलनस्य यतनया कल्प्यता शबलताऽप्रयोजकत्वमिति यावत् । परतस्त्वाज्ञाभङ्गानवस्थाभ्यां यतनयाऽपि न तथात्वंम् इति बोध्यम् । तदेवं पुष्टालम्बनेन अपवादेऽपि न त्रासौचित्यमिति स्थितम् ।। ३७।। ટીકાર્ય ઃ સત્ર.... .. રૂતિ યાવત્ । અહીંયાં=બૃહત્કલ્પના સૂત્રમાં, સંખ્યાનિયમના ઉપોલનથી=સંખ્યાનિયમની મર્યાદાથી, યતના વડે કરીને કલ્પ્યપણું છે; અર્થાત્ શબલતાનું અપ્રયોજકપણું છે. વિશેષાર્થ ઃ અહીં ઉપોદ્ઘલનનો અર્થ એ છે કે, સંખ્યાનિયમનની અંદર મર્યાદામાં રહીને ક૨વું, અને તે પણ જે પ્રકારની શાસ્ત્રમાં નદી ઊતરવાની વિધિની યતના છે, તે પ્રમાણે યતનાથી નદી ઊત૨વી તો તે કલ્પ્ય બને; અર્થાત્ આ કમ્પ્યતા સંયમવૃદ્ધિનું કારણ નથી; પરંતુ ચારિત્રની શબલતાના અપ્રયોજ કપણારૂપ છે. કહેવાનો ભાવ એ છે કે, અકારણમાં પણ બૃહત્કલ્પમાં કહેલ વિધિ પ્રમાણે સંખ્યાનિયમની મર્યાદામાં રહીને યતનાપૂર્વક નદી ઊતરે તો ચારિત્ર શબલ ન બને. ટીકાર્યઃ પરત: ..... • કૃતિ વોધ્યમ્ । અકારણમાં જે નદીઉત્તરણવિષયક સંખ્યાનિયમ છે, તેનાથી વધુ વાર યતના વડે પણ નદીઉત્તરણ કરે તો આજ્ઞાભંગ અને અનવસ્થાને કારણે તથાત્વ નથી=શબલતાનું અપ્રયોજકપણું નથી; એ પ્રમાણે જાણવું. વિશેષાર્થ : -- ભગવાનની આજ્ઞા એક મહિનામાં એક વખત જ નદી ઊતરવાની છે. તેનાથી વધુ વખત નિષ્કારણ
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy